- 11 નવેમ્બર નું પંચાંગ
- 11 નવેમ્બર નું રાશિફળ
- દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર બ્લાસ્ટ, 11 લોકોના મોત, ૩૦ ઘાયલ, બે શંકાસ્પદોની અટકાયત
- પીઢ એક્ટર Prem Chopra હૉસ્પિટલમાં દાખલ
- 11 નવેમ્બર, “રાષ્ટ્રીય શિક્ષણ દિવસ”
- જમીન ન હોય તો હવે ખેડૂતને કાળજી લેવાની જરૂર નથી, અપનાવો વર્ટિકલ ફાર્મિંગની નવી ટેક્નિક
- તંત્રી લેખ…ટ્રમ્પની જાહેરાત ભારત જેવી ઉભરતી શક્તિઓ માટે માથાનો દુખાવો છે
- શું બેંક ખાનગીકરણની પ્રક્રિયા ખરેખર શરૂ થઈ ગઈ છે?
Author: Business Editor - Nikhil Bhatt
દેશમાં રિટેલ ફુગાવાનો દર સપ્ટેમ્બર માસમાં ઘટીને માત્ર ૧.૫૪% રહ્યો છે, જે છેલ્લા આઠ વર્ષમાં સૌથી નીચલા સ્તરે પહોંચ્યો છે. ઓગસ્ટમાં ફુગાવાનો દર ૨.૦૭% હતો, જ્યારે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તે ૫.૪૯% નોંધાયો હતો. ચાલુ કેલેન્ડર વર્ષ ૨૦૨૫ દરમિયાન બીજી વાર છે કે ફુગાવો ૨%થી નીચે રહ્યો છે. જુલાઈમાં પણ તે ૧.૬% રહ્યો હતો. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, ખાદ્યચીજોના ભાવમાં ઘટાડો, ખાસ કરીને શાકભાજી અને કઠોળના ભાવ ઘટવાને કારણે કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) આધારિત રિટેલ ફુગાવો સપ્ટેમ્બરમાં નોંધપાત્ર રીતે નીચે આવ્યો છે. ખાદ્યચીજોના રિટેલ ફુગાવાનો દર માઈનસ ૨.૨૮% રહ્યો છે, જે પણ છેલ્લા આઠ વર્ષમાં સૌથી ઓછો…
આઈટી સેક્ટરની અગ્રણી કંપની એચસીએલ ટેક્નોલોજીના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો સ્થિર રહ્યાં છે. કંપનીનો નેટ પ્રોફિટ રૂ.૪૨૩૫ કરોડ રહ્યો છે, જે ગયા ક્વાર્ટર એટલે કે જૂન ક્વાર્ટરની તુલનામાં ૧૦.૨%નો વધારો દર્શાવે છે. હાંલકે, વર્ષ દરમિયાન સરખામણી કરીએ તો નફામાં મોટો ફેરફાર નોંધાયો નથી. કંપનીના બોર્ડે રોકાણકારોને ખુશ કરવા માટે શેરદીઠ રૂ.૧૨નું ઇન્ટરિમ ડિવિડન્ડ જાહેર કર્યું છે. આવકના દ્રષ્ટિકોણથી, એચસીએલ ટેક્નોલોજીઝનું કુલ રેવન્યૂ ૧૦.૬%ના ઉછાળા સાથે રૂ.૩૧૯૭૨ કરોડ થયું છે, જે ગત વર્ષે આ જ સમયગાળામાં રૂ.૨૮૮૬૨ કરોડ હતું. કંપનીએ ચાલુ નાણાકીય વર્ષ માટે આવક વૃદ્ધિનું માર્ગદર્શન ૩ થી ૫% વચ્ચે જાળવી રાખ્યું છે. સર્વિસીઝ બિઝનેસમાં સારા પરિણામો નોંધાતા કંપનીએ આ ક્ષેત્ર…
એલજી ઈલેક્ટ્રોનિક્સના આઈપીઓએ આજે શેરબજારમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. કંપનીનો શેર બીએસઈ પર રૂ.૧૧૪૦ની ઈશ્યૂ પ્રાઈસ સામે ૫૦.૪૪%ના પ્રીમિયમ સાથે રૂ.૧૭૧૫ના સ્તરે લિસ્ટેડ થયો હતો, જેના કારણે રોકાણકારોને શેરદીઠ રૂ.૫૭૫નો નફો થયો છે. માર્કેટ નિષ્ણાતોની અપેક્ષા ૩૨%ના પ્રીમિયમની હતી, પરંતુ એલજીએ તેના કરતાં પણ વધુ આકર્ષક લિસ્ટિંગ આપી રોકાણકારોને ખુશ કરી દીધા છે. લિસ્ટિંગ બાદ શેરે રૂ.૧૭૩૬.૪૦ની ટોચ હાંસલ કરી હતી, જ્યારે ૧૧.૩૦ વાગ્યે તે રૂ.૧૬૬૧ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. લગભગ બે દાયકાથી ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં અગ્રણી રહેલી એલજી ઈલેક્ટ્રોનિક્સે રૂ.૧૧૪૦ની ઈશ્યૂ પ્રાઈસ પર રૂ.૧૧,૬૦૭ કરોડનો આઈપીઓ યોજ્યો હતો, જેને માટે રોકાણકારોમાં જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. આ આઈપીઓએ કુલ ૪.૫…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૩.૧૦.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૫૦૦ સામે ૮૨૦૪૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૨૦૪૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૩૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૭૩ પોઈન્ટના ઘટાડા સાથે ૮૨૩૨૭ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૪૧૧ સામે ૨૫૩૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૨૩૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૧૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૧૦.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૧૭૨ સામે ૮૨૦૭૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૨૦૭૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૮૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૨૮ પોઈન્ટના ઉછાળા સાથે ૮૨૫૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૨૭૩ સામે ૨૫૨૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૨૫૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩૭ પોઈન્ટના…
ભારતમાં ગોલ્ડ ETF સ્કીમોમાં રોકાણકારોનો ઉત્સાહ સતત વધી રહ્યો છે. સપ્ટેમ્બર ૨૦૨૫માં ગોલ્ડ -લિંક્ડ ફંડ્સમાં રેકોર્ડ ૯૦૨ મિલિયન ડોલર, એટલે કે અંદાજે રૂ.૭૬૦૦ કરોડનો ઈન્ફલો નોંધાયો છે. ઓગસ્ટની સરખામણીએ આ વધારો આશરે ૨૮૫% રહ્યો છે. આ સાથે સતત ચોથા મહિને ઈન્ફલો વધારાનો ટ્રેન્ડ નોંધાયો છે, જે એશિયામાં અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે. સમગ્ર એશિયામાં ગોલ્ડ ETFમાં સપ્ટેમ્બર દરમિયાન ૨.૧ અબજ ડોલર (અંદાજે રૂ.૧૭૭૦૦ કરોડ)નું રોકાણ આવ્યું છે, જેમાં ભારત પ્રથમ ક્રમે રહ્યું છે. ચીનમાં ૬૨૨ મિલિયન ડોલર (રૂ.૫૨૦૦ કરોડ) અને જાપાનમાં ૪૧૫ મિલિયન ડોલર (રૂ.૩૫૦૦ કરોડ)ના ઈન્ફલો જોવા મળ્યા છે. વૈશ્વિક સ્તરે જર્મની ૮૧૧ મિલિયન ડોલર (રૂ.૬૮૦૦ કરોડ)ના ઈન્ફલો…
ભારતમાં ઇલેક્ટ્રિક વાહન (EV) બજાર તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા મુજબ, સપ્ટેમ્બર ૨૦૨૫માં ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનોનું વેચાણ બમણાથી વધુ વધીને ૧૫૩૨૯ યુનિટ થયું છે, જ્યારે ગયા વર્ષે આ આંકડો ૬,૧૯૧ યુનિટ હતો. ટાટા મોટર્સે ફરી એકવાર બજારમાં અગ્રણી સ્થાન જાળવી રાખ્યું છે. કંપનીએ સપ્ટેમ્બર માસમાં ૬૨૧૬ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ કર્યું, જે ગયા વર્ષની સરખામણીએ ૬૨% નો ઉછાળો દર્શાવે છે. તેનું કુલ EV વેચાણ (સ્થાનિક અને નિકાસ સહિત) ૯૬% વધીને ૯૧૯૧ યુનિટ થયું છે. વર્તમાન ક્વાર્ટરમાં ટાટાના ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ લગભગ ૨૫,૦૦૦ યુનિટ સુધી પહોંચી ગયું છે, જે…
વર્ષ ૨૦૨૫માં ભારતીય પ્રાઈમરી માર્કેટમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. આઈપીઓ મારફત ભંડોળ ઊભા કરવામાં ભારત વૈશ્વિક સ્તરે ચોથા ક્રમે પહોંચ્યું છે. ચાલુ વર્ષે ભારતીય કંપનીઓએ કુલ ૧૪.૨૦ અબજ ડોલર, એટલે કે અંદાજીત રૂ.૮૫,૨૪૦ કરોડ ઊભા કર્યા છે. રિસર્ચ રિપોર્ટ અનુસાર, અમેરિકાએ આઈપીઓ મારફતે ૫૨.૯૦ અબજ ડોલર ભંડોળ ઊભું કરી પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે હોંગકોંગ ૨૩.૪૦ અબજ ડોલર સાથે બીજા અને ચીન ૧૬.૨૦ અબજ ડોલર સાથે ત્રીજા ક્રમે રહ્યા છે. ભારતમાં અત્યાર સુધી આશરે ૭૪ કંપનીઓએ આઈપીઓ દ્વારા મૂડી ઊભી કરી છે. તાજેતરના કેટલાક મોટા જાહેર ભરણાં મળીને રૂ.૩૦,૦૦૦ કરોડ જેટલું ભંડોળ ઊભું કરવાના લક્ષ્યાંક સાથે આગળ વધી…
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વધારાની ટેરિફ નીતિએ ભારતીય અર્થતંત્ર સામે નવો પડકાર ઉભો કર્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે આ “ટેરિફ વોર” માત્ર નિકાસ ક્ષેત્ર માટે નહીં, પરંતુ બેંકો અને MSME સેક્ટર માટે પણ જોખમરૂપ બની શકે છે. સ્થાનિક રેટિંગ એજન્સી ક્રિસિલના તાજેતરના અહેવાલ અનુસાર ટ્રમ્પના ટેરિફ યુદ્ધના સીધા પ્રભાવથી નાના અને મધ્યમ ઉદ્યોગોની લોન ચૂકવણી ક્ષમતા પર દબાણ આવી શકે છે. ટેરિફ વધતા તેમની કમાણી અને નિકાસ બંને ઘટશે, જેના કારણે બેંકોની બાકી લોન (NPA) વધવાની આશંકા છે. અહેવાલ મુજબ, MSME ક્ષેત્રમાં NPA નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના અંત સુધીમાં ૩.૯% સુધી પહોંચી શકે છે, જ્યારે વર્ષ ૨૦૨૪-૨૫માં તે ૩.૫૯% હતી.…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૯.૧૦.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૭૭૩ સામે ૮૧૯૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૬૬૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૯૮ પોઈન્ટના ઉછાળા સાથે ૮૨૧૭૨ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૧૨૦ સામે ૨૫૧૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૧૨૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૬૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫૩ પોઈન્ટના…
