ડોલર સામે તૂટતા રૂપિયાનું આર્થિક તંત્રમાં ચિંતાનું કારણ બનેલું છે, પરંતુ તેની બીજી બાજુ ભારતીય IT ક્ષેત્ર માટે મોટો ફાયદો છુપાયેલો છે. વર્તમાન પરિસ્થિતિમાં ઉછળતા ડોલરના કારણે દેશના ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેક્ટરને અંદાજે 283 અબજ ડોલરનો વધારાનો લાભ થવાની ગણતરી કરવામાં આવી છે. બુધવારે રૂપિયો સંવેદનશીલ 90ના સ્તરથી નીચે ગયો ત્યારે ટીકા-ટિપ્પણીઓનો વરસાદ થયો હતો, પરંતુ IT કંપનીઓને થતા નફા તરફ ઓછું ધ્યાન ગયું હતું. નાણાકીય વર્ષમાં રૂપિયામાં અત્યાર સુધી 5.4 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે, જેના સીધા અસરકારક ફાયદા tech કંપનીઓને મળવાની શક્યતા છે.
ટાટા કન્સલ્ટન્સી સર્વિસ (TCS), ઇન્ફોસિસ, HCL ટેક અને વિપ્રો સહિત ભારતની ટોચની IT કંપનીઓનો લગભગ 40 ટકા બિઝનેસ અમેરિકી બજારમાંથી આવે છે અને મોટાભાગની ચુકવણીઓ ડોલરમાં થાય છે. પરિણામે ડોલરના મજબૂત ભાવ વધારાના નફામાં પરિવર્તિત થાય છે. રૂપિયામાં ઘટાડા સાથે મુંબઇ સ્થિત TCSને યુકેના ક્લાયન્ટ્સમાંથી મળતા રેવન્યૂમાં 17.5 ટકાનો વધારો નોંધાયો છે. અન્ય ઘણી કંપનીઓએ યુકે આવકની વિગતો હજી જાહેર નથી કરી.
નવી ડિમાન્ડના અભાવ અને ખર્ચામાં વૃદ્ધિના કારણે IT સેક્ટર છેલ્લા દાયકાથી મંદીમાં ફસાયેલું છે. ટોચની પાંચ કંપનીઓમાંથી માત્ર TCS, HCL અને વિપ્રોએ જ વાર્ષિક ધોરણે 5 ટકા કરતા વધુ વૃદ્ધિ નોંધાવી છે. ઉદ્યોગ વિશ્લેષકોના જણાવ્યા મુજબ, રૂપિયો 1 ટકા તૂટે તો IT કંપનીઓના માર્જિનમાં 10–15 બેસિસ પોઈન્ટ સુધી વધારો જોવા મળે છે. યુરો, ડોલર અને પાઉન્ડના મજબૂત ભાવ ભારતીય ટેક કંપનીઓની આવકમાં વધારો લાવી રહ્યા છે અને નબળી માગ વચ્ચે પણ સેક્ટરને સ્થિરતા પૂરી પાડી રહ્યા છે.

