- 11 નવેમ્બર નું પંચાંગ
- 11 નવેમ્બર નું રાશિફળ
- દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર બ્લાસ્ટ, 11 લોકોના મોત, ૩૦ ઘાયલ, બે શંકાસ્પદોની અટકાયત
- પીઢ એક્ટર Prem Chopra હૉસ્પિટલમાં દાખલ
- 11 નવેમ્બર, “રાષ્ટ્રીય શિક્ષણ દિવસ”
- જમીન ન હોય તો હવે ખેડૂતને કાળજી લેવાની જરૂર નથી, અપનાવો વર્ટિકલ ફાર્મિંગની નવી ટેક્નિક
- તંત્રી લેખ…ટ્રમ્પની જાહેરાત ભારત જેવી ઉભરતી શક્તિઓ માટે માથાનો દુખાવો છે
- શું બેંક ખાનગીકરણની પ્રક્રિયા ખરેખર શરૂ થઈ ગઈ છે?
Author: Business Editor - Nikhil Bhatt
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૧૧.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૩૨૧૬ સામે ૮૩૧૯૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૩૧૯૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૫૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૧૯ પોઈન્ટના ઉછાળા સાથે ૮૩૫૩૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૫૮૯ સામે ૨૫૬૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૬૧૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૫ પોઈન્ટના…
છેલ્લા છ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડો દ્વારા ઈક્વિટી શેરોમાં થયેલું રોકાણ સૌથી નીચા સ્તરે આવ્યું છે. ઓક્ટોબર દરમિયાન ફંડ મેનેજરોએ શેરબજારમાં ખરીદીમાં સાવચેતી દાખવી હતી. બજારમાં સુધારાની સ્થિતિ વચ્ચે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમોમાં નવા રોકાણના પ્રવાહમાં પણ ઘટાડો નોંધાયો છે. સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના આંકડા અનુસાર, ઓક્ટોબર (૩૦ સુધી) મ્યુચ્યુઅલ ફંડોએ ઈક્વિટીમાં રૂ.૧૭,૭૭૮ કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું હતું, જે સપ્ટેમ્બરના રૂ.૪૬,૪૪૨ કરોડ અને ઓગસ્ટના રૂ.૭૦,૫૩૪ કરોડની સરખામણીએ નોંધપાત્ર રીતે ઓછું છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે, ઈક્વિટી રોકાણમાં આ ઘટાડાનું મુખ્ય કારણ નફારૂપી વેચવાલી અને વધેલા વેલ્યુએશન અંગેની ચિંતાઓ છે, કારણ કે શેરબજાર રેકોર્ડ ઊંચાઈની નજીક પહોંચ્યું હતું. વિશ્લેષકોના મતે,…
દેશની બેંકો માટે ફી આધારિત આવક હવે નફાકારકતાનો મહત્વનો સ્ત્રોત બની રહી છે. વ્યાજ માર્જિન (NIM) અને ટ્રેઝરી આવક પર વધતા દબાણ વચ્ચે, ફી આવકમાં થઈ રહેલી વૃદ્ધિ બેંકોના કુલ નફામાં સહાયક સાબિત થઈ રહી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને એચડીએફસી બેંકે છેલ્લા ત્રિમાસિકમાં ફી આવકમાં ૨૫ ટકાથી વધુનો ઉછાળો નોંધાવ્યો છે. ટોચની જાહેર ક્ષેત્રની અને ખાનગી બેંકોએ ૩૧ ડિસેમ્બરે પૂર્ણ થયેલા ત્રિમાસિકમાં અનુક્રમે ૧૬ ટકા અને ૧૯ ટકાનો વધારો નોંધાવ્યો હતો. આ સમયગાળો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા વ્યાજદર ઘટાડા શરૂ કરવાના પહેલાનો છેલ્લો ત્રિમાસિક હતો. વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, જેમ જેમ બેંકોની લોન અને બેલેન્સશીટનું કદ વધી…
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઈ)ની સરખામણીએ ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)નો ભારતીય શેરબજારમાં હિસ્સો સતત વધી રહ્યો છે. તાજા આંકડા મુજબ, સપ્ટેમ્બર ત્રિમાસિકના અંતે એનએસઈમાં લિસ્ટેડ કંપનીઓમાં ડીઆઈઆઈનો હિસ્સો ૪૪ બેઝિસ પોઈન્ટ વધીને ૧૮.૨૫ ટકા સુધી પહોંચી ગયો હતો, જ્યારે એફપીઆઈનો હિસ્સો ૩૪ બેઝિસ પોઈન્ટ ઘટીને ૧૬.૭૦ ટકા રહ્યો હતો. બજાર નિષ્ણાતોના મતે, ડીઆઈઆઈના વધેલા હિસ્સાનું મુખ્ય કારણ રિટેલ રોકાણકારો તરફથી મ્યુચ્યુઅલ ફન્ડોમાં સતત થતો ઈન્ફલો છે. રિટેલ રોકાણકારો દ્વારા સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (એસઆઈપી) મારફતે વધતું રોકાણ ઘરેલુ સંસ્થાઓને વધુ સશક્ત બનાવી રહ્યું છે. બીજી બાજુ, વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને ભારતીય શેરોના ઊંચા મૂલ્યાંકનને કારણે વિદેશી રોકાણકારો પોતાના રોકાણ પાછા ખેંચી રહ્યા…
ભારતના સેવા ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેક્સ (પીએમઆઈ) ઓક્ટોબરમાં થોડો ઘટીને ૫૮.૯૦ રહ્યો છે, જે સપ્ટેમ્બરમાં ૬૦.૯૦ નોંધાયો હતો. માંગમાં સ્થિરતા અને ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (જીએસટી)માં ઘટાડા છતાં, પીએમઆઈનું સ્તર એકંદરે મજબૂત જળવાયેલું છે. ઓક્ટોબરનો પીએમઆઈ વર્તમાન વર્ષના મે પછીનો સૌથી નીચો રહ્યો છે, જોકે ૫૦ના સ્તરથી ઘણો ઉપર હોવાથી ક્ષેત્રમાં વિસ્તરણ ચાલુ હોવાનું સૂચવે છે. એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલા એચએસબીસી ઈન્ડિયા સર્વિસિઝ પીએમઆઈ સર્વે અનુસાર, જીએસટીમાં મળેલી રાહતે સેવા ક્ષેત્રને ટેકો આપ્યો છે, પરંતુ વધતી સ્પર્ધા અને વરસાદને કારણે વિસ્તરણની ગતિ થોડી ધીમી પડી છે. ૫૦થી ઉપરનો પીએમઆઈ સામાન્ય રીતે વૃદ્ધિ દર્શાવે છે. ઓક્ટોબરનો પીએમઆઈ લાંબા ગાળાની સરેરાશ…
વોલેટિલિટીમાં વધારો અને નિયમનકારી સખતાઈમાં તાત્કાલિક વધારો થવાની શક્યતા ઓછી હોવાના કારણે, ગયા મહિને દેશના શેરબજારમાં ડેરિવેટિવ્ઝમાં સરેરાશ દૈનિક ટર્નઓવર રૂ.૫૦૬ ટ્રિલિયન સુધી પહોંચી ૧૨ મહિનાની ઊંચી સપાટીએ નોંધાઈ હતી. બીજી તરફ, કેશ સેગમેન્ટમાં સરેરાશ દૈનિક ટર્નઓવર રૂ.૧.૦૬ ટ્રિલિયન રહ્યો હતો. વર્ષના પ્રારંભે, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા નોન-બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ પર સાપ્તાહિક કોન્ટ્રેક્ટ્સ બંધ કરવાનું અને વિકલી એક્સપાયરીઝ પર બે દિવસની મર્યાદા લાગુ કરવાનું નિર્ણય લેવાતા, ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં ઘટાડો જોવા મળ્યો હતો. સપ્ટેમ્બર ૨૦૨૪માં ડેરિવેટિવ્ઝમાં સરેરાશ દૈનિક ટર્નઓવર રૂ.૫૩૭ ટ્રિલિયન સાથે અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્તર નોંધાયો હતો. વિકલી એક્સપાયરીઝ સંપૂર્ણપણે રદ થવાની સંભાવના અંગેની ચિંતા વચ્ચે ડેરિવેટિવ્ઝ…
ભારતમાં પ્રાઈવેટ ઇક્વિટી (PE) કંપનીઓ હવે સીધા વિદેશી રોકાણ (FDI)ના સૌથી મોટા સ્ત્રોત તરીકે ઉભરી આવી છે અને રોજગાર સર્જનના ક્ષેત્રમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. દેશમાં પ્રાઈવેટ ઇક્વિટીનો પ્રવેશ હજી પણ મર્યાદિત છે, પરંતુ ભારત છેલ્લા ત્રણ વર્ષથી વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઓળખાતું હોવાથી, આગામી વર્ષોમાં આ ક્ષેત્ર માટે વિશાળ તકો સર્જાઈ રહી છે. ઉદ્યોગના વરિષ્ઠ સૂત્રોના કહેવા મુજબ, ભારત ખાનગી ઇક્વિટીની વૈશ્વિક માંગમાં અગ્રેસર બનવાનું સંભાવન ધરાવે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ઘણા વર્ષોથી ભારત વૈકલ્પિક રોકાણ માટે વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું બજાર રહ્યું છે. આનો એક મુખ્ય કારણ એ છે કે દેશે નાના…
સપ્ટેમ્બર મહિનામાં વિક્રમી સ્તરે પહોંચ્યા બાદ, ઓક્ટોબરમાં ઈ-વે બિલ્સની સંખ્યા ૪ ટકા ઘટીને ૧૨.૬૮ કરોડ પર આવી છે. તેમ છતાં, વાર્ષિક ધોરણે તેમાં ૮.૨૦ ટકાનો વધારો નોંધાયો છે, જે વ્યાપારિક પ્રવૃત્તિઓમાં સતત સક્રિયતા દર્શાવે છે. સપ્ટેમ્બર મહિનામાં ઈ-વે બિલ્સની સંખ્યા ૧૩.૨૦ કરોડ રહી હતી – અત્યાર સુધીની સર્વોચ્ચ. તે સમય દરમિયાન નવરાત્રિ અને તહેવારોની શરૂઆત સાથે જીએસટીમાં ઘટાડાના કારણે માલસામાનની હેરફેરમાં તેજી જોવા મળી હતી. દિવાળી પહેલાં વેપારીઓ દ્વારા મોટા પાયે સ્ટોકિંગ (ભંડાર એકત્ર કરવાનું) કરવામાં આવ્યું, જેના પરિણામે સપ્ટેમ્બરમાં બિલ્સની સંખ્યા ઉંચી રહી. ઓક્ટોબરનો આ આંકડો ઈ-વે બિલ્સ જનરેશનના ઈતિહાસમાં ચોથા ક્રમે ઊંચો છે. વેરા દરોમાં થતા ફેરફારો ઉદ્યોગોને…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૧.૧૦.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૪૦૪ સામે ૮૪૩૭૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૩૯૦૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૮૦૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૬૫ પોઈન્ટના ઘટાડા સાથે ૮૩૯૩૮ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૦૩૧ સામે ૨૬૦૧૨ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૮૯૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૨૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…
વર્લ્ડ બેંકના તાજેતરના કોમોડિટી માર્કેટ્સ આઉટલૂક રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૨૬ સુધી વૈશ્વિક કોમોડિટીના ભાવ છ વર્ષના તળિયે પહોંચી શકે છે. આ સતત ચોથા વર્ષે ઘટાડો દર્શાવશે. વૈશ્વિક ટ્રેડમાં અનિશ્ચિતતા, ક્રુડ ઓઈલના વધતા પુરવઠા અને નીતિગત અસ્થિરતા વચ્ચે નબળો આર્થિક વિકાસ કોમોડિટી બજારોમાં દબાણ લાવી રહ્યો છે. વર્લ્ડ બેંકના અંદાજ મુજબ, ૨૦૨૫ અને ૨૦૨૬ દરમિયાન કોમોડિટી ભાવોમાં સરેરાશ ૭% સુધીનો ઘટાડો થઈ શકે છે. વિશ્વ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી ઈન્દરમીત ગિલે જણાવ્યું કે, કોમોડિટી બજારોએ વૈશ્વિક અર્થતંત્રને ટૂંકા ગાળામાં સ્થિર બનાવવામાં મદદ કરી છે, પરંતુ આ રાહત લાંબા સમય સુધી ટકી શકશે નહીં. તેમણે સરકારોને સલાહ આપી કે આ અનુકૂળ પરિસ્થિતિનો ઉપયોગ…
