રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૪.૧૨.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૫૧૦૬ સામે ૮૪૯૮૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૪૯૪૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૩૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૫૮ પોઈન્ટના ઉછાળા સાથે ૮૫૨૬૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૧૩૬ સામે ૨૬૧૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૬૦૭૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૬૧૮૬ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
રૂપિયા સામે અમેરિકી ડોલરની સતત મજબૂતીથી ભારતની આઈટી સર્વિસિઝ નિકાસોને ફાયદો થવાની અપેક્ષાએ સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાનું પતન થતા ભારતની ક્રુડ ઓઈલ સહિતની આયાતો મોંઘી બનવાના અને મોંઘવારી વધવાના ભય વચ્ચે ફંડો, મહારથીઓએ સતત ચાર દિવસ સુધી મોટું હેમરિંગ કર્યું હતું.
પરંતુ બીજી તરફ ભારતની આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ કંપનીઓને મજબૂત ડોલરનો ફાયદો થવાની અપેક્ષાએ અને અમેરિકાને ચેકમેટ કરવા ભારતના રશિયા સાથે સંબંધોને વધુ મજબૂત કરવા રશિયાના પ્રમુખ પુતિનની શરૂ થનારી ભારત મુલાકાતમાં ઐતિહાસિક ટ્રેડ ડિલ થવાની અપેક્ષા અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની ધિરાણ નીતિ સમીક્ષામાં શુક્રવારે વ્યાજ દરમાં ૦.૨૫%નો ઘટાડો અપેક્ષિત હોવાના કેટલાક બેંકરોના મતે ભારતીય શેરબજાર અફડાતફડીના અંતે ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, શુક્રવારના રોજ જાહેર થનારા ભારતીય રિઝર્વ બેન્કની બેઠકમાં વ્યાજદર અંગેના નીર્ણય પૂર્વે આયાતકારો તરફથી ડોલરની નોંધપાત્ર માંગને કારણે ગુરુવારે ડોલર સામે રૂપિયો નવા નીચલા સ્તરે પહોંચ્યો હતો, વૈશ્વિક ક્રૂડઓઈલના ભાવમાં પણ પીછેહટ જોવાઈ હતી.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૨% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સર્વિસીસ, ઈન્ડસ્ટ્રીયલ્સ, પાવર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, યુટિલિટીઝ, કેપિટલ ગુડ્સ, બેન્કેક્સ, મેટલ, ફાઈનાન્શિયલ સર્વિસીસ અને કંઝ્યુમર ડિસ્ક્રીશનરી સેક્ટરમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૧૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૧૪ અને વધનારની સંખ્યા ૧૮૦૭ રહી હતી, ૧૯૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ટીસીએસ લિ. ૧.૫૪%, ટેક મહિન્દ્રા ૧.૨૮%, ઇન્ફોસિસ લિ. ૧.૨૪%, એચસીએલ ટેકનોલોજી ૦.૮૯%, ભારતી એરટેલ ૦.૮૩%, સન ફાર્મા ૦.૭૧%, બીઈએલ ૦.૬૮%, ટ્રેન્ટ લિ. ૦.૬૩% અને આઈટીસી લિ. ૦.૬૨% વધ્યા હતા, જ્યારે મારુતિ સુઝુકી ૦.૭૧%, ઇટર્નલ લિ. ૦.૬૯%, કોટક બેન્ક ૦.૫૩%, ટાઈટન કંપની લિ. ૦.૪૪%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૩૫%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૩૫%, એચડીએફસી બેન્ક ૦.૩૨%, ટાટા સ્ટીલ ૦.૦૯% અને રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૦૪% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતમાં પ્રાઈમરી માર્કેટમાં જોવા મળેલી ઐતિહાસિક તેજીનો સીધો અસર સેકન્ડરી માર્કેટની ભાવિ દિશા પર પણ નોંધાય તેવી શક્યતા છે. ૨૦૨૫માં આઈપીઓ મારફતે મોટા પાયે મૂડી પ્રવાહ થવાથી માર્કેટમાં લિક્વિડિટી વધી છે, જે રોકાણકારોના વિશ્વાસને મજબૂતી આપે છે. લિસ્ટ થયેલ અંદાજીત ૬૦ જેટલા આઈપીઓ ઈશ્યૂ પ્રાઈસથી ઉપર ટ્રેડ થઈ રહ્યા છે, તે દર્શાવે છે કે માર્કેટ વેલ્યૂએશનને રોકાણકારો સ્વીકારી રહ્યા છે અને નવા બિઝનેસ મોડલ્સ તથા સેક્ટરો પ્રત્યે તેમની રુચિ મજબૂત છે. આઈપીઓમાં આવેલા રિયલ એસ્ટેટ, ફાર્મા, ન્યૂ-એજ ટેક, ફાઇનાન્સ અને મેન્યુફેક્ચરિંગ જેવા સેક્ટરોના મજબૂત દેખાવને કારણે ઇન્ડેક્સને મધ્યમગાળે ટેકો મળી શકે છે. જો વૈશ્વિક પરિસ્થિતિ સ્થિર રહે અને ડોલર મજબૂતી શાંત પડે, તો સેકન્ડરી માર્કેટ વધુ મજબૂતી સાથે આગળ વધી શકે છે.
આગામી દિવસોમાં બજારની નજર મુખ્યત્વે વૈશ્વિક જીઓ પોલિટીકલ ઇશ્યુ, મેક્રો ડેટા અને આરબીઆઈની નીતિ પર રહેશે. ડિસેમ્બરથી ૨૦૨૬ની શરૂઆત સુધી આઈપીઓની મજબૂત લાઈન-અપ બજારમાં ફરી નવી લિક્વિડિટી લાવશે, જેના કારણે મિડકૅપ અને સ્મોલકૅપ સેગમેન્ટમાં સિલેક્ટિવ તેજી રહેવાની સંભાવના છે. જોકે સેકન્ડરી માર્કેટમાં ઊંચા વેલ્યૂએશનને કારણે ક્યારેક પ્રોફિટ-બુકિંગ જોવા મળી શકે, પરંતુ ભારતની વૃદ્ધિ આવક, આંતરિક માંગ, કોર્પોરેટ કમાણી અને સરકારના ઇન્ફ્રા ખર્ચને ધ્યાનમાં રાખીએ તો લાંબા ગાળે માર્કેટ માટે દિશા પોઝિટિવ રહેવાની શક્યતા વધુ છે.
તા.૦૫.૧૨.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૦૪.૧૨.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૬૧૮૯ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૬૦૮૮ પોઈન્ટના પ્રથમ અને ૨૬૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૬૨૦૨ પોઈન્ટ થી ૨૬૨૬૨ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૬૦૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- જેએસડબલ્યુ સ્ટીલ ( ૧૧૫૫ ) :- આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૧૩૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૧૨૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૧૬૪ થી રૂ.૧૧૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૧૭૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- એક્સીસ બેન્ક ( ૧૨૮૪ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૨૬૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૫૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૨૯૩ થી રૂ.૧૩૦૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- ટાટા કન્ઝ્યુમર ( ૧૧૫૩ ) :- રૂ.૧૧૩૩ નો પ્રથમ તેમજ રૂ.૧૧૨૦ બીજા સપોર્ટથી ટી એન્ડ કૉફી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૬૭ થી રૂ.૧૧૭૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- અદાણી એનર્જી ( ૯૭૮ ) :- પાવર ડિસ્ટ્રીબ્યુશન સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૯૮૫ થી રૂ.૯૯૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૪૪ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- એસબીઆઈ કાર્ડ્સ ( ૮૬૪ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા નોન બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૮૪૦ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૮૭૩ થી રૂ.૮૮૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૩૯૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૦૪ આસપાસ સપોર્ટથી રૂ.૧૩૮૦ થી રૂ.૧૩૭૩ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૧૪ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- ઓરબિંદો ફાર્મા ( ૧૨૨૬ ) :- રૂ.૧૨૪૪ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૨૫૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૨૦૮ થી રૂ.૧૧૯૭ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૫૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૧૩૬ ) :- પર્સનલ કેર સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૧૭૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૨૪ થી રૂ.૧૧૦૮ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- અદાણી ગ્રીન ( ૧૦૧૭ ) :- પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૦૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૩૪ થી રૂ.૧૦૪૦ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૯૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- સ્ટેટ બેન્ક ( ૯૫૪ ) :- રૂ.૯૬૮ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૯૭૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૪૭ થી રૂ.૯૪૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૮૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

