રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૧.૧૧.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૫૬૩૨ સામે ૮૫૩૪૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૫૧૮૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૪૨૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ૮૫૨૩૧ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૨૨૦ સામે ૨૬૧૩૬ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૬૦૬૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૩૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૩ પોઈન્ટના ઘટાડા સાથે ૨૬૦૭૭ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક બજારોમાંથી આવેલા ખરાબ સમાચારને કારણે આજે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ભારે કડાકો બોલાઈ ગયો હતો. અમેરિકાના મજબૂત જોબ ડેટાને કારણે હવે ડિસેમ્બરમાં યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવશે તેવી અપેક્ષાઓ લગભગ સમાપ્ત થઈ જતા અમેરિકી બજારો ભારે ઘટાડો નોંધાતા તેની અસર એશિયન બજારો પર જોવા મળતા આજે ભારતીય શેરબજારમાં નેગેટીવ માહોલ જોવા મળ્યો હતો અને ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકામાં આગળ ઉપર મળનારી ફેડરલ રિઝર્વની મિટિંગમાં કદાચ વ્યાજના દરમાં ઘટાડો કરવામાં નહિં આવે એવા સંકેતો છતાં શુક્રવારે એશિયન ચલણોમાં હળવા વધારાને કારણે ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે મજબૂત બન્યો હતો, જયારે વૈશ્વિક સ્તરે ક્રૂડઓઈલના ભાવમાં પીછેહટ જોવા મળી હતી.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૩૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૩૦% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ મેટલ, રિયલ્ટી, કેપિટલ ગુડ્સ, કોમોડિટીઝ, ઇન્ડસ્ટ્રીયલ, ફાઈનાન્સીયલ સર્વિસીસ અને ટેલિકોમ્યુનિકેશન સેક્ટરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૪૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૮૯૮ અને વધનારની સંખ્યા ૧૨૭૮ રહી હતી, ૧૭૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે મારુતિ ૧.૧૭%, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૦.૮૦%, ટાટા મોટર્સ પેસેન્જર વેહિકલ્સ ૦.૬૯%, આઈટીસી ૦.૫૭% અને એશિયન પેઈન્ટ્સ ૦.૫૫% વધ્યા હતા, જ્યારે ટાટા સ્ટીલ ૨.૫૮%, બજાજ ફાઈનાન્સ ૨.૨૯%, એચસીએલ ટેક ૨.૨૫%, બજાજ ફિનસર્વ ૨.૦૧%, બીઈએલ ૧.૬૧%, ઈટર્નલ લિ. ૧.૬૧%, એચડીએફસી બેન્ક ૧.૦૬%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૯૫%, સ્ટેટ બેન્ક ૦.૯૩% અને એક્સિસ બેન્ક ૦.૭૭% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૪.૧૯ લાખ કરોડ ઘટીને ૪૭૨.૨૨ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૩ કંપનીઓ વધી અને ૧૭ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય બજાર હાલ મજબૂત બેકડ્રોપ સાથે આગળ વધી રહ્યું છે, એફપીઆઈ હોલ્ડિંગ ૧૪ મહિનાની ઊંચી સપાટીએ પહોંચવું, બેન્ચમાર્ક ઈન્ડાઈસિસમાં સતત સુધારો અને ભારત-અમેરિકા વેપાર તણાવમાં નરમાશ જેવી પરિસ્થિતિઓ બજારમાં સકારાત્મક મોમેન્ટમ બનાવે છે. એફપીઆઈ નવેમ્બરના પ્રથમ પખવાડિયામાં નેટ વેચવાલા રહ્યા છતાં તેમની AUC (ઍસેટ અન્ડર કસ્ટડી)નો વધારો બતાવે છે કે તેઓ ભારતીય ઈક્વિટી સ્ટોરીથી સંપૂર્ણપણે બહાર નથી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોનું સતત વધતી હિસ્સેદારી પણ બજારમાં સ્થિરતા અને આંતરિક વિશ્વાસને મજબૂત બનાવે છે. આ સંયોજન સૂચવે છે કે જો વૈશ્વિક વ્યાજદર નરમ રહે અને અમેરિકન અર્થતંત્ર સ્થિર રહે, તો ભારતીય બજારમાં મધ્યમથી લાંબા ગાળે અપસાઈડની સંભાવના મજબૂત છે.
બીજી તરફ, સેક્ટર-વાઈઝ ફ્લો બતાવે છે કે બજાર “રી-અલોકેશન ફેઝ”માંથી પસાર થઈ રહ્યું છે – આઈટી, એફએમસીજી, પાવર અને ફાઈનાન્સિયલ્સમાં ઘટાડો, જ્યારે ટેલિકોમ અને ઓઈલ-ગેસમાં એફપીઆઈની વધતી પસંદગી દર્શાવે છે કે માર્કેટ આગળ જઈને સિલેક્ટિવ અને થીમ આધારિત બને એવી શક્યતા છે. વૈશ્વિક રાજકીય પરિસ્થિતિઓ, ડોલર ઈન્ડેક્સનું મૂવમેન્ટ, ક્રૂડ પ્રાઈસિસ અને ફેડની નીતિ આગામી ત્રિમાસિકમાં ઇન્ડાઈસિસને મુખ્ય દિશા આપશે. કુલ મળીને, બજાર સકારાત્મક પણ સાવચેત વલણ સાથે આગળ વધી રહ્યું છે, મોટા ડિપ્સ પર ખરીદીની તક અને ઓવર એક્સ્ટેન્ડેડ સેક્ટર્સમાં નફાવસૂલી જોવા મળે તેવી શક્યતા છે.
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

