Author: Business Editor - Nikhil Bhatt

દેશના ઔદ્યોગિક ઉત્પાદન (IIP)માં ઓગસ્ટ મહિનામાં ૪ ટકા વૃદ્ધિ નોંધાઈ છે. માઈનિંગ સેક્ટરે સારો પ્રદર્શન કરવાથી કુલ વૃદ્ધિને ટેકો મળ્યો છે. જુલાઈ માટેનો આંકડો સુધારીને ૪.૩ ટકા જાહેર કર્યો છે, જે પહેલા ૩.૫ ટકા હતો. માઈનિંગ સેક્ટરમાં ૬% ઉત્પાદન વૃદ્ધિ નોંધાઈ, જ્યારે ગત વર્ષે આ જ ગાળામાં ૪.૩% ઘટાડો થયો હતો. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ૩.૮%નો ગ્રોથ રહ્યો, જે ગત વર્ષે ૧.૨% હતો. વીજ ઉત્પાદન ૪.૧% વધ્યું, જ્યારે ગત વર્ષે આ જ ગાળામાં ૩.૭% ઘટ્યું હતું. પ્રોડક્ટ લેવલે કોલસાનું ઉત્પાદન ૧૧.૪%, સ્ટીલ ૧૪.૨%, સિમેન્ટ ૬.૧% અને ફર્ટિલાઈઝર ૪.૬% વધ્યા હતા. જોકે ક્રૂડ ઓઈલમાં ૧.૨% અને નેચરલ ગેસમાં ૨.૨% ઘટાડો જોવા મળ્યો હતો.…

Read More

મૂડી’ઝ રેટિંગ્સે ભારતનું લાંબા ગાળાનું સ્થાનિક અને વિદેશી કરન્સી ઈશ્યૂઅર રેટિંગ ‘Baa3’ પર યથાવત્ રાખ્યું છે. સાથે જ “સ્થિર” આઉટલૂક પણ જાળવી રાખવામાં આવ્યો છે. એજન્સીએ જણાવ્યું કે ભારતીય અર્થતંત્રનું કદ મોટું છે, વૃદ્ધિ મજબૂત છે અને ફોરેક્સ રિઝર્વની સ્થિતિ સારી છે. મૂડી’ઝે વધુમાં કહ્યું કે ભારતનું ક્રેડિટ પ્રોફાઈલ મજબૂત છે, કેમ કે તેનો સ્થાનિક બજાર વિશાળ છે અને અનુકૂળ ડેમોગ્રાફિક્સને કારણે ગ્રોથની સંભાવનાઓ વધારે છે. ફિસ્કલ ડેફિસિટ નિયંત્રણમાં રાખવા માટે સ્થાનિક ફાઈનાન્સિંગ બેઝ સ્થિર છે. જોકે જીએસટીમાં ઘટાડાને કારણે આવક ઘટશે અને અમેરિકન ટેરિફ તથા વૈશ્વિક નીતિગત પગલાં મધ્યમથી લાંબા ગાળાની વૃદ્ધિ પર દબાણ કરી શકે છે. રેટિંગ એજન્સીએ…

Read More

પ્રથમ ત્રિમાસિકમાં ૭.૮% વૃદ્ધિ નોંધાયા છતાં, એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)એ તાજેતરના અહેવાલમાં જણાવ્યું છે કે ભારતનું અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ૬.૫%ના દરે વધવાની શક્યતા છે. અગાઉ ૭% વૃદ્ધિનો અંદાજ હતો, પરંતુ યુએસ દ્વારા ભારતીય નિકાસ પર લાગુ કરાયેલા ૫૦% ટેરિફને કારણે આ અનુમાન ઘટાડવામાં આવ્યું છે. ADBએ જણાવ્યું કે નિકાસમાં આવનારો ઘટાડો નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ અને નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ બંને વર્ષોમાં GDP વૃદ્ધિને અસર કરશે. ખાસ કરીને ચોખ્ખી નિકાસ અપેક્ષા કરતા ઓછી રહેશે. તે ઉપરાંત, તાજેતરમાં જ જાહેર કરાયેલા જીએસટી કાપને કારણે કર આવક ઘટશે અને ખર્ચનું સ્તર જળવાયું રહેતા રાજકોષીય ખાધ બજેટમાં દર્શાવાયેલા ૪.૪% કરતાં વધારે રહેવાની સંભાવના…

Read More

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ (RBI) મોનિટરી પોલિસીની તાજેતરની બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યા વગર તેને ૫.૫% પર જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે તહેવારોની સિઝન હોવા છતાં ઈએમઆઈમાં કોઈ રાહત મળવાની નથી. અગાઉ બજારમાં એવી અપેક્ષા હતી કે ફેસ્ટિવલ સિઝનમાં વ્યાજદરમાં ઘટાડો થઈ શકે છે. જોકે, આરબીઆઈએ મહત્ત્વપૂર્ણ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને દરો યથાવત્ રાખવાનો નિર્ણય લીધો છે. બેઠકમાં એમપીસીના તમામ છ સભ્યો આ નિર્ણય પર સહમત રહ્યા હતા. રેપો રેટ સાથે જ એસડીએફ રેટ ૫.૨૫% અને એમએસએફ રેટ ૫.૭૫% પર યથાવત્ રાખવામાં આવ્યા છે. આ સાથે આરબીઆઈએ ભારતીય અર્થતંત્ર માટે જીડીપી વૃદ્ધિનું અનુમાન વધારીને ૬.૮%…

Read More

રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયા (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની ત્રણ દિવસીય બેઠક ગઈકાલથી શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં રેપો રેટ સહિતના મહત્વપૂર્ણ નાણાકીય મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવશે, જેની જાહેરાત ૧ ઑક્ટોબરે થશે. હાલ રેપો રેટ ૫.૫૦% છે, જેને આરબીઆઇએ છેલ્લા કેટલાક મહિનાથી યથાવત્ રાખ્યો છે. આ વખતે નિષ્ણાતોમાં મતભેદ છે. કેટલાક માને છે કે અમેરિકા ટેરિફ અને મોંઘવારીના નીચા દરને ધ્યાનમાં રાખતાં આરબીઆઇ રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરે. જ્યારે બીજાઓનું માનવું છે કે વ્યાજદરમાં ઘટાડો કરીને માગ અને વપરાશને વધુ પ્રોત્સાહન આપી શકાય છે. આ વર્ષે આરબીઆઇ અત્યારસુધી કુલ ૧%નો ઘટાડો કરી ચૂક્યું છે. ફુગાવામાં ઘટાડો અને…

Read More

ભારત અને યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (EFTA) વચ્ચેનો વેપાર કરાર આખરે ૧ ઓક્ટોબરથી અમલમાં આવશે. લગભગ દોઢ વર્ષથી ચાલી રહેલી પ્રક્રિયાગત વિલંબ બાદ આ કરાર અમલમાં આવી રહ્યો છે. ભારત અને EFTA દેશો વચ્ચે ૧૦ માર્ચ, ૨૦૨૪ના રોજ આ કરાર પર હસ્તાક્ષર થયા હતા. EFTA બ્લોકમાં આઇસલેન્ડ, સ્વિટ્ઝર્લૅન્ડ, નોર્વે અને લિક્ટેંસ્ટેઇનનો સમાવેશ થાય છે. આ કરારને “વેપાર અને આર્થિક ભાગીદારી કરાર” નામ આપવામાં આવ્યું છે, જે ભારતના કોઈપણ યુરોપિયન દેશ અથવા બ્લોક સાથેનો પ્રથમ અમલમાં મુકાયેલો વેપાર કરાર છે. આ કરાર હેઠળ ભારતે EFTA દેશોના લગભગ ૮૦થી ૮૫% માલ પર ટેરિફ ઘટાડવાનો નિર્ણય કર્યો છે. બદલામાં, ભારતને આ દેશોમાંથી ૯૯%…

Read More

મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં રોકાણકારો માટે રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. વધતી સ્પર્ધાને કારણે હવે સ્કીમમાંથી બહાર નીકળવા માટે લેવામાં આવતી એક્ઝિટ લોડમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. એક્ઝિટ લોડ એટલે ચોક્કસ સમય પહેલાં રોકાણ ઉપાડવા કે આંશિક ઉપાડ કરવા બદલ લેવામાં આવતી ફી, જે ઉપાડની કુલ રકમ પર લાગુ પડે છે. તાજેતરમાં ટાટા મ્યુચ્યુઅલ ફંડે તેની ઇક્વિટી અને હાઇબ્રિડ સ્કીમ્સ માટે ૦.૫ ટકા એકસરખો એક્ઝિટ લોડ નક્કી કર્યો છે, જે ૩૦ દિવસની અંદર ઉપાડ કરવા પર પણ લાગુ પડે છે. ત્યારબાદ SBI મ્યુચ્યુઅલ ફંડે પણ સપ્ટેમ્બર મહિનામાં સમાન ઘટાડો કર્યો છે. અગાઉ મોટાભાગની ઇક્વિટી સ્કીમ્સમાં એક વર્ષની અંદર ઉપાડ…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૯.૦૯.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૪૨૬ સામે ૮૦૫૮૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૨૪૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૬૦૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૧ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૩૬૪ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૬૮૯ સામે ૨૪૭૫૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૬૪૬ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૯૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…

Read More

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ છેલ્લા ૧૧ વર્ષમાં પહેલીવાર ડોલરની ખરીદી નથી કરી. ફેબ્રુઆરી ૨૦૧૪ પછી પહેલીવાર જુલાઈ ૨૦૨૫માં આરબીઆઈએ ફોરેક્સ સ્પોટ માર્કેટમાંથી એક પણ ડોલર ખરીદ્યો નહોતો. તેના બદલે, રૂપિયામાં ભારે દબાણ વચ્ચે કરન્સીને સ્થિર રાખવા માટે ૨.૫૪ અબજ ડોલર વેચ્યા હતા. રૂપિયાના દબાણને કારણે આરબીઆઈએ ખરીદી નહીં પરંતુ વેચાણનું પગલું ભર્યું. આ કારણે ભારતનું વિદેશી મુદ્રા ભંડાર ૪ જુલાઈએ ૬૯૯.૭૩ અબજ ડોલરથી ઘટીને ૧ ઓગસ્ટે ૬૮૮.૮૭ અબજ ડોલર થયું. જુલાઈ માસમાં રૂપિયો ૨.૨૩% ઘટ્યો, જે ૨૦૨૫નું સૌથી મોટું માસિક ઘટાડું હતું. વર્ષના પ્રારંભથી અત્યાર સુધી રૂપિયો ડોલર સામે ૩.૪૮% ઘટ્યો છે, જે છેલ્લા બે નાણાકીય વર્ષ પછીનો સૌથી મોટો…

Read More

નાના અને મધ્યમ ઉદ્યોગો (SME) ના આઈપીઓમાં લિસ્ટિંગ ગેઈનનો ઉત્સાહ ધીમે ધીમે ઓસરતો જોવા મળી રહ્યો છે. આ વર્ષે એસએમઈ પ્લેટફોર્મ પર રૂ.૮૧૯૨ કરોડ એકત્ર કરનાર ૧૬૫ કંપનીઓમાંથી, લિસ્ટિંગના દિવસે ૬૧ કંપનીઓ (૩૭%)ના શેર તેમના ઇશ્યૂ ભાવથી નીચે બંધ થયા. તેની સામે, ૨૦૨૪માં ૨૨૭ કંપનીઓમાંથી ફક્ત ૨૧ (૯%) જ કંપનીઓએ પહેલો દિવસ માઈનસમાં પૂરો કર્યો હતો. આ વર્ષે ફક્ત નવ કંપનીઓના શેર બમણા થયા છે, જ્યારે ગયા વર્ષે ૬૯ કંપનીઓએ ઉછાળો આપ્યો હતો. ૨૦૨૪માં વિન્સોલ એન્જિનિયર્સે ૪૧૧%નો ચોંકાવનારો ઉછાળો આપ્યો હતો, જ્યારે અનેક કંપનીઓએ ૩૦૦%થી વધુ ગેઈન આપ્યો હતો. વિશ્લેષકો માને છે કે જુલાઈ ૨૦૨૪માં લાદવામાં આવેલી લિસ્ટિંગ કેપ (૯૦%…

Read More