Author: Business Editor - Nikhil Bhatt

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૦૯.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૧૦૨ સામે ૮૧૯૧૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૬૦૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૪૩૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૮૬ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૭૧૫ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૨૫૫ સામે ૨૫૨૦૬ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૦૭૮ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૨૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…

Read More

અમેરિકા દ્વારા H-1B વિઝા ફીમાં કરાયેલા વધારાને કારણે ભારતને ડોલરના સ્વરૂપમાં આવતી રેમિટેન્સમાં ઘટાડો થવાની શક્યતા છે, જે રૂપિયાના મૂલ્ય પર દબાણ લાવી શકે છે. અમેરિકા દ્વારા ભારતના માલસામાન અને સેવાઓ પર ૫૦% ટેરિફ લાગુ કરાયા બાદ સપ્ટેમ્બર મહિનામાં દેશની વેપાર પ્રવૃત્તિ પર તેનો સીધો પ્રભાવ જોવા મળ્યો છે. પ્રાથમિક અંદાજ મુજબ, ઓગસ્ટની સરખામણીએ ઉત્પાદન અને સેવા ક્ષેત્રની વૃદ્ધિ ધીમી પડી છે. ભારતનો સંયુકત પીએમઆઈ (પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ) ઓગસ્ટમાં ૬૩.૨૦ હતો, જે સપ્ટેમ્બરમાં ઘટીને ૬૧.૯૦ રહ્યો છે. જોકે આ આંકડો હજી પણ છેલ્લા બે વર્ષમાં બીજો સૌથી ઊંચો છે અને ૫૦થી ઉપર હોવાને કારણે વિસ્તાર દર્શાવે છે. ઉદ્યોગોમાં નવા ઓર્ડર…

Read More

દેશની અગ્રણી ઈન્ફોર્મેશન ટેકનોલોજી કંપનીઓ હવે H-1B વિઝા પરની પોતાની નિર્ભરતામાં ઘટાડો કરવાની દિશામાં આગળ વધી રહી છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, આ કંપનીઓએ અમેરિકા સ્થિત ક્લાયન્ટ્સને ભારતમાં જ બેસીને સેવાઓ પૂરી પાડવાની તૈયારી દર્શાવી છે અને આ અંગે સરકાર સમક્ષ સ્પષ્ટતા પણ કરી છે. હાલમાં જ કેટલીક આઈટી કંપનીઓના સંચાલકોએ સરકારી અધિકારીઓ સાથે બેઠક કરી હતી, જેમાં તેઓએ કામ પાછું ભારતમાં લાવવાની યોજના પર ભાર મૂક્યો હતો. અમેરિકાએ H-1B વિઝાની ફી એક લાખ ડોલર સુધી વધારતા, જેનો સૌથી વધુ અસર ભારતીય વ્યાવસાયિકો પર પડે છે, આઈટી ક્ષેત્ર માટે નવી પડકારજનક પરિસ્થિતિ ઊભી થઈ છે. નોંધનીય છે કે અમેરિકાના આ…

Read More

એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે વર્તમાન નાણાં વર્ષ ૨૦૨૫-૨૬ માટે ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ ૬.૫% પર જાળવી રાખ્યો છે. એજન્સીએ જણાવ્યું કે મજબૂત ઘરઆંગણે માગ, સરકારી અને ખાનગી ઈન્વેસ્ટમેન્ટમાં વૃદ્ધિ અને ટેક્સ રિફોર્મ્સ દેશની અર્થવ્યવસ્થાને મજબૂત આધાર પૂરો પાડી રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે સારો ચોમાસો, આવકવેરા પર રાહત, જીએસટીમાં ઘટાડો અને સરકારી ખર્ચમાં ઝડપથી માગમાં તેજી જળવાઈ રહેશે. સાથે સાથે ફુગાવાના આઉટલુકમાં પણ સુધારો નોંધાયો છે. ખાદ્ય પદાર્થોના ભાવ અપેક્ષા કરતાં વધુ ઘટતા વર્તમાન નાણાં વર્ષ માટે મોંઘવારીનો અંદાજ ઘટાડી ૩.૨% રાખવામાં આવ્યો છે. નીચા ફુગાવાના પરિપ્રેક્ષ્યમાં, રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા આગામી મોનેટરી પોલિસી બેઠક 29 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર…

Read More

જીએસટીમાં ઘટાડાનો અમલ ૨૨ સપ્ટેમ્બર, સોમવારથી (નવરાત્રીના પ્રથમ દિવસે) શરૂ થતા જ દેશના ઓટો સેક્ટરે ઐતિહાસિક વેચાણ નોંધાવ્યું. મારુતિ સુઝુકી, હ્યુન્ડઈ મોટર અને ટાટા મોટર્સે પોતાના ઈતિહાસમાં સૌથી શ્રેષ્ઠ એકદિવસીય વેચાણ દર્શાવ્યું છે. મારુતિ સુઝુકીએ માત્ર એક જ દિવસે ૩૦,૦૦૦ કારની ડિલીવરી કરી અને ૮૦,૦૦૦થી વધુ ઈન્ક્વાયરી પ્રાપ્ત કરી. કંપનીએ જણાવ્યું કે છેલ્લા ૩૫ વર્ષમાં ગ્રાહકો તરફથી એવો પ્રતિસાદ ક્યારેય મળ્યો નહોતો. હ્યુન્ડઈ મોટર ઈન્ડિયાએ પણ નવરાત્રીના પ્રથમ દિવસે ૧૧,૦૦૦ ડીલર બિલિંગ કર્યા, જે છેલ્લા ૫ વર્ષનો રેકોર્ડ છે. ટાટા મોટર્સે પણ લગભગ ૧૦,૦૦૦ કારની ડિલીવરી સાથે પોતાના ઈતિહાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને ૨૫,૦૦૦થી વધુ ગ્રાહક પૂછપરછ નોંધાવી. જીએસટી માળખામાં…

Read More

એસબીઆઈના સ્ટડી અનુસાર, રિઝર્વ બેન્ક પોતાની આગામી મોનિટરી પોલિસી મીટિંગ (૨૯ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર) દરમિયાન રેપો રેટમાં ૦.૨૫% ઘટાડો કરી શકે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. કારણ કે રિટેલ ફુગાવો હાલના વર્ષ ઉપરાંત આવતા વર્ષે પણ નીચા સ્તરે જ રહેવાની ધારણા છે. ગત ફેબ્રુઆરીથી આરબીઆઈ અત્યાર સુધીમાં કુલ ૧૦૦ બેસિસ પોઈન્ટનો વ્યાજદર ઘટાડો કરી ચૂક્યું છે. જો કે ઓગસ્ટની મીટિંગમાં તેણે રેપો રેટ સ્થિર રાખ્યો હતો. હવે એસબીઆઈના ઈકોનોમિક રિસર્ચ વિભાગના અહેવાલ મુજબ, જૂન પછીથી દર ઘટાડવાની સંભાવના વધતી દેખાઈ રહી છે. અહેવાલમાં જણાવાયું છે કે સપ્ટેમ્બરમાં વ્યાજદર ન ઘટાડવા માટે કોઈ મજબૂત કારણ દેખાતું નથી, કારણ કે ફુગાવાનો દર…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૦૯.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૧૫૯ સામે ૮૨૧૪૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૭૭૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૫૯૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૭ પોઈન્ટના ઘટાડા સાથે ૮૨૧૦૨ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૨૭૭ સામે ૨૫૨૭૭ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૧૫૮ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…

Read More

ફિનટેક કંપનીઓ હવે ગ્રાહકોને નવી તક આપી રહી છે – મ્યુચ્યુઅલ ફંડ્સ સામે લોનની. હવે રોકાણકારો પોતાના મ્યુચ્યુઅલ ફંડ્સને કોલેટરલ તરીકે ગીરવે મૂકી તાત્કાલિક લોન મેળવી શકે છે, તે પણ તેમના એસઆઈપી (સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) ચાલુ રાખીને. ગયા કેટલાક વર્ષોમાં ટેકનોલોજીના વિકાસને કારણે આ પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ બની ગઈ છે. કંપનીઓએ પોતાનું ટેકનોલોજીકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવીને લોનની મંજૂરીથી લઈને રકમના વિતરણ સુધીનો સમય એક મિનિટ કરતા પણ ઓછો કર્યો છે. ગોલ્ડ અથવા હોમ લોન જેવી પરંપરાગત લોનમાં સંપત્તિનું ફિઝિકલ વેરીફિકેશન જરૂરી હોય છે, પરંતુ લોન-એગેન્સ્ટ-ફંડમાં એ જરૂર નથી. અહીં સમગ્ર પ્રક્રિયા ડિજિટલ રીતે થાય છે – લોન અંડરરાઇટિંગથી લઈને ચુકવણી સુધી.…

Read More

વર્તમાન નાણાં વર્ષમાં ખાનગી કંપનીઓ મૂડી ખર્ચ વધારવામાં થોડું પાછળ પડી રહી છે. વૈશ્વિક વેપારમાં ચાલી રહેલી અનિશ્ચિતતાઓને કારણે મોટાભાગની કંપનીઓ ‘થોભો અને રાહ જુવો’ નીતિ અપનાવી રહી છે. આ કારણે નવી પ્રોજેક્ટ્સ શરૂ કરવા કે ક્ષમતા વધારવા માટે મોટી જાહેરાતો જોવા મળી રહી નથી. રેટિંગ એજન્સી એસએન્ડપી ગ્લોબલના એક રિપોર્ટ મુજબ, હાલ ખાનગી રોકાણનો વૃદ્ધિ દર જીડીપી કરતાં નબળો છે અને કંપનીઓ બેન્કમાંથી નવું લોન લેવાને બદલે પોતાના આંતરિક ભંડોળ પર વધુ આધાર રાખી રહી છે. વર્તમાન નાણાં વર્ષમાં બેન્કિંગ ધિરાણ વૃદ્ધિ આશરે ૧૨ થી ૧૩ ટકા જ રહેવાની ધારણા છે. તેમ છતાં, લાંબા ગાળે સ્થિતિ હકારાત્મક દેખાઈ રહી…

Read More

વિશ્વ સ્તરે ભારતના અર્થતંત્ર પર વિશ્વાસ વધી રહ્યો છે. જાપાનની રેટિંગ એજન્સી **રેટિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફોર્મેશન (R&I)એ ભારતના સોવરિન રેટિંગને ‘BBB’માંથી ‘BBB+’ સુધી અપગ્રેડ કર્યું છે. આ અપગ્રેડ ભારત માટે એક મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે, જે દેશની મજબૂત આર્થિક વૃદ્ધિ અને સમજદાર નાણાકીય નીતિ પર વિશ્વનો વિશ્વાસ દર્શાવે છે. સરકારએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે અને જણાવ્યું છે કે, ભારત સમાવિષ્ટ વિકાસ અને નાણાકીય સ્થિરતા જાળવવા માટે પ્રતિબદ્ધ છે. આ વર્ષે આ પહેલો એવો અપગ્રેડ નથી. S&Pએ ઓગસ્ટ ૨૦૨૫માં ભારતનું રેટિંગ ‘BBB-‘માંથી ‘BBB’ કર્યું હતું, જ્યારે મોર્નિંગસ્ટાર DBRSએ મે ૨૦૨૫માં ‘BBB (નીચું)’માંથી ‘BBB’ સુધી અપગ્રેડ આપ્યું હતું. હવે…

Read More