રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૫.૧૨.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૫૨૬૫ સામે ૮૫૧૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૫૦૭૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૧૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૪૭ પોઈન્ટના ઉછાળા સાથે ૮૫૭૧૨ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૧૮૬ સામે ૨૬૧૫૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૬૧૫૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૮ પોઈન્ટના ઉછાળા સાથે ૨૬૩૩૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં અરબીઆઈ હાલમાં મોંઘવારીના નિયંત્રણ કરતાં આર્થિક વૃદ્ધિને ટેકો આપવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાના સંકેતે વ્યાજ દરોમાં ૦.૨૫%નો ઘટાડો કરવામાં આવતા આજે સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં ઉછાળાનો માહોલ જોવા મળ્યો હતો.
ભારતીય રૂપિયાનું અમેરિકી ડોલર સામે છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલું રેકોર્ડ ધોવાણ અટકીને રૂપિયો રિકવર થતાં અને અમેરિકા સાથે ટ્રેડ ડિલ ઘોંચમાં પડયા સામે રશીયાના પ્રમુખ વ્હાલીદિમીર પુતિનની ભારત મુલાકાતથી શરૂ થતાં ભારત અને રશીયા વચ્ચે ઐતિહાસિક મોટી ટ્રેડ, ડિફેન્સ ડિલ થવાની અપેક્ષાએ ભારતીય શેરબજારમાં ચાર દિવસના ઘટાડા બાદ આજે ઈન્ડેક્સ બેઝડ રિકવરી જોવાઈ હતી.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકામાં આવતા સપ્તાહે ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડાની શકયતા વધી જતા યુએસ ડોલર ઇન્ડેક્સમાં નબળાઈ અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા હસ્તક્ષેપના અહેવાલોએ ભારતીય રૂપિયામાં યુએસ ડોલર સામે સુધારો જોવા મળ્યો હતો, જયારે રશિયાના ક્રુડ ઓઈલ મથકો પર યુક્રેનના હુમલાના અહેવાલે વચ્ચે ક્રુડ ઓઈલના ભાવમાં સ્થિરતા જળવાઈ હતી.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૧% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર સર્વિસીસ, કેપિટલ ગુડ્સ, ઇન્ડસ્ટ્રીયલ, એફએમસીજી અને હેલ્થકેર સેક્ટરમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૩૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૪૨ અને વધનારની સંખ્યા ૧૮૦૫ રહી હતી, ૧૯૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે સ્ટેટ બેન્ક ૨.૪૬%, બજાજ ફિનસર્વ ૨.૦૮%, બજાજ ફાઈનાન્સ ૧.૮૯%, મારુતિ સુઝુકી ૧.૮૦%, એચસીએલ ટેકનોલોજી ૧.૬૮%, લાર્સન લિ. ૧.૩૩%, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૧.૨૩%, ઈન્ફોસિસ લિ. ૧.૧૪%, કોટક બેન્ક ૦.૯૨%, એચડીએફસી બેન્ક ૦.૫૯% અને આઈટીસી ૦.૪૩% વધ્યા હતા, જ્યારે હિંદુસ્તાન યુનિલિવર ૩.૫૧%, ઈટર્નલ લિ. ૧.૧૫%, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ ૦.૮૩%, સન ફાર્મા ૦.૭૫%, ટ્રેન્ટ લિ. ૦.૬૧% અને બીઈએલ ૦.૦૫% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મીડકેપ, લાર્જકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૧૧ લાખ કરોડ વધીને ૪૭૦.૯૬ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૪ કંપનીઓ વધી અને ૬ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજાર માટે આવનારા દિવસો મોટાભાગે બુલિશ રહેવાની શક્યતા છે. આરબીઆઈ દ્વારા ૦.૨૫%ના રેપો રેટ ઘટાડા સાથે બજારમાં તરલતા વધવાની પૂરી શક્યતા છે, જેના કારણે બેન્કિંગ, રિયલિટી, ઓટો અને ઈન્ફ્રા જેવા વ્યાજદર-સંવેદનશીલ સેક્ટર્સમાં તેજી જોવા મળી શકે છે. રેટ કટનો સીધો ફાયદો ઈએમઆઈ ઘટવાથી કન્ઝ્યૂમર ડિમાન્ડમાં વધારો રૂપે મળી શકે છે, જે કોર્પોરેટ કમાણી માટે પણ સકારાત્મક સાબિત થઈ શકે છે. સાથે જ ફુગાવાના અનુમાનને ૨% સુધી ઘટાડવાથી બજારમાં સ્થિરતા અને વિશ્વાસ વધશે, કારણ કે ઓછો ફુગાવો, ઉંચો રિયલ યીલ્ડ અને સસ્તી ફાઇનાન્સિંગને પોષે છે. આ સમગ્ર મેક્રો કોમ્બિનેશન રેટ કટ, લો ઇન્ફ્લેશન અને રાઈઝિંગ લિક્વિડિટી શેરબજારને શૉર્ટથી મીડિયમ ટર્મમાં મજબૂત ટેકો આપી શકે છે.
આરબીઆઈ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે જીડીપી ગ્રોથનું અનુમાન ૬.૮% થી વધારી ૭.૩% કરવું એક બુલિશ સિગ્નલ છે. ઊંચી વૃદ્ધિનો અર્થ છે કે ભારત વૈશ્વિક મંદી વચ્ચે પણ ઝડપી એક્સપાન્શન તરફ વધી રહ્યું છે. આથી વિદેશી રોકાણકારો માટે ભારત વધુ આકર્ષક સ્થાન બની શકે છે. જોકે, અરબીઆઈએ વૈશ્વિક જોખમો જેમ કે કોમોડિટી પ્રાઈસિસ, જીઓપોલિટિકલ અનિશ્ચિતતાઓનો ઉલ્લેખ પણ કર્યો છે, જે બજારમાં ટૂંકા ગાળાના વોલેટિલિટીનું કારણ બની શકે છે.
તા.૦૮.૧૨.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૦૫.૧૨.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૬૩૩૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૬૨૭૨ પોઈન્ટના પ્રથમ અને ૨૬૨૦૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૬૩૭૩ પોઈન્ટ થી ૨૬૪૦૪ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૬૨૦૨ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- ઈન્ફોસીસ લિ. ( ૧૬૨૦ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૬૦૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૯૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૬૩૨ થી રૂ.૧૬૩૮ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૬૪૫ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- અદાણી પોર્ટસ ( ૧૫૨૦ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૪૯૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૮૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૫૩૪ થી રૂ.૧૫૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- ઓરબિંદો ફાર્મા ( ૧૨૨૧ ) :- રૂ.૧૨૦૮ નો પ્રથમ તેમજ રૂ.૧૧૯૬ બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૩૩ થી રૂ.૧૨૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- અદાણી ગ્રીન ( ૧૦૨૫ ) :- પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૩૭ થી રૂ.૧૦૪૪ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૯૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- સ્ટેટ બેન્ક ( ૯૭૪ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા પબ્લિક બેન્ક સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૫૩ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૮૨ થી રૂ.૯૯૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ટેક મહિન્દ્રા ( ૧૫૭૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૮૮ આસપાસ સપોર્ટથી રૂ.૧૫૬૦ થી રૂ.૧૫૪૪ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૯૩ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- ભારત ફોર્જ ( ૧૪૧૦ ) :- રૂ.૧૪૩૪ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૪૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૩૯૭ થી રૂ.૧૩૯૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૪૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૩૯૬ ) :- પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૨૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૭૮ થી રૂ.૧૩૭૦ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- એક્સીસ બેન્ક ( ૧૨૮૭ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૦૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૭૬ થી રૂ.૧૨૭૦ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૧૩ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- ટાટા કન્ઝ્યુમર ( ૧૧૬૮ ) :- રૂ.૧૧૮૪ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૯૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૧૫૫ થી રૂ.૧૧૪૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૦૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

