Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    શટડાઉન ઉકેલના સંકેત અને ટ્રેડ ડીલની અપેક્ષાએ ભારતીય શેરબજારમાં તેજી…!!!

    November 11, 2025

    Delhi Blast ની ઘટનાને લઈને આમિર ખાન-અલ્લૂ અર્જુન સહિતના સ્ટાર્સે દુઃખ વ્યક્ત કર્યું

    November 11, 2025

    Bihar માં અંતિમ તબકકામાં પણ ભારે મતદાન

    November 11, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • શટડાઉન ઉકેલના સંકેત અને ટ્રેડ ડીલની અપેક્ષાએ ભારતીય શેરબજારમાં તેજી…!!!
    • Delhi Blast ની ઘટનાને લઈને આમિર ખાન-અલ્લૂ અર્જુન સહિતના સ્ટાર્સે દુઃખ વ્યક્ત કર્યું
    • Bihar માં અંતિમ તબકકામાં પણ ભારે મતદાન
    • Gondal yardમાં ગોંડલીયા મરચાની સિઝનની સૌપ્રથમ 3000 ભારીની આવક
    • Shah Rukh Khanની આગામી ફિલ્મ `કિંગ’ ભારતની સૌથી મોંઘી ફિલ્મ બની
    • Rajkot: પૂર્વ પત્નીએ દુષ્કર્મની ખોટી અરજી કરતા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો
    • Rajkot: ભગવતીપરામાં જ્યોતિ વાઘેલાનો ગળાફાંસો ખાઈ આપઘાત
    • PM Janmanના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે: પુરસ્કાર એનાયત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»શટડાઉન ઉકેલના સંકેત અને ટ્રેડ ડીલની અપેક્ષાએ ભારતીય શેરબજારમાં તેજી…!!!
    વ્યાપાર

    શટડાઉન ઉકેલના સંકેત અને ટ્રેડ ડીલની અપેક્ષાએ ભારતીય શેરબજારમાં તેજી…!!!

    Business Editor - Nikhil BhattBy Business Editor - Nikhil BhattNovember 11, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૧.૧૧.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૩૫૩૫ સામે ૮૩૬૭૧ પોઈન્ટના મથાળેથી ખુલીને૮૩૧૨૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ૮૧૨પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૩૫ પોઈન્ટના ઉછાળા સાથે ૮૩૮૭૧ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૬૯૪ સામે ૨૫૭૩૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૫૫૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૬ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૮૧૧ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    અમેરિકાની રેર અર્થ માટે એશિયાના અન્ય દેશો સાથે ડિલ કરવાની પહેલ અને ટ્રમ્પ આગામી વર્ષમાં ભારતની મુલાકાત લેશે એવી શકયતાના અહેવાલે ટ્રેડ ડિલની અપેક્ષાએ આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. અમેરિકામાં રિપબ્લિકન અને ડમોક્રેટ વચ્ચે લાંબા સમયથી ચાલતાં ઘર્ષણને પરિણામે અમેરિકામાં ઈતિહાસના સૌથી લાંબા શટડાઉનનો હવે સેનેટરોની મીટિંગ બાદ ઉકેલ આવવાના સંકેત મળતાં અમેરિકી શેરબજારોમાં ઉછાળા સાથે વૈશ્વિક બજારોમાં પણ તોફાની તેજી જોવાતાં તેની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી હતી.

    શટડાઉનના પરિણામે અમેરિકાના અર્થતંત્ર, ઉદ્યોગો પર માઠી અસર પડી રહી હોઈ ઉકેલના સંજોગોમાં ફરી આઈટી સહિતના ઉદ્યોગોને રાહતની અપેક્ષાએ ફંડો શેરોમાં ખરીદદાર બન્યા હતા.અલબત ઉછાળે ઈન્ડેક્સ બેઝડ તેમજ સાઈડ માર્કેટમાં પ્રોફિટ બુકિંગ થતાં ઉછાળો આંશિક ઘટયો હતો. કોર્પોરેટ પરિણામો પાછળ સિલેક્ટિવ શેરોમાં ફંડોની ખરીદી રહી હતી.

    કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકાના આર્થિક ડેટા નબળા આવતા વ્યાજ દરમાંવધુ કપાતની શકયતાઅને અમેરિકામાં ૪૦ દિવસથી ચાલી રહેલા શટડાઉનનો અંત આવવાના મળેલા સંકેત સાથે ભારતના સંભવિત વેપાર સોદા અંગે આશાવાદ વચ્ચે ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે મજબૂત બન્યો હતો, જયારે વૈશ્વિક ક્રુડઓઈલના ભાવ સ્થિર રહ્યા હતા.

    સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૦% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૯% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર, ફાઈનાન્શીયલ સર્વિસ અને રિયલ્ટી સેક્ટરમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૭૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૪૫ અને વધનારની સંખ્યા ૧૯૩૬ રહી હતી, ૧૯૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે બીઈએલ ૨.૫૨%, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૨.૪૦%, અદાણી પોર્ટ્સ ૨.૧૧%, એચસીએલ ટેકનોલોજી ૧.૮૯%, ઈટર્નલ ૧.૪૪%, ઈન્ફોસિસ લિ. ૧.૦૬%, ભારતી એરટેલ ૧.૦૬%, સન ફાર્મા ૧.૦૧% અને લાર્સન લિ. ૦.૮૮% વધ્યા હતા, જ્યારે બજાજ ફાઈનાન્સ ૭.૩૮%, બજાજ ફિનસર્વ ૬.૨૬%, ટાટા મોટર્સ ૦.૭૫%, કોટક બેન્ક ૦.૩૦% પાવર ગ્રીડ ૦.૨૨% અને ટાટા સ્ટીલ ૦.૨૨% ઘટ્યા હતા.

    ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મિડકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૦.૭૪ લાખ કરોડ વધીને ૪૬૮.૯૪ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૪ કંપનીઓ વધી અને ૬ કંપનીઓ ઘટી હતી.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજારની ભાવિ દિશા સ્પષ્ટ રીતે સુધારાની તરફ આગળ વધી રહી છે. ગોલ્ડમેન સાક્સના અપગ્રેડ પછી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય અર્થતંત્ર પ્રત્યે વિશ્વાસમાં વધારો થયો છે. મજબૂત આર્થિક માળખું, સ્થિર નીતિગત વાતાવરણ, મોંઘવારી પર નિયંત્રણ અને આરબીઆઈની સંતુલિત વ્યાજદર નીતિએ રોકાણકારોને આશાવાદી બનાવ્યા છે. આગામી સમયગાળામાં સરકારી મૂડીખર્ચ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં “મેક ઇન ઇન્ડિયા” પહેલ અને ડિફેન્સ-ઓટોમોબાઈલ-રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં તેજી બજારને મજબૂત આધાર આપશે. કોર્પોરેટ કમાણીમાં સુધારાથી અને ઈપીએસ વૃદ્ધિથી નિફ્ટી અને સેન્સેક્સ બંનેમાં સકારાત્મક દિશા જાળવાય તેવી શક્યતા છે.

    બીજી તરફ, વિદેશી રોકાણકારોની વાપસી પણ બજાર માટે નવી ઉર્જા લાવી શકે છે. છેલ્લા કેટલાક સમયથી એફઆઈઆઈના વેચવાલીના દબાણ બાદ હવે વેલ્યુએશન સ્તરો વધુ આકર્ષક બન્યા છે, જેના કારણે લાંબા ગાળાના રોકાણકારો ફરીથી ભારતીય બજારમાં પ્રવેશવાની શક્યતા વધેલી છે. વૈશ્વિક મંદીનો દબાણ ઘટતો જાય છે અને યુએસ ફેડના વ્યાજદરના સ્થિર રહેવાના સંકેતો પણ ઉદ્ભવતા બજારો માટે સકારાત્મક છે. બેંકિંગ, નોન-બેંકિંગ ફાઈનાન્શિયલ, ડિફેન્સ અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓ જેવા ક્ષેત્રોમાં મૂલ્ય આધારિત વૃદ્ધિ જોવા મળી શકે છે. સમસ્ત રીતે જોવામાં આવે તો ભારતીય શેરબજાર માટે આગામી વર્ષ ૨૦૨૬ સુધીની દિશા આશાવાદી અને વૃદ્ધિમુખી દેખાઈ રહી છે.

    તા.૧૨.૧૧.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૧૧.૧૧.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૮૧૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૨૫૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૫૮૭૮ પોઈન્ટ થી ૨૫૯૦૯ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૬૦૬ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • ટેક મહિન્દ્રા (૧૪૧૪) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૯૩આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૮૦ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૩૩થી રૂ.૧૪૪૦આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૫૫ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • એક્સીસ બેન્ક (૧૨૩૦) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૨૦૮આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!!રૂ.૧૧૯૪ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૨૪૪થીરૂ.૧૨૫૩આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • જેએસડબ્લ્યુ સ્ટીલ (૧૧૯૦) :- રૂ.૧૧૭૩નોપ્રથમ તેમજ રૂ.૧૧૬૦બીજા સપોર્ટથીઆયર્ન એન્ડ સ્ટીલસેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોકરૂ.૧૨૦૩થી રૂ.૧૨૧૫આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
    • ટાટા કન્ઝ્યુમર (૧૧૫૮) :- ટી એન્ડ કોફીસેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૭૪થીરૂ.૧૧૮૦ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૦૮નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • એચડીએફસી બેન્ક (૯૯૫) :- રૂ.૦૧ની ફેસવેલ્યુ ધરાવતા પ્રાઇવેટ બેન્કસેક્ટરનોફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૭૦ નાંસ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૦૩થીરૂ.૧૦૧૪આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • વોલ્ટાસ લિ. (૧૨૯૭) :- ટેકનીકલ ચાર્ટ મુજબ હાઉસહોલ્ડ અપ્લાય્ન્સીસસેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૧૩આસપાસ સપોર્ટથીરૂ.૧૨૮૫થીરૂ.૧૨૭૪ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૨૦નોસપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
    • ઓરબિંદો ફાર્મા (૧૧૬૭) :-રૂ.૧૧૯૩આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૨૦૩ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૧૫૦થીરૂ.૧૧૩૩ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૧૩ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • ગોદરેજ કન્ઝ્યુમર (૧૧૪૪) :-પર્સનલ કેરસેકટરનો આ સ્ટોકછેતરામણા ઉછાળે રૂ.૧૧૮૦આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૩૦થી રૂ.૧૧૧૭ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • અદાણી ગ્રીન (૧૦૪૮):-પાવર જનરેશનસેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૭૪આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૨૩થીરૂ.૧૦૧૫ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે.ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૮૦ નોસપોર્ટ ધ્યાને લેવો…!!!
    • અદાણી એનર્જી (૯૯૨) :- રૂ.૧૦૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૧૩નાસપોર્ટથી આ સ્ટોક રૂ.૯૭૮થીરૂ.૯૬૭નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!રૂ.૧૦૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies

    The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Business Editor - Nikhil Bhatt

      Related Posts

      વ્યાપાર

      MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

      November 10, 2025
      વ્યાપાર

      વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ…!!!

      November 10, 2025
      વ્યાપાર

      IPO કે માર્કેટ ? નાણાનું રોકાણ કયાં કરવું ??

      November 10, 2025
      વ્યાપાર

      Gold and silver ફરી સળગ્યા : તોતિંગ ઉછાળો

      November 10, 2025
      રાષ્ટ્રીય

      શું તમે પગારદાર છો ? તમને આવકવેરાની નોટીસ મળી છે !!

      November 10, 2025
      રાષ્ટ્રીય

      Airtel and Vi ના યુઝર્સને ઝટકો : રિચાર્જ પ્લાનમાં વધારી દીધા દામ

      November 10, 2025
      Add A Comment
      Leave A Reply Cancel Reply

      Search
      Editors Picks

      Delhi Blast ની ઘટનાને લઈને આમિર ખાન-અલ્લૂ અર્જુન સહિતના સ્ટાર્સે દુઃખ વ્યક્ત કર્યું

      November 11, 2025

      Bihar માં અંતિમ તબકકામાં પણ ભારે મતદાન

      November 11, 2025

      Gondal yardમાં ગોંડલીયા મરચાની સિઝનની સૌપ્રથમ 3000 ભારીની આવક

      November 11, 2025

      Shah Rukh Khanની આગામી ફિલ્મ `કિંગ’ ભારતની સૌથી મોંઘી ફિલ્મ બની

      November 11, 2025

      Rajkot: પૂર્વ પત્નીએ દુષ્કર્મની ખોટી અરજી કરતા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો

      November 11, 2025

      Rajkot: ભગવતીપરામાં જ્યોતિ વાઘેલાનો ગળાફાંસો ખાઈ આપઘાત

      November 11, 2025
      Advertisement

      Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

      We're social. Connect with us:

      Facebook X (Twitter) WhatsApp Telegram
      Latest Posts

      Delhi Blast ની ઘટનાને લઈને આમિર ખાન-અલ્લૂ અર્જુન સહિતના સ્ટાર્સે દુઃખ વ્યક્ત કર્યું

      November 11, 2025

      Bihar માં અંતિમ તબકકામાં પણ ભારે મતદાન

      November 11, 2025

      Gondal yardમાં ગોંડલીયા મરચાની સિઝનની સૌપ્રથમ 3000 ભારીની આવક

      November 11, 2025
      Contact

      Phone No. : (0281) 2466772

      Mobile No. : +91 98982 03536

      Email : [email protected]

      WhatsApp No : +91 94089 91449

      Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

      © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
      • Home
      • About Us
      • Disclaimer
      • Privacy Policy
      • Terms of Service
      • Contact

      Type above and press Enter to search. Press Esc to cancel.