- 11 નવેમ્બર નું પંચાંગ
- 11 નવેમ્બર નું રાશિફળ
- દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર બ્લાસ્ટ, 11 લોકોના મોત, ૩૦ ઘાયલ, બે શંકાસ્પદોની અટકાયત
- પીઢ એક્ટર Prem Chopra હૉસ્પિટલમાં દાખલ
- 11 નવેમ્બર, “રાષ્ટ્રીય શિક્ષણ દિવસ”
- જમીન ન હોય તો હવે ખેડૂતને કાળજી લેવાની જરૂર નથી, અપનાવો વર્ટિકલ ફાર્મિંગની નવી ટેક્નિક
- તંત્રી લેખ…ટ્રમ્પની જાહેરાત ભારત જેવી ઉભરતી શક્તિઓ માટે માથાનો દુખાવો છે
- શું બેંક ખાનગીકરણની પ્રક્રિયા ખરેખર શરૂ થઈ ગઈ છે?
Author: Business Editor - Nikhil Bhatt
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૬.૦૯.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૧૫૯ સામે ૮૦૯૫૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૩૩૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૩૩ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૪૨૬ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૯૬૭ સામે ૨૪૯૨૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૬૬૩ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૬૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ૧ ઓક્ટોબરથી ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ પર ૧૦૦% ટેરિફ લગાવવાની ઘોષણાના પગલે આજે ભારતીય શેરબજારમાં ૪૫૦ પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. ખાસ કરીને નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ પર દબાણ વધતા તેમાં ૨% કરતા વધુ ઘટાડો નોંધાયો હતો. લુપિન, સન ફાર્મા, ગ્લેનમાર્ક અને સિપ્લા સહિતના મોટાભાગના શેરોમાં નોંધપાત્ર વેચવાલી જોવા મળી રહી છે. બીએસઈ સેન્સેક્સ ગઈકાલના બંધ ૮૧,૧૫૯ સામે આજે સવારે ૨૦૦ પોઈન્ટથી વધુ ઘટીને ૮૦,૯૫૬ પર ખુલ્યો અને હાલ ૪૦૦થી વધુ પોઈન્ટ નીચે છે. નિફ્ટી ૫૦ પણ ૨૪,૮૯૦ સામે ૭૨ પોઈન્ટ ઘટીને ૨૪,૮૧૮.૫૫ પર ખુલ્યો હતો અને હાલમાં લગભગ ૧૨૯ પોઈન્ટ નીચે છે. ગઈકાલે પણ બજારમાં ભારે…
લિસ્ટેડ કંપનીઓએ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં મ્યુચ્યુઅલ ફંડમાં રૂ. ૩.૮ લાખ કરોડનું રોકાણ કર્યું છે, જે ૧૯૯૦-૯૧ પછીનો સૌથી મોટો આંકડો છે. અગાઉ આ રોકાણ ૨૦૨૦-૨૧માં રૂ. ૩.૬ લાખ કરોડની ટોચે હતું. બજારમાં અનિશ્ચિતતા, મર્યાદિત વૃદ્ધિના અવસર અને બેંક ડિપોઝિટ પર ઓછા વ્યાજ દરો આ વૃદ્ધિના મુખ્ય પરિબળો માનવામાં આવે છે. જાણકારોના જણાવ્યા મુજબ, હાલ બિન-નાણાકીય કંપનીઓ પાસે રૂ. ૭.૪ લાખ કરોડનું રોકડ બેલેન્સ છે, જે કોરોના પહેલા જોવા મળેલા રૂ. ૩.૪ લાખ કરોડ કરતા બમણાથી પણ વધુ છે. હાલની ઉત્પાદન ક્ષમતા પૂરતી વપરાઈ રહી નથી, તેથી કંપનીઓ નવી ક્ષમતામાં રોકાણ કરતાં બદલે ફંડને મ્યુચ્યુઅલ ફંડમાં મૂકી રહી છે. નાણાકીય વર્ષ…
ભારતના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર યુનિક રોકાણકારોની સંખ્યા ૨૩ સપ્ટેમ્બરે ૧૨ કરોડથી વધુ થઈ ગઈ છે. માત્ર છેલ્લા આઠ મહિનામાં જ એક કરોડ નવા રોકાણકારો જોડાયા છે. NSEએ જણાવ્યું હતું કે આજે દર ચાર પૈકી એક રોકાણકાર મહિલા છે. ગયા જાન્યુઆરીમાં NSE પર રોકાણકારોની સંખ્યા ૧૧ કરોડને પાર થઈ હતી, જ્યારે હાલ (૨૩ સપ્ટેમ્બર) રજિસ્ટર્ડ રોકાણકારોની કુલ સંખ્યા ૨૩.૫ કરોડ થઈ ગઈ છે. કારણ કે એક રોકાણકાર એકથી વધુ ટ્રેડિંગ મેમ્બર્સ સાથે ખાતું ખોલાવી શકે છે, એથી યુનિક રોકાણકારોની સંખ્યા અલગ ગણવામાં આવે છે. રિપોર્ટ મુજબ, NSEના ૧૨ કરોડ યુનિક રોકાણકારોની સરેરાશ ઉંમર ૩૩ વર્ષ…
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ (RBI) તેના સપ્ટેમ્બર બુલેટિનમાં જણાવ્યું છે કે દેશમાં યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI)ના વ્યાપક વપરાશને કારણે લોકોને પોતાના હાથમાં રોકડ રાખવાની જરૂરિયાત ઘટી રહી છે. UPI કેશના વિકલ્પ તરીકે ઊભર્યું છે અને પેમેન્ટ સિસ્ટમમાં મોટો ફેરફાર લાવ્યું છે. ૨૦૧૬માં લોન્ચ થયેલું UPI, આજે દેશની પેમેન્ટ ક્રાંતિનું મુખ્ય સાધન બની ગયું છે. ૨૦૧૭માં ફક્ત ૩ કરોડ વપરાશકારો હતાં, જ્યારે ૨૦૨૪ના અંતે આ આંકડો વધીને ૪૨ કરોડ સુધી પહોંચ્યો છે. હવે દર વર્ષે UPI મારફત ૨૦૦ અબજથી વધુ વ્યવહારો થઈ રહ્યા છે, જે સમગ્ર ડિજિટલ પેમેન્ટ્સના લગભગ ૮૦% જેટલા છે. માત્ર વોલ્યુમ જ નહીં, પરંતુ ટ્રાન્ઝેક્શનની કિંમત પણ પ્રચંડ…
અમેરિકા દ્વારા એચ૧બી વિઝા ફીમાં કરાયેલા તાજેતરના વધારાના પરિણામે ભારતમાં ડોલરના પ્રવાહમાં ઘટાડો થવાની શક્યતા છે. અંદાજ મુજબ આ પગલાં ભારતના સેવા ક્ષેત્રને ફટકો પહોંચાડશે અને ઈનવર્ડ રેમિટેન્સ ઘટશે, જેના કારણે રૂપિયા પર દબાણ આવશે. હાલમાં ભારતમાં આવતા રેમિટેન્સમાં લગભગ ૨૮% ફલો અમેરિકા ખાતેથી થાય છે, જે અંદાજે ૩૫ અબજ ડોલર બરાબર છે. પરંતુ ઊંચી વિઝા ફીને કારણે અમેરિકામાં એચ૧બી વિઝાધારક ભારતીયોની સંખ્યા ઘટશે અને તેની અસર રૂપે વાર્ષિક રેમિટેન્સમાં ૪૦ કરોડ ડોલર સુધીનો ફટકો પડી શકે છે. હાલમાં રૂપિયો પ્રતિ ડોલર ૮૮.૩૧ના સ્તરે નબળાઈ દર્શાવી રહ્યો છે. ડોલરના પ્રવાહમાં ઘટાડો થવાથી તે પર વધુ દબાણ આવી શકે છે. ભારતની…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૫.૦૯.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૭૧૫ સામે ૮૧૫૭૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૦૯૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૪૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૫૫ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૧૫૯ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૧૧૧ સામે ૨૫૧૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૯૫૪ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૭૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…
ભારતીય રિઝર્વ બેંકે પોતાના સપ્ટેમ્બર માસના બુલેટિનમાં જણાવ્યું છે કે ઐતિહાસિક જીએસટી સુધારાઓ આવતા સમયમાં દેશની અર્થવ્યવસ્થાને લાંબા ગાળે સકારાત્મક અસર કરશે. આ સુધારાઓ Ease of Doing Businessને પ્રોત્સાહન આપશે, ભાવમાં ઘટાડો વપરાશ વૃદ્ધિને મજબૂત બનાવશે. ૩ સપ્ટેમ્બરે યોજાયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયો મોટા સુધારા સાબિત થશે. નવા ફ્રેમવર્ક દ્વારા સામાન્ય માણસની જરૂરિયાતો અને પ્રશાસનની સુગમતા વચ્ચે સંતુલન સાધવામાં આવ્યું છે. હવે મોટાભાગની આવશ્યક ચીજવસ્તુઓ પર શૂન્ય અથવા ૫% જીએસટી લાગુ કરવામાં આવ્યું છે. અહેવાલ મુજબ, માત્ર દરોમાં સરળતા જ નહીં પરંતુ ડ્યૂટી માળખાની સમસ્યાઓનો ઉકેલ પણ લાવવામાં આવ્યો છે. નોંધણી અને રિટર્ન ફાઈલિંગ વધુ સરળ બનાવાયા છે,…
એચએસબીસીએ ભારતીય ઈક્વિટીસ માટેનો દ્રષ્ટિકોણ ન્યુટ્રલમાંથી ઓવરવેઈટમાં બદલી દીધો છે અને અંદાજ વ્યક્ત કર્યો છે કે આગામી સવા વર્ષમાં સેન્સેક્સ ૯૬,૦૦૦ની સપાટીએ પહોંચી શકે છે. હાલના સ્તરથી સેન્સેક્સમાં અંદાજે ૧૩%થી વધુ ઉછાળો આવી શકે છે. રિપોર્ટ મુજબ, સરકારની સકારાત્મક પહેલો, ઘરેલુ રોકાણકારોની મજબૂત હાજરી અને બજારના ઊંચા મૂલ્યાંકન વચ્ચે ભારત માટે સ્થિતિ અનુકૂળ છે. એશિયાના અન્ય દેશોની સરખામણીમાં ભારતીય ઈક્વિટીસ વધુ સ્થિર દેખાઈ રહી છે. ખાસ કરીને તાઈવાન અને કોરિયાની તુલનાએ ભારત મજબૂત સ્થિતિમાં છે. વિદેશી રોકાણકારોના પલાયન છતાં ઘરેલું સંસ્થાકીય રોકાણકારો બજારમાં સતત ખરીદી કરી રહ્યા છે, જેના કારણે બજારને આવશ્યક ટેકો મળી રહ્યો છે. ૨૦૨૫માં ઘરેલુ સંસ્થાઓ દ્વારા…
ભારતીય શેરબજારમાં કોરોના પછી જોવા મળેલી તેજી છેલ્લા ૧૨ મહિનામાં ધીમા નફા અને વધતા વૈશ્વિક વેપાર તણાવ વચ્ચે અટકી ગઈ છે. મુખ્ય સૂચકાંકો પોતાની અગાઉની ટોચથી અંદાજે ૫% નીચે છે, જ્યારે વ્યક્તિગત શેરોમાં નોંધપાત્ર નબળાઈ જોવા મળી રહી છે. BSE ૫૦૦ ઈન્ડેક્સમાં સામેલ ૩૦૦થી વધારે શેરો હાલમાં પોતાના સર્વોચ્ચ સ્તરથી ૨૦% કે તેથી વધુ નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે. આ સ્થિતિ દર્શાવે છે કે ગયા એક વર્ષમાં કમાણીમાં મજબૂત વૃદ્ધિ ન મળતા ઊંચા ભાવને ટેકો આપવા રોકાણકારો સંકોચાઈ રહ્યા છે. કોરોના બાદ સરકારે જાહેર મૂડી ખર્ચમાં વધારો કરીને માળખાગત સુવિધા અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપ્યું હતું. ગ્રાહકોએ પણ સંગ્રહિત…
