Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    નિફટી ફ્યુચર ૨૫૩૦૩ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!

    October 7, 2025

    Rajkumar Hirani નો દીકરો વીર હંસલ મહેતાની ફિલ્મથી ડેબ્યૂ કરશે

    October 7, 2025

    Anshula ની સગાઈમાં ભાવુક થયા બોની કપૂર, કાકી મહિપે નિભાવ્યા રીતરિવાજ

    October 7, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • નિફટી ફ્યુચર ૨૫૩૦૩ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!
    • Rajkumar Hirani નો દીકરો વીર હંસલ મહેતાની ફિલ્મથી ડેબ્યૂ કરશે
    • Anshula ની સગાઈમાં ભાવુક થયા બોની કપૂર, કાકી મહિપે નિભાવ્યા રીતરિવાજ
    • Mika Singh ને રિજેક્ટ કરી સલમાને પોતાના અવાજમાં ગીત ફાઈનલ કર્યું
    • Zubin Garg death case CMની સિંગરના મિત્રોને ચેતવણી સહયોગ નહીં કરો તો કાર્યવાહી થશે
    • Konkona Sen Sharma ઓટીટી કોમેડી શોનું દિગ્દર્શન કરશે
    • અગરકર ચીફ સિલેક્ટર બન્યા પછી અનેક ખેલાડીઓએ ટીમ ઈન્ડિયા છોડી
    • ભારત સાથેની મેચ માટે Australia ની ટીમ જાહેર: સ્ટાર્કની વાપસી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»નિફટી ફ્યુચર ૨૫૩૦૩ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!
    વ્યાપાર

    નિફટી ફ્યુચર ૨૫૩૦૩ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!

    Business Editor - Nikhil BhattBy Business Editor - Nikhil BhattOctober 7, 2025Updated:October 7, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૭.૧૦.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૭૯૦ સામે ૮૧૮૮૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૭૮૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૨૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩૬ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૯૨૬ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૧૮૫ સામે ૨૫૧૯૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૧૮૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૯ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૨૨૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    વૈશ્વિક બજારોમાં અમેરિકા, યુરોપના બજારોમાં રિકવરી પાછળ ભારતીય શેરબજારમાં પણ આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે ફંડોએ ઓલ રાઉન્ડ તેજી કરી હતી. ભારતીય સરકાર દ્વારા જીએસટીમાં ફેરફાર, મેઈક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા કોર્પોરેટ ઈન્ડિયા માટે ધિરાણની વધુ સરળ ઉપલબ્ધિના પગલાં સાથે વૈશ્વિક સ્તરે ઈઝરાયેલ-ગાઝા યુદ્ધ અટકવાના સંકેત સહિતના પોઝિટીવ પરિબળોએ આજે ફંડોએ ભારતીય શેરબજારમાં તેજી કરી હતી.

    અમેરિકામાં બ્રાન્ડેડ દવાઓની આયાત પર ૧૦૦% ટેરિફને હાલ તુરત ટ્રમ્પ સરકારે મોટી કંપનીઓ માટે મોકૂફ રાખતાં અને ભારત દ્વારા અમેરિકા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદી કરી રહ્યાના અહેવાલ અને વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડો થવાની અપેક્ષાએ ફંડોની ઈન્ડેક્સ બેઝડ આરંભિક કલાકોમાં બે-તરફી અફડાતફડી બાદ તેજી તરફી ચાલ યથાવત રહી હતી.

    કરન્સી માર્કેટની વાત કરીએ તો, સપ્તાહ દરમિયાન ચાલી રહેલા આઈપીઓ સાથે જોડાયેલા સંભવિત વિદેશી પ્રવાહથી ટેકો મળવાની અપેક્ષાએ મંગળવારે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત બન્યો હતો, જયારે માંગ નબળી રહેવાની શકયતાએ ઓપેક તથા સાથી દેશો દ્વારા નવેમ્બરમાં ક્રુડ તેલના ઉત્પાદનમાં વધારો અપેક્ષા કરતા નીચો રહેવાની ધારણાંએ ક્રુડઓઈલના ભાવો સુધારા તરફી રહ્યા હતા.

    સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૫% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૫% ઘટીને બંધ રહ્યા હતા. સેક્ટરલ ઈન્ડાયસીસમાં એફએમસીજી, સર્વિસીસ, મેટલ, આઈટી, ફોકસ્ડ આઈટી, બેન્કેક્સ, કોમોડિટીઝ, કેપિટલ ગુડ્સ અને યુટિલિટીઝ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૨૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૨૦ અને વધનારની સંખ્યા ૧૮૪૩ રહી હતી, ૧૬૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે એચસીએલ ટેકનોલોજી ૧.૪૦%, ભારતી એરટેલ ૧.૪૦%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૯૯%, પાવર ગ્રીડ ૦.૯૨%, અચડીએફસી બેન્ક ૦.૮૮%, બજાજ ફાઈનાન્સ ૦.૮૮%, ટાટા સ્ટીલ ૦.૮૫%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૮૫%, ઇતર્નલ લિ. ૦.૮૪% અને મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૦.૭૭% વધ્યા હતા, જ્યારે એક્સિસ બેન્ક ૨.૧૯%, ટાટા મોટર્સ ૨.૦૧%, ટ્રેન્ટ લિ. ૧.૭૮%, ઈન્ફોસીસ લિ. ૧.૨૯%, સ્ટેટ બેન્ક ૧.૦૭%, હિન્દુસ્તાન યુનિલિવર ૧.૦૨%, કોટક બેન્ક ૦.૯૦%, બીઈએલ લિ. ૦.૬૪% અને ટાઈટન કંપની લિ. ૦.૫૦% ઘટ્યા હતા.

    ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સામે મિડકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૦.૩૯ લાખ કરોડ વધીને ૪૬૦.૨૩ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૪ કંપનીઓ વધી અને ૧૬ કંપનીઓ ઘટી હતી.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, અર્થતંત્રના મુખ્ય પાયા – જેમ કે ફુગાવામાં ઘટાડો, ફોરેક્સ રિઝર્વમાં વધારો, રાજકોષીય ખાધમાં સુધારો અને બૅન્કો તથા કોર્પોરેટ્સની મજબૂત બેલેન્સ શીટ – શેરબજાર માટે વિશ્વાસ વધારતા પરિબળો છે. ૭૦૦ અબજ ડૉલરથી વધુના ફોરેક્સ રિઝર્વ અને ૨%ની આસપાસના નિયંત્રિત ફુગાવા સાથે ભારત વિદેશી રોકાણકારો માટે વધુ આકર્ષક બની રહ્યું છે. આર્થિક સ્થિરતા અને મજબૂત નીતિ આધાર માર્કેટને લાંબા ગાળે બુલિશ ટ્રેન્ડ તરફ લઇ જઈ શકે છે. મેક્રો ફંડામેન્ટલ્સ મજબૂત બનતાં ઈક્વિટી માર્કેટમાં સેક્ટર-રોટેશન અને ડોમેસ્ટિક ડિમાન્ડ આધારિત સેક્ટર્સ જેમ કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બેન્કિંગ, કેપિટલ ગુડ્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં રોકાણ પ્રવાહ વધવાની શક્યતા છે.

    આ સિવાય, વૈશ્વિક પડકારો વચ્ચે ભારતની સ્થિતિસ્થાપકતા શેરબજાર માટે એક સુરક્ષિત અને વેગવંતુ સ્થાન તરીકે ઉભરી રહી છે. આરબીઆઈની સાવચેત નીતિઓ, સરકારની ઉત્પાદન અને રોકાણ પ્રોત્સાહક યોજનાઓ અને ખાનગી ક્ષેત્રના મજબૂત બેલેન્સ શીટના સંયોજનથી માર્કેટ માટે માધ્યમથી લાંબા ગાળાનો વિશ્વાસદાયક વૃદ્ધિ માર્ગ તૈયાર થઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય અનિશ્ચિતતાઓ હોવા છતાં ભારતનું આંતરિક ઉપભોક્તા આધારિત અર્થતંત્ર અને રાજકોષીય શિસ્ત માર્કેટને સ્થિરતા આપશે. પરિણામે, આગામી દિવસોમાં ભારતીય શેરબજાર નવી ઊંચાઈઓને સ્પર્શી શકે છે.

    તા.૦૮.૧૦.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૦૭.૧૦.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૨૨૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૩૦૩ પોઈન્ટના પ્રથમ અને ૨૫૩૭૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૫૧૮૦ પોઈન્ટ થી ૨૫૦૮૮ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૩૦૩ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • એચસીએલ ટેકનોલોજી ( ૧૪૩૦ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૦૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૯૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૪૪ થી રૂ.૧૪૫૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • હેવેલ્સ ઇન્ડિયા ( ૧૫૦૪ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૪૮૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૭૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૫૨૩ થી રૂ.૧૫૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૩૭૯ ) :- રૂ.૧૩૬૦ નો પ્રથમ તેમજ રૂ.૧૩૪૪ બીજા સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૯૩ થી રૂ.૧૪૦૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
    • ભારત ફોર્જ ( ૧૨૧૨ ) :- ઓટો કમ્પોનન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૨૪ થી રૂ.૧૨૩૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૮૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • ઓરબિંદો ફાર્મા ( ૧૦૯૮ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફાર્મા સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૦૬૦ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૧૦૯ થી રૂ.૧૧૨૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • ટેક મહિન્દ્રા ( ૧૪૩૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૭૦ આસપાસ સપોર્ટથી રૂ.૧૪૦૮ થી રૂ.૧૩૯૭ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૮૪ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
    • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૩૯૦ ) :- રૂ.૧૪૦૯ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૧૭ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૩૭૭ થી રૂ.૧૩૬૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૨૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • એક્સીસ બેન્ક ( ૧૧૯૨ ) :- પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૨૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૭૭ થી રૂ.૧૧૬૪ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૧૧૬૦ ) :- આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૪૪ થી રૂ.૧૧૩૦ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૯૬ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • ઝાયડસ લાઈફસાયન્સીસ ( ૯૯૩ ) :- રૂ.૧૦૦૯ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૧૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૮૦ થી રૂ.૯૬૪ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies

    The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Business Editor - Nikhil Bhatt

    Related Posts

    વ્યાપાર

    સપ્ટેમ્બરમાં સેવા ક્ષેત્રની ગતિ ધીમી, છતાં વેપાર ભાવિ અંગે આશાવાદ યથાવત…!!

    October 7, 2025
    વ્યાપાર

    અમેરિકન શટડાઉન વચ્ચે બિટકોઈનમાં ઉછાળો, બિટકોઈન ૧,૨૫,૦૦૦ ડોલરને પાર…!!

    October 7, 2025
    વ્યાપાર

    ટેરિફ તણાવ વચ્ચે રશિયન ક્રુડની ખરીદી ધીમી પડી, પરંતુ હજુ ટોચનો સપ્લાયર…!!

    October 7, 2025
    રાષ્ટ્રીય

    તહેવારો – લગ્નની ત્રણ માસની સીઝનમાં રૂા.14 લાખ કરોડનું શોપીંગ થશે

    October 7, 2025
    રાષ્ટ્રીય

    online સેવાઓનો ચાર્જ વધારી બેન્કોનો ગ્રાહકોને ઝટકો

    October 7, 2025
    મુખ્ય સમાચાર

    GST માં પણ હવે આવકવેરા માફક ઓટોમેટીક રીફંડ મળશે

    October 7, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkumar Hirani નો દીકરો વીર હંસલ મહેતાની ફિલ્મથી ડેબ્યૂ કરશે

    October 7, 2025

    Anshula ની સગાઈમાં ભાવુક થયા બોની કપૂર, કાકી મહિપે નિભાવ્યા રીતરિવાજ

    October 7, 2025

    Mika Singh ને રિજેક્ટ કરી સલમાને પોતાના અવાજમાં ગીત ફાઈનલ કર્યું

    October 7, 2025

    Zubin Garg death case CMની સિંગરના મિત્રોને ચેતવણી સહયોગ નહીં કરો તો કાર્યવાહી થશે

    October 7, 2025

    Konkona Sen Sharma ઓટીટી કોમેડી શોનું દિગ્દર્શન કરશે

    October 7, 2025

    અગરકર ચીફ સિલેક્ટર બન્યા પછી અનેક ખેલાડીઓએ ટીમ ઈન્ડિયા છોડી

    October 7, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkumar Hirani નો દીકરો વીર હંસલ મહેતાની ફિલ્મથી ડેબ્યૂ કરશે

    October 7, 2025

    Anshula ની સગાઈમાં ભાવુક થયા બોની કપૂર, કાકી મહિપે નિભાવ્યા રીતરિવાજ

    October 7, 2025

    Mika Singh ને રિજેક્ટ કરી સલમાને પોતાના અવાજમાં ગીત ફાઈનલ કર્યું

    October 7, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.