રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૧૧.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૩૨૧૬ સામે ૮૩૧૯૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૩૧૯૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૫૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૧૯ પોઈન્ટના ઉછાળા સાથે ૮૩૫૩૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૫૮૯ સામે ૨૫૬૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૬૧૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૬૯૪ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. અમેરિકામાં ટ્રમ્પ ટેરિફની કાયદેસરતા મામલે કોર્ટની શંકાસ્પદ ટિપ્પણી, શટડાઉનના કારણે અમેરિકામાં પરિસ્થિતિ રોજબરોજ વિકટ બનતાં અને બીજી તરફ અમેરિકાના પરમાણું પરીક્ષણ અને પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે વણસતી પરિસ્થિતિએ જીઓપોલિટીકલ ટેન્શન વચ્ચે પણ આજે ભારતીય શેરબજારમાં પોઝીટીવ માહોલ જોવા મળ્યો હતો.
વૈશ્વિક તથા સ્થાનિક બંને સ્તરે સકારાત્મક સંકેતોને કારણે આજે સ્થાનિક બજાર દિવસ દરમિયાન પોઝીટીવ ઝોનમાં રહ્યું હતું, વિદેશી રોકાણકારો દ્વારા થયેલી નવી ખરીદી અને સ્થાનિક આર્થિક આંકડાઓ જેમ કે મોંઘવારી નિયંત્રણ તથા તાજેતરના બીજા ક્વાર્ટરનાં સારા કોર્પોરેટ પરિણામો બજારને મજબૂત આધાર આપ્યો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ફેડરલ રિઝર્વના સાવચેતીભર્યા વલણથી મજબૂત અમેરિકન ચલણને પગલે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે નબળો પડ્યો હતો, જ્યારે રશિયાના ક્રૂડમાં ડિસ્કાઉન્ટ વધ્યાના અહેવાલ વચ્ચે વૈશ્વિક ક્રૂડઓઈલના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૨% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર યુટિલિટીઝ, રિયલ્ટી, સર્વિસીસ, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી, એફએમસીજી, ટેલિકોમ્યુનિકેશન, બેન્કેક્સ અને પાવર સેક્ટરમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૫૨૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૭૨ અને વધનારની સંખ્યા ૧૯૬૨ રહી હતી, ૧૯૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ઈન્ફોસિસ લિ. ૨.૫૨%, એચસીએલ ટેકનોલોજી ૧.૮૮%, બજાજ ફાઈનાન્સ ૧.૭૬%, એશિયન પેઈન્ટ ૧.૨૮%, ટાટા મોટર્સ ૧.૨૦%, ટીસીએસ લિ. ૧.૧૨%, ભારતી એરટેલ ૧%, લાર્સન લિ. ૦.૯૬%, ટાઈટન કંપની લિ. ૦.૮૭%, બજાજ ફિનસર્વ ૦.૭૭%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૭૪% અને ટેક મહિન્દ્ર ૦.૭૧% વધ્યા હતા, જ્યારે ટ્રેન્ટ લિ. ૭.૪૧%, ઈટર્નલ લિ. ૧.૪૯%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૩૬%, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૦.૭૭%, એક્સિસ બેન્ક ૦.૫૧%, સ્ટેટ બેન્ક ૦.૪૩% અને અદાણી પોર્ટ્સ ૦.૩૫% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મિડકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૮૯ લાખ કરોડ વધીને ૪૬૮.૨૦ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૮ કંપનીઓ વધી અને ૧૨ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજાર માટે આગામી સમયમાં વૈશ્વિક અસ્થિરતા વચ્ચે મિશ્ર પરંતુ લાંબા ગાળે સકારાત્મક દિશા જોવાઈ શકે છે. અમેરિકામાં આર્થિક મંદી, યુ.એસ. શટડાઉન અને ટ્રમ્પ પ્રશાસન સામેના રાજકીય પડકારોને કારણે વૈશ્વિક રોકાણકારોમાં જોખમથી દૂર રહેવાની વૃત્તિ જોવાઈ શકે છે. યુરોપ અને એશિયા બંને મોરચા પર વધતી જીઓપોલિટીકલ તણાવની વચ્ચે સુરક્ષિત અને સ્થિર અર્થતંત્ર ધરાવતાં દેશોમાં રોકાણની દિશા ફરી વળી રહી છે, જેમાં ભારત સૌથી આગળ છે.
ભારતના મજબૂત મેક્રો ઈકોનોમિક ફંડામેન્ટલ્સ, સ્થિર રાજકીય નેતૃત્વ, સતત વધી રહેલા કેપેક્સ અને ડોમેસ્ટિક ડિમાન્ડના કારણે ભારતીય બજારો વૈશ્વિક તોફાન વચ્ચે પણ રિલેટિવ રીતે વધુ સ્થિર રહી શકે છે. અલબત, ટૂંકા ગાળે વૈશ્વિક તણાવ અને ફંડ ફ્લોની અનિશ્ચિતતા કારણે બજારમાં વોલેટિલિટી વધવાની શકયતા છે. રોકાણકારો માટે આ ઘટાડાને તક તરીકે જોવી હિતાવહ રહેશે, ખાસ કરીને બેંકિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી અને કન્સ્યુમર સેગમેન્ટમાં વેલ્યુ બાયિંગના અવસર મળી શકે છે. ડિસેમ્બર પૂર્વે ફંડ હાઉસો પોતાના પોર્ટફોલિયોનું વેલ્યુએશન સુધારવા સિલેક્ટિવ તેજી લાવી શકે છે, જે ટૂંકા ગાળે બજારમાં સુધારાનો દોર લઈ આવે તેવી શક્યતા છે.
તા.૧૧.૧૧.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૧૦.૧૧.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૬૯૪ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૫૮૮૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૫૬૩૬ પોઈન્ટ થી ૨૫૬૦૬ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૮૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- સિપ્લા લિ. ( ૧૫૧૮ ) :- ફાર્મા સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૦૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૯૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૩૪ થી રૂ.૧૫૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૪૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૪૯૭ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૪૭૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૬૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૫૦૮ થી રૂ.૧૫૨૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- અદાણી પોર્ટ્સ ( ૧૪૪૮ ) :- રૂ.૧૪૩૦ નો પ્રથમ તેમજ રૂ.૧૪૧૭ બીજા સપોર્ટથી પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૫૭ થી રૂ.૧૪૬૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- અદાણી ગ્રીન ( ૧૦૪૦ ) :- પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૫૭ થી રૂ.૧૦૭૩ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૦૩ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- એચડીએફસી બેન્ક ( ૯૮૯ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૬૦ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૯૬ થી રૂ.૧૦૦૪ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૩૫૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૭૩ આસપાસ સપોર્ટથી રૂ.૧૩૩૭ થી રૂ.૧૩૨૩ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૮૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- ઓરબિંદો ફાર્મા ( ૧૧૫૬ ) :- રૂ.૧૧૮૩ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૧૯૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૧૩૪ થી રૂ.૧૧૨૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૦૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૧૩૧ ) :- પર્સનલ કેર સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૧૭૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૧૪ થી રૂ.૧૧૦૮ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- સ્ટેટ બેન્ક ( ૯૫૪ ) :- પબ્લિક બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૪૦ થી રૂ.૯૨૯ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૯૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- એસબીઆઈ કાર્ડ્સ ( ૮૭૭ ) :- રૂ.૮૯૮ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૯૦૯ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૮૬૪ થી રૂ.૮૫૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૧૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

