- 11 નવેમ્બર નું પંચાંગ
- 11 નવેમ્બર નું રાશિફળ
- દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર બ્લાસ્ટ, 11 લોકોના મોત, ૩૦ ઘાયલ, બે શંકાસ્પદોની અટકાયત
- પીઢ એક્ટર Prem Chopra હૉસ્પિટલમાં દાખલ
- 11 નવેમ્બર, “રાષ્ટ્રીય શિક્ષણ દિવસ”
- જમીન ન હોય તો હવે ખેડૂતને કાળજી લેવાની જરૂર નથી, અપનાવો વર્ટિકલ ફાર્મિંગની નવી ટેક્નિક
- તંત્રી લેખ…ટ્રમ્પની જાહેરાત ભારત જેવી ઉભરતી શક્તિઓ માટે માથાનો દુખાવો છે
- શું બેંક ખાનગીકરણની પ્રક્રિયા ખરેખર શરૂ થઈ ગઈ છે?
Author: Business Editor - Nikhil Bhatt
અકલ્પનીય તેજી વચ્ચે ભારત સહિત વિશ્વભરમાં સોનાની માંગે નવો રેકોર્ડ બનાવ્યો છે. જુલાઈથી સપ્ટેમ્બર ૨૦૨૫ દરમ્યાન, સોનાના ઊંચા ભાવ હોવા છતાં ભારતીય ગ્રાહકો અને રોકાણકારોએ સોનામાં ભારે ખરીદી ચાલુ રાખી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ‘ગોલ્ડ ડિમાન્ડ ટ્રેન્ડ્સ રિપોર્ટ’ અનુસાર, આ ત્રિમાસિક ગાળામાં દેશમાં સોનાની કુલ માંગ રૂ. ૨,૦૩,૨૪૦ કરોડ સુધી પહોંચી છે, જે ગત વર્ષની તુલનામાં ૨૩% વધારે છે. જો કે વોલ્યુમના દ્રષ્ટિકોણે માંગમાં ૧૬%નો ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક સ્તરે સોનાની કુલ માંગ ૧૩૧૩ ટન સુધી વધી છે, જે વાર્ષિક ધોરણે ૩%નો ઉછાળો દર્શાવે છે. મૂલ્યના દ્રષ્ટિકોણે માંગ ૪૪% વધીને ૧૪૬ અબજ ડોલર થઈ છે. રોકાણકારોની મજબૂત ખરીદીને કારણે સોનાના…
છેલ્લા દસ વર્ષથી ઉભરતા બજારોમાં સૌથી વધુ વળતર આપનારા ભારતીય શેરબજારોની તેજી હવે ધીમી પડી રહી છે. જ્યારે ચાઈના અને તાઈવાન જેવા સાથી દેશો ફરી કમબેક કરી રહ્યા છે. માર્કેટ વિશ્લેષકોનું માનવું છે કે સ્થાનિક રોકાણકારોની મજબૂત હાજરી છતાં બજાર હાલમાં કોન્સોલિડેશનના તબક્કામાં પ્રવેશી રહ્યું છે. છેલ્લા ૧૨ મહિનામાં MSCI ચાઈના ઈન્ડેક્સ ૩૫% અને MSCI ઈમર્જિંગ માર્કેટ ઈન્ડેક્સ ૨૬% વધ્યા છે, જ્યારે MSCI ઈન્ડિયા ઈન્ડેક્સ ડોલર ધોરણે લગભગ સ્થિર રહ્યો છે. આ તુલનામાં ભારતનો દેખાવ સુસ્ત જણાઈ રહ્યો છે. ઓક્ટોબર ૨૦૨૦થી ઓક્ટોબર ૨૦૨૫ વચ્ચે ભારતીય ઈક્વિટીએ વાર્ષિક ધોરણે ૧૩.૭%નો વધારો નોંધાવ્યો હતો, જ્યારે સમકક્ષ MSCI ઈમર્જિંગ માર્કેટ ઈન્ડેક્સ માત્ર ૫%થી…
રશિયા પાસેથી ક્રુડ ઓઈલની ખરીદી પર અમેરિકા દ્વારા વધતા દબાણની અસર હવે સ્પષ્ટ થવા લાગી છે. મળતી માહિતી મુજબ રશિયાનું ક્રુડ ઓઈલ લઈને ભારત આવી રહેલો એક ટેન્કર બાલ્ટિક સીમાં અધવચ્ચે જ યુ-ટર્ન લઈને પાછો વળી ગયો છે. આ પગલું રશિયા સામેના અમેરિકી પ્રતિબંધોના પાલનરૂપ લેવામાં આવ્યું હોવાનું મનાય છે. રશિયાની સરકારી તેલ કંપની રોઝનેફટ, જેના પર અમેરિકાએ તાજેતરમાં પ્રતિબંધ મૂક્યા છે, તેનું જ ક્રુડ તેલ આ ટેન્કર મારફતે ભારત તરફ આવી રહ્યું હતું. આ સિવાય રશિયાની લુકઓઈલ પર પણ પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. ભારત તરફ આવતું આ જહાજ ગુજરાતના સિક્કા બંદર માટે નિર્ધારિત હતું, જેનો ઉપયોગ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ…
ભારતના ગોલ્ડ રિઝર્વના સંચાલનમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા મહત્વપૂર્ણ ફેરફાર નોંધાયો છે. અગાઉ મોટી માત્રામાં સોનું વિદેશી બેન્કોમાં જમા રાખવામાં આવતું હતું, પરંતુ હવે રિઝર્વ બેન્ક પાસે રહેલા કુલ ૮૮૦ ટન ગોલ્ડ રિઝર્વમાંથી આશરે ૬૫% એટલે કે ૫૭૬ ટન સોનું ઘરઆંગણે સંઘરવામાં આવ્યું છે. ચાર વર્ષ અગાઉ આ પ્રમાણ માત્ર ૩૦થી ૩૨% જેટલું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ, વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં વિદેશમાં પડેલા સોનામાંથી ૬૪ ટન સોનું સ્વદેશ પરત લાવવામાં આવ્યું છે. હાલ દેશના ગોલ્ડ રિઝર્વનું કુલ મૂલ્ય આશરે ૧૦૮ અબજ ડોલર જેટલું છે. રિઝર્વ બેન્ક પોતાના ગોલ્ડ રિઝર્વનો કેટલોક હિસ્સો બેન્ક ઓફ ઈંગલેન્ડ તથા બેન્ક…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૦.૧૦.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૯૯૭ સામે ૮૪૭૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૪૩૧૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૫૯૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૯૨ પોઈન્ટના ઘટાડા સાથે ૮૪૪૦૪ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૨૩૮ સામે ૨૬૧૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૬૦૧૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૮૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૯.૧૦.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૬૨૮ સામે ૮૪૬૬૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૪૬૩૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૬૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૬૮ પોઈન્ટના ઉછાળા સાથે ૮૪૯૯૭ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૦૯૦ સામે ૨૬૧૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૬૧૦૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૮ પોઈન્ટના…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૧૦.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૭૭૮ સામે ૮૪૬૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૪૨૧૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૬૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૫૦ પોઈન્ટના ઘટાડા સાથે ૮૪૬૨૮ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૧૬૮ સામે ૨૬૧૭૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૬૦૦૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૨૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૧૦.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૫૫૬ સામે ૮૪૬૬૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૩૯૫૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૪૪ પોઈન્ટના ઘટાડા સાથે ૮૪૨૧૧ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૯૭૬ સામે ૨૫૯૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૭૩૩ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૬૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૧૦.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૪૨૬ સામે ૮૫૧૫૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૪૪૪૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૪૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩૦ પોઈન્ટના ઉછાળા સાથે ૮૪૫૫૬ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૯૦૬ સામે ૨૬૧૬૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૯૪૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૦ પોઈન્ટના…
અમેરિકાના ઊંચા ટેરિફ બાદ ભારતીય નિકાસકારો હવે વૈશ્વિક સ્તરે નવા અને વિકલ્પરૂપ બજારો તરફ વળી રહ્યા છે. સરકારી આંકડા મુજબ, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ૨૪ દેશોમાં નિકાસમાં વધારો નોંધાયો છે. બજાર વૈવિધ્યીકરણની વ્યૂહરચના કાર્યરત હોવાનું આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે. નિકાસમાં વધારો નોંધાવનારા મુખ્ય દેશોમાં કોરિયા, યુએઈ, જર્મની, ટોગો, ઇજિપ્ત, વિયેતનામ, ઇરાક, મેક્સિકો, રશિયા, કેન્યા, નાઇજીરીયા, કેનેડા, પોલેન્ડ, શ્રીલંકા, ઓમાન, થાઇલેન્ડ, બાંગ્લાદેશ, બ્રાઝિલ, બેલ્જિયમ, ઇટાલી અને તાંઝાનિયાનો સમાવેશ થાય છે. એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૫-૨૬ દરમિયાન આ દેશોમાં કુલ નિકાસ ૧૨૯.૩ બિલિયન ડોલર સુધી પહોંચી, જે પાછલા વર્ષની તુલનાએ વૃદ્ધિ દર્શાવે છે. આ દેશો ભારતની કુલ નિકાસમાં આશરે ૫૯% હિસ્સો…
