રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૧૦.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૬૦૫ સામે ૮૨૭૯૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૨૭૯૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૨૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૬૨ પોઈન્ટના ઉછાળા સાથે ૮૩૪૬૭ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૪૨૪ સામે ૨૫૪૬૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૪૬૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૩૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૩૧ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૬૫૬ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક સ્તરે ઈઝરાયેલ-હમાસ વચ્ચે શાંતિના સંકેતો મળતા તેમજ સ્થાનિક સ્તરે ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ ઓવરસોલ્ડ પોઝિશન અને અમેરિકા સાથે ભારતના ટૂંક સમયમાં ટ્રેડ ડિલ થવાના સંકેતોએ આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો.
ચાઈના અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોર વકરવાના એંધાણ મુજબ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચાઈના પર ૧૦૦% ટેરિફ લાદ્યા બાદ તેમાં નરમીના તાત્પુરતા સંકેત આપ્યા હતા. પરંતુ ફરી ચાઈનાને ભીંસમાં લેવા વેપાર અંકુશો અને પ્રતિબંધના શસ્ત્ર ઉગામી બન્ને દેશો વચ્ચે ટ્રેડ વોરને લઈ અનિશ્ચિતતા છતાં સ્થાનિક સ્તરે જીએસટીમાં ઘટાડો, વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા ખરીદી તેમજ કોર્પોરેટ પરિણામોની પોઝિટીવ અસરે આજે શેરબજારમાં દિવસ દરમિયાન તેજીનો માહોલ રહ્યો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકામાં શટ ડાઉન લાંબુ ચાલવાના સંકેત, ચીન તથા અમેરિકા વચ્ચે વેપાર તાણમાં વધારો, ડોલરમાં નબળાઈ તથા ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની વધી રહેલી શકયતાને પરિણામે ડોલર સામે રૂપિયામાં મજબૂતાઈ જોવા મળી હતી.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, એફએમસીજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, બેન્કેકસ, ઓટો, કન્ઝ્યુમર ડીસ્ક્રીશનરી વધ્યા હતા, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૩૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૦૯ અને વધનારની સંખ્યા ૨૩૭૮ રહી હતી, ૧૫૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે કોટક બેન્ક ૨.૬૭%, ટાઈટન લિ. ૨.૬૩%, એક્સિસ બેન્ક ૨.૩૩%, અદાણી પોર્ટ્સ ૧.૯૭%, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૧.૮૨%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૬૯%, ટાટા મોટર્સ ૧.૫૯%, એચડીએફસી બેન્ક ૧.૫૪%, હિંદુસ્તાન યુનિલિવર ૧.૫૩% અને ટ્રેન્ટ લિ. ૧.૪૮% વધ્યા હતા, જ્યારે ઈન્ફોસિસ ઈટર્નલ લિ. ૧.૭૩% અને ટેકનોલોજી ૦.૦૮% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મિડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૩.૧૭ લાખ કરોડ વધીને ૪૬૬.૯૫ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૮ કંપનીઓ વધી અને ૨ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, સપ્ટેમ્બર મહિનામાં મ્યુચ્યુઅલ ફન્ડ હાઉસો દ્વારા કેશ હોલ્ડિંગમાં થોડો ઘટાડો નોંધાયો હોવા છતાં, કુલ કેશ રિઝર્વ હજુ પણ ઊંચા સ્તરે જળવાયેલ છે. જે દર્શાવે છે કે ફન્ડ મેનેજરો વર્તમાન વોલેટાઈલ અને અસ્પષ્ટ બજાર પરિસ્થિતિ સામે સાવચેતીપૂર્વક આગળ વધી રહ્યા છે. બજારના વેલ્યુએશન ઐતિહાસિક સરેરાશ કરતા ઊંચા હોવાથી ફન્ડો તાત્કાલિક નવા મોટા રોકાણ કરતાં યોગ્ય તકની રાહ જોઈ રહ્યા છે. કેશનું આ સ્તર બતાવે છે કે ફન્ડ હાઉસો અચાનક ઘટાડા સમયે ખરીદી માટે તૈયાર છે, જે માર્કેટમાં ડાઉનસાઈડ રિસ્કને મર્યાદિત કરી શકે છે. ટૂંકા ગાળામાં બજારમાં હળવી વોલેટિલિટી યથાવત્ રહેવાની શક્યતા છે, પરંતુ આ સાથે જ આ સાવચેતી લાંબા ગાળાના રોકાણકારો માટે તકો પણ ઉભી કરે છે.
આ પરિસ્થિતિમાં ભારતીય શેરબજારની ભાવિ દિશા મધ્યમ ગાળામાં સ્થિર પરંતુ પસંદગીયુક્ત તેજી તરફ સંકેત આપે છે. ફન્ડ હાઉસો હાલ કમાણીમાં વૃદ્ધિ ધરાવતા ક્ષેત્રોમાં અને વાજબી વેલ્યુએશનવાળા શેરોમાં રોકાણ વધારવાની તૈયારીમાં છે. અમેરિકી ટેરિફ નીતિ અને ભૌગોલિક રાજકીય અશાંતિ વચ્ચે પણ ભારતની આંતરિક અર્થવ્યવસ્થા મજબૂત રહી છે, જેના કારણે ઈક્વિટી ફન્ડો માટે રિસ્ક-રિવોર્ડ બેલેન્સ અનુકૂળ બની શકે છે. જો આગામી ત્રિમાસિકમાં અર્નિંગ્સ ગ્રોથ સકારાત્મક રહે અને વૈશ્વિક પરિસ્થિતિ સ્થિર બને, તો ફન્ડ હાઉસો પોતાના કેશ હોલ્ડિંગ ધીમે ધીમે બજારમાં રોકશે, જે ભારતીય શેરબજારમાં નવી તેજીનો આરંભ કરી શકે છે.
તા.૧૭.૧૦.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૧૬.૧૦.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૬૫૬ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૭૭૦ પોઈન્ટના પ્રથમ અને ૨૫૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૫૫૭૫ પોઈન્ટ થી ૨૫૫૦૫ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૮૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- ગ્લેનમાર્ક ફાર્મા ( ૧૮૮૦ ) :- ફાર્મા સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૬૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૪૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૯૭ થી રૂ.૧૯૦૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૧૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- એચસીએલ ટેકનોલોજી ( ૧૫૦૪ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૪૮૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૭૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૫૨૩ થી રૂ.૧૫૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૪૦૦ ) :- રૂ.૧૩૭૩ નો પ્રથમ તેમજ રૂ.૧૩૬૦ બીજા સપોર્ટથી રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૧૪ થી રૂ.૧૪૨૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- જીન્દાલ સ્ટીલ ( ૧૦૨૬ ) :- આયરન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૪૩ થી રૂ.૧૦૫૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૯૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- ઝાયડસ લાઈફસાયન્સીસ ( ૯૮૪ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફાર્મા સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૫૫ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૯૭ થી રૂ.૧૦૦૮ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ઈન્ફોસીસ લિ. ( ૧૪૫૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૭૪ આસપાસ સપોર્ટથી રૂ.૧૪૪૦ થી રૂ.૧૪૨૪ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૮૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- વોલ્ટાસ લિ. ( ૧૪૦૫ ) :- રૂ.૧૪૩૭ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૪૪ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૩૮૮ થી રૂ.૧૩૭૪ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- એક્સીસ બેન્ક ( ૧૧૯૬ ) :- પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૨૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૮૦ થી રૂ.૧૧૭૩ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૧૨૨ ) :- પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૦૮ થી રૂ.૧૦૯૭ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૫૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- એચડીએફસી બેન્ક ( ૯૯૪ ) :- રૂ.૧૦૧૩ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૨૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૮૦ થી રૂ.૯૬૪ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૨૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in