Author: Business Editor - Nikhil Bhatt

હોમ લોન સેગમેન્ટ, જે પહેલાં સૌથી સુરક્ષિત ધિરાણ કેટેગરી માનવામાં આવતું હતું, હવે તણાવ હેઠળ આવી રહ્યું છે. ખાસ કરીને એફોર્ડેબલ હાઉસિંગ લોનમાં વધતા ડિફોલ્ટને કારણે નાણાકીય સંસ્થાઓ પોતાના આ લોનને એસેટ્સ રીકન્સ્ટ્રક્શન કંપનીઓ (ARCs)ને વેચી રહી છે. જૂન 2025માં પૂરાં થયેલા ક્વાર્ટર દરમિયાન ARCs દ્વારા રિટેલ સ્ટ્રેસ્ડ એસેટ્સ ખરીદવા માટે ₹1,713 કરોડની સિક્યોરિટી રસીદો (SRs) જારી થઈ હતી. આ આંકડો એક વર્ષ પહેલા કરતા 245% વધારે છે. રિટેલ લોનમાં ખાસ કરીને નાના કદની હોમ લોનનો મોટો હિસ્સો છે. એક રિપોર્ટ મુજબ, જાહેર ક્ષેત્રની બેંકોમાં હોમ લોન ડિફોલ્ટમાં વધારો જોવા મળ્યો છે. 31થી 90 દિવસ સુધી બાકી રહેલા પેમેન્ટમાં 2.85%…

Read More

અમેરિકા દ્વારા એચ1બી વિઝા ફીમાં કરાયેલા વધારાને કારણે ભારતને ડોલરના સ્વરૂપમાં આવતી રેમિટેન્સમાં ઘટાડો થવાની શક્યતા છે, જે રૂપિયાના મૂલ્ય પર દબાણ લાવી શકે છે. અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે આ પગલું માત્ર સેવા ક્ષેત્રને જ નહીં, પરંતુ વિદેશથી આવતી નાણાકીય હવાલાઓને પણ અસર કરશે. અમેરિકામાં હાલના એચ1બી વિઝાધારકોમાં લગભગ ૭૦% ભારતીય છે, જેમાંથી મોટાભાગના આઈટી સેવાઓ સાથે જોડાયેલા છે. ભારતના ઈનવર્ડ રેમિટેન્સમાં ૨૮% ફલો અમેરિકા તરફથી આવે છે, જે અંદાજે ૩૫ અબજ ડોલર જેટલો છે. ઊંચી વિઝા ફીના કારણે ભવિષ્યમાં અમેરિકા જતા ભારતીય સ્કિલ્ડ વર્કરોની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે, જેના કારણે રેમિટેન્સ ફલોમાં પણ ઘટાડો જોવા મળશે. એક અંદાજ…

Read More

સરકારે અંદાજે છ જેટલા જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં માઈનોરિટી હિસ્સાનું વેચાણ કરવાની યોજના બનાવી છે. આ વેચાણ અને એસેટ મોનિટાઈઝેશન દ્વારા વર્તમાન નાણાં વર્ષમાં આશરે રૂ.૪૭૦ અબજ રૂપિયા ઊભા કરવાના લક્ષ્ય છે. જોકે કયા ઉપક્રમોમાંથી આ વેચાણ થશે તે અંગે હજી સ્પષ્ટતા કરાઈ નથી. ડીપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (દીપમ)ના સેક્રેટરી અરુનિશ ચાવલાએ જણાવ્યું કે આ નાણાં વર્ષ દરમિયાન કુદરતી સ્રોત ક્ષેત્રમાંની એક સરકારી કંપની જાહેર ભરણું લાવશે. આ ભરણું કંપની કે તેની સબ્સિડિયરીમાંથી લાવવામાં આવશે. અગાઉના અહેવાલો મુજબ ઓએનજીસી તેની ઓએનજીસી ગ્રીન એનર્જી અને એનએચપીસી તેની એનએચપીસી રિન્યુએબલ એનર્જીનું લિસ્ટિંગ કરાવવા ઈચ્છે છે. માઈનોરિટી હિસ્સાના વેચાણ અને જાહેર…

Read More

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એચ1બી વિઝાની ફી વધારીને પ્રતિ કર્મચારી ૧,૦૦,૦૦૦ (આશરે રૂ.૮૩ લાખ) કરી છે. આ નિર્ણયથી ભારત કરતાં અમેરિકાને જ વધુ નુકસાન થશે એવી ચેતવણી આર્થિક થિંક ટેન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI) એ આપી છે. ભારતીય આઈટી કંપનીઓ પહેલાથી જ અમેરિકા ખાતે પોતાના ૫૦-૮૦% કર્મચારીઓ સ્થાનિક યુએસ નાગરિકોને જ નોકરી આપે છે, જે સંખ્યા આશરે ૧,૦૦,૦૦૦ સુધી પહોંચી જાય છે. તેથી, ફી વધારાથી સ્થાનિક રોજગારીમાં વધારો થવાની શક્યતા નથી. થિંક ટેન્ક મુજબ, અમેરિકામાં ૫ વર્ષનો અનુભવ ધરાવતા આઈટી મેનેજર ૧,૨૦,૦૦૦ ડોલર થી ૧,૫૦,૦૦૦ ડોલર કમાય છે, જ્યારે એચ1બી પર આવેલા લોકો ૪૦% ઓછી કમાણી કરે છે. ભારતમાં…

Read More

અમેરિકાના ઊંચા ટેરિફના કારણે દેશના અનેક ઉદ્યોગો પર નકારાત્મક અસર થઈ રહી છે, જેમાં કટ અને પોલિશ્ડ ડાયમન્ડસની નિકાસ પણ સામેલ છે. એક રેટિંગ એજન્સીના તાજેતરના અહેવાલ મુજબ વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન ભારતમાંથી કટ તથા પોલિશ્ડ ડાયમન્ડસની નિકાસમાં લગભગ ૧૭થી ૨૦ ટકા સુધી ઘટાડો થવાની શક્યતા છે. ટેરિફ વધતા ભારતીય ડાયમન્ડસની અમેરિકામાં કિંમત વધી ગઈ છે, જેનો બોજ અંતિમ ગ્રાહકો પર મૂકવામાં આવ્યો છે. ઊંચી કિંમતોને કારણે અમેરિકન બજારમાં ડાયમન્ડસની માંગ ધીમી પડી રહી છે. આથી ભારતની કટ તથા પોલિશ્ડ ડાયમન્ડસની નિકાસ ઘટીને આશરે ૧૧ અબજ ડોલર સુધી સીમિત રહેવાની ધારણા છે. અમેરિકા ભારતના કટ અને પોલિશ્ડ ડાયમન્ડસ માટે સૌથી…

Read More

આઠ વર્ષ સાથે રહ્યા પછી ૨૦૨૪ માં અભિનેત્રીએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ ઝહીર ઇકબાલ સાથે લગ્ન કર્યા હતા Mumbai, તા.૨૨ લગભગ આઠ વર્ષ સાથે રહ્યા પછી ૨૦૨૪ માં તેના લાંબા સમયના બોયફ્રેન્ડ ઝહીર ઇકબાલ સાથે લગ્ન કરનાર સોનાક્ષી સિંહા તેના ચાહકોને પહેલા કરતાં વધુ નજીકથી પોતાની દુનિયામાં જોવા આપી રહી છે. એક નિખાલસ વાતચીતમાં, અભિનેત્રીએ પ્રેમ, આંતરધાર્મિક લગ્ન, કૌટુંબિક સંબંધો અને તેની નવી ફિલ્મો વિશે વાત કરી.જ્યારે સોનાક્ષી સિંહાને પૂછવામાં આવ્યું કે શું ધર્મ ક્યારેય તેમના સંબંધોમાં અવરોધ આવ્યો છે, ત્યારે તેણે તરત જ આ ખ્યાલને ફગાવી દીધો. તેણીએ કહ્યું, “આપણે જે રીતે દંપતી તરીકે છીએ તેમાં તે નહીં આવે.…

Read More