રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૬.૧૧.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૫૮૭ સામે ૮૪૫૦૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૪૪૭૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૬૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૨૨ પોઈન્ટના ઉછાળા સાથે ૮૫૬૦૯ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૦૫૫ સામે ૨૬૧૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૬૦૮૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૦૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૨૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૬૩૮૧ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારતીય શેરબજાર આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. અમેરિકામાં રિટેલ વેચાણ અને ગ્રાહક વિશ્વાસ જેવા આર્થિક ડેટા નબળા આવતા, યુએસ ફેડરલ રિઝર્વ ડિસેમ્બર ૨૦૨૫માં વ્યાજદરમાં ઘટાડો કરશે એવી આશા વધતા વૈશ્વિક બજારોમાં સતત ત્રીજા દિવસે તેજી સાથે આજે ભારતીય શેરબજારમાં પણ તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો.
ગઈકાલના ઘટાડા બાદ ફંડો દ્વારા નીચા મથાળે લેવાલી નોંધાતા ભારતીય શેરબજાર ફરી ઓલ-ટાઇમ હાઈની નજીક પહોંચ્યું હતું. બીએસઈ સેન્સેક્સ ૧૦૦૦ પોઈન્ટથી વધુના ઉછાળા સાથે ૮૫૬૦૦ પોઈન્ટની, જયારે નિફ્ટી ફ્યુચર ૩૦૦ પોઈન્ટથી વધુનો મજબૂત ઉછાળો નોંધાવી ૨૬૩૫૦ પોઈન્ટની સપાટીને પાર કરી હતી.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ફેડરલ રિઝર્વ આવતા મહિને વ્યાજ દરમાં ઘટાડો કરશે તેવી અપેક્ષાઓ છતાં, આયાતકારોમાં અમેરિકન ચલણની સતત માંગને કારણે બુધવારે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે નબળો પડ્યો હતો, જયારે વૈશ્વિક સ્તરે ક્રૂડઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૩૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૨૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ્યુનિકેશન સેક્ટરમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૩૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૭૧ અને વધનારની સંખ્યા ૨૮૦૦ રહી હતી, ૧૬૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે બજાજ ફિનસર્વ ૨.૬૩%, બજાજ ફાઈનાન્સ ૨.૫૨%, ટાટા સ્ટીલ ૨.૦૪%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૯૯%, સન ફાર્મા ૧.૯૫%, ટાટા મોટર્સ પેસેન્જર વેહિકલ્સ ૧.૯૨%, ઈન્ફોસિસ લિ. ૧.૮૧%, એક્સિસ બેન્ક ૧.૭૫%, ટેક મહિન્દ્ર ૧.૬૭%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૬૪%, લાર્સન લિ. ૧.૬૩%, અદાણી પોર્ટ્સ ૧.૪૯%, મારુતિ સુઝુકી ૧.૪૮%, એચડીએફસી બેન્ક ૧.૪૧%, કોટક મહિન્દ્ર બેન્ક ૧.૪૦% અને ઈટર્નલ લિ. ૧.૪૦% વધ્યા હતા જ્યારે ભારતી એરટેલ ૧.૫૬% અને એશિયન પેઈન્ટ્સ ૦.૦૩% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૫.૫૧ લાખ કરોડ વધીને ૪૭૪.૯૨ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૮ કંપનીઓ વધી અને ૨ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વિશ્વભરમાં વધતા સપ્લાયને પગલે આગામી વર્ષોમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે ઘટાડો થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. વર્તમાન વર્ષે અત્યાર સુધીમાં બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ૧૪%નો ઘટાડો નોંધાયો છે અને તાજેતરના રિપોર્ટ્સ સૂચવે છે કે આ દબાણ આગામી બે વર્ષમાં વધુ જોવા મળી શકે છે. જેપી મોર્ગનના અંદાજ મુજબ, વર્ષ ૨૦૨૭ સુધીમાં બ્રેન્ટ ક્રૂડનો સપ્લાય એટલો વધી જશે કે તેની કિંમત પ્રતિ બેરલ ૩૦ ડોલર સુધી તૂટી શકે છે. રિપોર્ટ મુજબ ૨૦૨૬માં જ ક્રૂડ ૬૦ ડોલરથી નીચે અને વર્ષના અંત સુધીમાં ૫૦ ડોલર સુધી આવી શકે છે, જયારે વર્ષ ૨૦૨૭માં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
ગોલ્ડમેન સાક્સે પણ બજારમાં પૂરતા કરતાં વધુ સપ્લાય અંગે ચેતવણી આપી છે. ક્રૂડના ભાવમાં ઘટાડો ભારત માટે અનેક રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. પ્રતિ બેરલ ૧ ડોલરનો ઘટાડો ભારતમાં ચાલુ ખાતાની ખાધમાં વર્ષનું લગભગ ૧.૫ થી ૧.૬ અબજ ડોલરનું સુધારણું લાવે છે. ક્રૂડ ઓઈલના ભાવ ઘટવાથી ભારતીય રિફાઇનરી અને માર્કેટિંગ કંપનીઓને ઓછા ઇનપુટ ખર્ચનો સીધો લાભ થશે, જે તેમના રિફાઇનિંગ અને માર્કેટિંગ માજીનને મજબૂત કરી શકે છે. સાથે સાથે ટાયર, પેઇન્ટ અને સૌથી વધુ લાભ એવિયેશન સેક્ટર આ પરિસ્થિતિ અત્યંત ફાયદાકારક બની શકે છે.
તા.૨૭.૧૧.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૨૬.૧૧.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૬૩૮૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૬૨૦૨ પોઈન્ટના પ્રથમ અને ૨૬૧૭૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૬૪૦૪ પોઈન્ટ થી ૨૬૪૭૪ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૬૨૦૨ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૩૮૧ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૬૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૫૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૩૮૮ થી રૂ.૧૩૯૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૦૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- ઓરબિન્દો ફાર્મા ( ૧૨૪૦ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૨૨૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૦૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૨૫૩ થી રૂ.૧૨૬૨ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- ભારતી એરટેલ ( ૨૧૪૦ ) :- રૂ.૨૧૧૩ નો પ્રથમ તેમજ રૂ.૨૧૦૩ બીજા સપોર્ટથી ટેલિકોમ – સેલ્યુલર અને ફિક્સ્ડ લાઇન સર્વિસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૨૧૫૭ થી રૂ.૨૧૬૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- અદાણી ગ્રીન ( ૧૦૪૦ ) :- પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૫૪ થી રૂ.૧૦૬૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૧૬ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- સ્ટેટ બેન્ક ( ૯૯૦ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા પબ્લિક બેન્ક સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૬૩ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૯૭ થી રૂ.૧૦૦૩ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ઓબેરોય રિયલ્ટી ( ૧૬૭૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૯૬ આસપાસ સપોર્ટથી રૂ.૧૬૫૭ થી રૂ.૧૬૪૪ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૦૬ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- ટેક મહિન્દ્ર ( ૧૫૨૯ ) :- રૂ.૧૫૪૮ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૫૫૪ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૫૦૩ થી રૂ.૧૪૯૭ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- ભારત ફોર્જ ( ૧૪૪૧ ) :- ઓટો કમ્પોનન્ટ્સ અને ઇક્વિપ્મેંટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૭૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૪૨૪ થી રૂ.૧૪૧૭ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ડૉ. રેડ્ડી’ઝ લેબોરેટરી ( ૧૨૫૫ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૭૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૩૭ થી રૂ.૧૨૪૦ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૮૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૧૫૯ ) :- રૂ.૧૧૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૮૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૧૪૭ થી રૂ.૧૧૪૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

