રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૧૧.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૫૨૩૧ સામે ૮૫૩૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૪૭૧૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૬૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૩૧ પોઈન્ટના ઘટાડા સાથે ૮૪૯૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૦૭૭ સામે ૨૬૧૧૧ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૯૫૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૧૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૧ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૯૯૬ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારત-અમેરિકા વેપાર કરાર ટૂંક સમયમાં થઈ જવાની અપેક્ષા, વિદેશી રોકાણકારોના શરૂ થયેલા પ્રવાહ તથા વૈશ્વિક અનિશ્ચિતતાઓના વાદળો હવે દૂર થઈ રહ્યાના ચિહ્નો જેવા પોઝીટીવ પરિબળો સાથે વૈશ્વિક બજારોમાં એક તરફ અમેરિકી બજારોમાં સતત ધોવાણ અને બિટકોઈનમાં કડાકો બોલાઈ જવા સાથે થઈ રહેલી મોટી ઉથલપાથલ વચ્ચે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાનું ઐતિહાસિક પતન થઈ વિક્રમી નીચી સપાટીએ ખાબકી જતાં ભારતીય શેરબજારમાં આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે શેરોમાં દિવસ દરમિયાન મિશ્ર વલણ જોવા મળ્યા બાદ અંતે ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
હમણાં સુધી વૈશ્વિક બજારોથી વિપરીત ભારતીય બજારોમાં તેજી જોવાયા સાથે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો પણ છેલ્લા કેટલાક દિવસોથી શેરોમાં વેચવાલી અટકાવી ખરીદદાર બન્યા બાદ આજે સાવચેતીમાં નવી તેજીથી દૂર રહ્યા હતા. ક્રુડ ઓઈલમાં ભારતનું આયાત બિલ અમેરિકાથી વધતી આયાતની સાથે વધવાના અંદાજોએ પણ આજે ઓઈલ કંપનીઓની ડોલર માટેની માંગ મોટી રહેતાં રૂપિયો તૂટવા સાથે ફંડો શેરોમાં સાવચેતીમાં હળવા થયા હતા.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ડિસેમ્બરના અંત સુધીમાં સંભવિત યુએસ-ભારત ટ્રેડ ડીલ અંગેના આશાવાદ સાથે નબળા અમેરિકન ચલણ, બેંકો દ્વારા અમેરિકન ડોલરનું વેચાણ અને ભારતીય રિઝર્વ બેંક દ્વારા હસ્તક્ષેપને પગલે સોમવારે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે રેકોર્ડ નીચા સ્તરેથી પાછો ફર્યો હતો, જયારે વૈશ્વિક ક્રૂડઓઈલના ભાવ ઘટતા અટકી ફરી વધી આવ્યા હતા.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ માત્ર ફોકસ્ડ આઇટી, આઈટી અને ટેક સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૪૪૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૦૩૫ અને વધનારની સંખ્યા ૧૨૦૮ રહી હતી, ૨૦૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૨.૪૩%, એશિયન પેઈન્ટ ૦.૪૬%, એચસીએલ ટેકનોલોજી ૦.૩૫%, ઈન્ફોસિસ લિ. ૦.૩૧%, અદાણી પોર્ટ્સ ૦.૧૮%, એચડીએફસી બેન્ક ૦.૦૯%, સન ફાર્મા ૦.૦૮% અને કોટક બેન્ક ૦.૦૨% વધ્યા હતા, જ્યારે મુખ્યત્વે બીઈએલ ૦.૯૮%, ટાટા સ્ટીલ ૧.૬૧%, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૧.૫૯%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૧૮%, ટ્રેન્ટ લિ. ૧.૧૬%, બજાજ ફિનસર્વ ૧.૧૪%, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ ૧.૧૦%, બજાજ ફાઈનાન્સ ૧.૦૯%, આઈટીસી ૧.૦૩% અને એનટીપીસી ૦.૮૭% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૨.૭ લાખ કરોડ ઘટીને ૪૬૯.૫૨ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૮ કંપનીઓ વધી અને ૨૨ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકામાં ૪૩ દિવસના લાંબા શટડાઉન પછી ગાડી પાટા પર આવી રહી છે પરંતુ આ શટડાઉનને કારણે અનેક આર્થિક ડેટા બહાર આવ્યા નથી. તને કારણે ઓક્ટોબરના જોબ્સ ડેટા જાહેર થયા ન હતા, જે હવે આગામી ગુરુવારે જાહેર થશે. આવા સંજોગોમાં ફેડરલ રિઝર્વ ડિસેમ્બરમાં વ્યાજદર ઘટાડશે કે કેમ તે અંગે પ્રશ્નો થવા લાગ્યા છે. વળી, અમેરિકામાં એઆઈ બબલ અંગે પણ ખાસ્સા પ્રશ્નો થઈ રહ્યા છે જેને કારણે વોલેટિલિટી વધવાની સંભાવના છે.
અમેરિકાના માર્કેટમાં વોલેટિલિટી વધશે તેની અસર ભારતીય બજાર પર પડી શકે છે. આગામી દિવસોમાં બીજા ત્રિમાસિકના જીડીપી ડેટા, જી-૨૦ સમિટથી લઈને વિવિધ પરિબળો બજાર પર અસર કરશે, ઉપરાંત ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અંગે સકારાત્મક સંકેત મળવા લાગ્યા છે અને હવે આ ડીલ અંતિમ તબક્કામાં હોવાનું જણાય છે. આથી આ ઘટનાક્રમ પર ભારતીય શેરબજારની નજર રહેશે.
તા.૨૫.૧૧.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૨૪.૧૧.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૯૯૬ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૯૦૯ પોઈન્ટના પ્રથમ અને ૨૫૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૬૦૩૦ પોઈન્ટ થી ૨૬૦૮૮ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૮૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- ઈન્ફોસિસ લિ. ( ૧૫૫૫ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૨૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૧૫ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૬૭ થી રૂ.૧૫૭૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૮૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- એક્સિસ બેન્ક ( ૧૨૬૯ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૨૩૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૨૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૨૭૮ થી રૂ.૧૨૮૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ( ૯૬૮ ) :- રૂ.૯૫૬ નો પ્રથમ તેમજ રૂ.૯૪૭ બીજા સપોર્ટથી પબ્લિક બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૭૪ થી રૂ.૯૮૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- ઝાયડસ લાઈફસાયન્સીસ ( ૯૨૪ ) :- ફાર્માસ્યુટિકલ્સ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૯૩૩ થી રૂ.૯૪૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૮૯૮ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- એસબીઆઈ કાર્ડ્સ ( ૮૭૩ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા નોન બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની (NBFC) સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૮૫૮ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૮૭૮ થી રૂ.૮૮૪ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- વોલ્ટાસ લિ. ( ૧૩૫૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ હાઉસહોલ્ડ એપ્લાયન્સિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૭૭ આસપાસ સપોર્ટથી રૂ.૧૩૩૭ થી રૂ.૧૩૨૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૯૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- ઓરબિન્દો ફાર્મા ( ૧૧૯૪ ) :- રૂ.૧૨૦૮ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૨૧૩ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૧૮૪ થી રૂ.૧૧૭૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- અદાણી ગ્રીન એનર્જી ( ૧૦૦૯ ) :- પાવર જનરેશન સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૩૩ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૯૬ થી રૂ.૯૮૯ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ટાટા ટેક્નોલોજી ( ૬૭૫ ) :- આઈટી સર્વિસીસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૦૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૬૬૩ થી રૂ.૬૫૦ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૧૪ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- જેએસડબ્લ્યુ એનર્જી ( ૪૮૦ ) :- રૂ.૪૯૭ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૫૦૫ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૪૭૩ થી રૂ.૪૬૫ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૫૧૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

