Author: Business Editor - Nikhil Bhatt

કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા ચોખ્ખા ઇક્વિટી રોકાણે રૂ.૪ લાખ કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ વર્ષે અત્યાર સુધીમાં સ્થાનિક ફંડ મેનેજરોએ કુલ રૂ.૪.૦૨ લાખ કરોડનું રોકાણ સ્થાનિક ઇક્વિટીમાં કર્યું છે. પાછલા વર્ષના રૂ.૪.૩ લાખ કરોડના રેકોર્ડ રોકાણ પછી, જો હાલની ગતિ જળવાઈ રહી તો ફંડ હાઉસો ૫ લાખ કરોડના સ્તર સુધી પહોંચી શકે છે. આ વર્ષ મ્યુચ્યુઅલ ફંડ્સ માટે ઇક્વિટી ખરીદીનું સતત પાંચમું વર્ષ છે. કોરોના બાદના મજબૂત વળતરો સાથે રોકાણકારોનો વિશ્વાસ યથાવત રહ્યો છે. ખાસ નોંધનીય એ છે કે સુસ્ત બજાર પરિસ્થિતિ અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) દ્વારા થયેલી વેચવાલી વચ્ચે પણ મ્યુચ્યુઅલ ફંડ્સનો રોકાણ પ્રવાહ…

Read More

વિશ્વ વેપાર સંગઠન (WTO) એ ૨૦૨૫ માટે વૈશ્વિક વેપાર વૃદ્ધિનો અંદાજ વધારીને ૨.૪% કર્યો છે, જે અગાઉના ૦.૯%ના અનુમાન કરતા નોંધપાત્ર સુધારો છે. સંગઠનના જણાવ્યા મુજબ, વર્ષના પ્રથમ છ મહિનામાં અપેક્ષા કરતા વધુ સારા પ્રદર્શનના આધારે આ સુધારેલો અંદાજ જાહેર કરવામાં આવ્યો છે. નિકાસ અને આયાતની સરેરાશથી માપવામાં આવેલી વૈશ્વિક માલ વેપાર વૃદ્ધિ વર્ષના પ્રથમ છ મહિનામાં ૪.૯% રહી હતી, જ્યારે ડોલર મૂલ્યના આધારે વૈશ્વિક વેપારનું કુલ મૂલ્ય ૬% વધ્યું હતું. ૨૦૨૪માં ૨%ની વૃદ્ધિ બાદ આ વધારો નોંધાયો છે. WTOએ એપ્રિલમાં વિશ્વ વેપાર વોલ્યુમમાં ૦.૨%ના ઘટાડાનો અંદાજ વ્યક્ત કર્યો હતો, જ્યારે અમેરિકા દ્વારા ટેરિફ યુદ્ધના સંકેતો સામે આવ્યા હતા. હવે…

Read More

શેરબજારમાં વધતી વોલેટિલિટીને કારણે નવા ડીમેટ ખાતા ખોલાવવાની ગતિ ધીમી પડી છે. ૨૦૨૫ના પ્રથમ નવ મહિનામાં નવા ડીમેટ ખાતાની સંખ્યામાં ૪૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. તાજેતરના આંકડા મુજબ, જાન્યુઆરીથી સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન કુલ ૨.૧૮ કરોડ નવા ડીમેટ ખાતા ખોલાયા છે, જ્યારે ગયા વર્ષે આ જ ગાળામાં ૩.૬૧ કરોડ ખાતા ખોલાયા હતા. આ રીતે, એક વર્ષમાં આશરે ૧.૪૦ કરોડ ખાતાઓનો ઘટાડો નોંધાયો છે. હાલ દેશમાં ડીમેટ ખાતાની કુલ સંખ્યા ૨૦.૭૦ કરોડ સુધી પહોંચી ગઈ છે, જે ૨૦૨૧માં ફક્ત ૬.૯૦ કરોડ હતી – એટલે કે છેલ્લા ચાર વર્ષમાં ત્રણગણો વધારો થયો છે. સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી એનએસડીએલ પાસે ૪.૧૯ કરોડ અને સીડીએસએલ…

Read More

જ્યારે જ્યારે વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ ક્રાઇસિસ, આર્થિક અનિશ્ચિતતાઓ સર્જાય છે, ત્યારે મોટાભાગના રોકાણકારો અને સેન્ટ્રલ બૅન્કો સેફહેવન તરફ ડાયવર્ટ થાય છે. વર્તમાન પડકારોના કારણે વૈશ્વિક સ્તરે શેરબજારમાં ભારે વોલેટિલિટી સાથે મોટા કડાકા નોંધાતા સોના-ચાંદીની માંગમાં વધારો જોવા મળ્યો છે. સોનું ૧,૨૫,૦૦૦ અને ચાંદી ૧,૫૦,૦૦૦ રૂપિયાને પાર…. આ બંનેના ભાવ ઘેર ઘેર ચર્ચાનો વિષય બન્યા છે. બજારોમાં ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફનો ડર ઝળુંબી રહ્યો છે ત્યારે બીજી તરફ સોના-ચાંદીમાં તેજીએ સૌને આકર્ષ્યા છે. દેશ આઝાદ થયાના ૭૭ વર્ષ થયા ત્યારે સોનાનો ભાવ તોલાનો ૧૦૩ રૂપિયા અને ચાર આના હતો જ્યારે ચાંદીનો ભાવ કિલોના ૧૬૩ રૂપિયા હતો. ત્યારે ડોલર સામે રૂપિયાના માંડ બે…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૮.૧૦.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૯૨૬ સામે ૮૧૮૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૬૪૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૬૧૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૫૩ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૭૭૩ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૨૨૫ સામે ૨૫૨૦૬ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૦૮૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૦૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…

Read More

વર્લ્ડ બેંકે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ભારતના જીડીપી વૃદ્ધિ દરનું અનુમાન ૬.૩%થી વધારી ૬.૫% કર્યું છે. અનુમાનમાં આ વધારો સ્થાનિક વપરાશમાં સુધારો, કૃષિ ક્ષેત્રમાં સકારાત્મક વૃદ્ધિ અને ગ્રામીણ રોજગારીમાં વધારાને કારણે થયો છે. વર્લ્ડ બેંકના જણાવ્યા મુજબ, ભારત આ વર્ષે વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બનશે. જો કે, આગામી નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે વૃદ્ધિનું અનુમાન ઘટાડવામાં આવ્યું છે. તેનું મુખ્ય કારણ અમેરિકાએ ભારતના કેટલાક ઉત્પાદનો પર લાગુ કરેલો ૫૦% ટેરિફ છે, જેનો નકારાત્મક પ્રભાવ આગામી વર્ષે જોવા મળી શકે છે. દક્ષિણ એશિયાના અન્ય દેશોમાં બાંગ્લાદેશ માટે ૪.૮%, ભૂટાન માટે હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં વિલંબને કારણે ૭.૩%, માલદીવ્સ માટે ૩.૯% અને શ્રીલંકા માટે…

Read More

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતીય કંપનીઓની કામગીરી સામાન્ય રહેવાની સંભાવના છે. નિફ્ટી કંપનીઓ માટે ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે આશરે ૬-૭% વધવાનો અંદાજ છે. ક્વાર્ટર દરમિયાન માંગનું વાતાવરણ ધીમું રહેતા અને ૨૨ સપ્ટેમ્બર સુધી ખર્ચ રોકી રાખવામાં આવતા ગ્રાહકલક્ષી કંપનીઓના પરિણામો સામાન્ય રહેવાની શક્યતા છે. ત્રિમાસિક ગાળામાં રૂપિયામાં ૩%થી વધુનો ઘટાડો નિકાસકારો માટે આકરો પુરવાર થયો છે. સાથે જ ભારે અને લાંબા ચોમાસાના કારણે પેઇન્ટ અને ફાસ્ટ–ફૂડ ક્ષેત્રના વેચાણ પર પણ અસર પડી હોવાનું મનાય છે. નાણાકીય વર્ષ ૨૦૨૬ના બીજા ક્વાર્ટરમાં તેલ-ગેસ, ધાતુઓ અને સિમેન્ટ જેવા ક્ષેત્રોમાં સુધારાની ધારણા છે, જ્યારે બેંકોના પરિણામો નબળા રહેવાની શક્યતા છે. ચોખ્ખા વ્યાજ માર્જિનમાં સંકોચન અને ટ્રેઝરી…

Read More

જુલાઈ – સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં ખાનગી બેંકોના બજાર મૂડીરોકાણમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે જાહેર ક્ષેત્રની બેંકોએ સારો દેખાવ કર્યો હતો. એસએન્ડપી ગ્લોબલ માર્કેટ ઇન્ટેલિજન્સના અહેવાલ અનુસાર, ખાનગી બેંકોના પ્રદર્શન પર વ્યવસાયિક અનિશ્ચિતતાઓ અને બજારની નબળી ભાવનાનો પ્રભાવ રહ્યો હતો. વિશ્લેષણ મુજબ એચડીએફસી બેંકના બજાર મૂડીકરણમાં ૪.૮% અને આઈસીઆઈસીઆઈ બેંકમાં ૬.૭% ઘટાડો નોંધાયો હતો. કોટક મહિન્દ્રા અને એક્સિસ બેંક સહિત અન્ય ખાનગી બેંકોમાં પણ ઘટાડાનો ઝોક રહ્યો હતો. તેની સામે, જાહેર ક્ષેત્રની બેંકોમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી. ઈન્ડિયન બેંકે બજાર મૂડીકરણમાં ૧૬.૭% નો ઉછાળો નોંધાવ્યો – જે ટોચની ૨૦ બેંકોમાં સૌથી વધુ હતો. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના બજાર મૂડીકરણમાં…

Read More

વર્તમાન વર્ષની નવરાત્રી દરમિયાન વાહનોના વેચાણે અત્યારસુધીનો સર્વકાલીન રેકોર્ડ બનાવ્યો છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (ફાડા)ના આંકડા મુજબ, નવરાત્રીના ગાળામાં વાહનોના વેચાણમાં ૩૪ ટકાનો જંગી વધારો નોંધાયો છે. તહેવાર દરમિયાન ૨૨ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર સુધી કુલ ૧૧.૫૦ લાખ વાહનો વેચાયા, જે ગયા વર્ષની ૮.૬૩ લાખની સરખામણીએ નોંધપાત્ર વધારો દર્શાવે છે. ફાડાના વાઈસ પ્રેસિડન્ટ સાઈ ગીરીધરે જણાવ્યું કે, જીએસટીમાં થયેલી કપાત અને તહેવારી માગના કારણે સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં વેચાણમાં ઉછાળો આવ્યો હતો. શરૂઆતના ત્રણ સપ્તાહમાં વેચાણ મંદ રહ્યું હતું, પરંતુ નવરાત્રીના આરંભ સાથે જ માંગમાં તેજી આવી હતી. સપ્ટેમ્બર મહિનાના કુલ આંકડા મુજબ, ઊતારૂ વાહનોના વેચાણમાં વર્ષાનુવર્ષ ૫.૮૦ ટકાનો વધારો…

Read More

આ વર્ષે રોકાણ પરતના મામલે પ્લેટિનમએ સોનું અને ચાંદી બંનેને પાછળ છોડી દીધા છે. જ્યાં સોનામાં આશરે ૫૧% અને ચાંદીમાં ૬૮% નો વધારો નોંધાયો છે, ત્યાં પ્લેટિનમના ભાવમાં અત્યાર સુધી આશરે ૮૦%નો ઉછાળો આવ્યો છે – જે છેલ્લા પાંચ દાયકામાં સૌથી મોટો વધારો ગણાય છે. જોકે પ્લેટિનમની કિંમત હજી પણ મે ૨૦૦૮ના તેના રેકોર્ડ ૨૨૫૦ ડોલર પ્રતિ ઔંસ સ્તરથી અંદાજીત ૨૮% નીચે છે, ૨૦૨૩ અને ૨૦૨૪ દરમિયાન થયેલા ઘટાડા બાદ આ વર્ષ પ્લેટિનમ માટે ઉત્તમ સાબિત થયું છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ તેજી પાછળનો મુખ્ય કારણ પુરવઠામાં તંગી અને ઉદ્યોગ તેમજ રોકાણ ક્ષેત્રમાં વધી રહેલી માંગ છે. પિનેટ્રી મેક્રોના સ્થાપક…

Read More