રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૭.૧૧.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૫૬૨ સામે ૮૪૭૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૪૫૮૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૦૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૮૮ પોઈન્ટના ઉછાળા સાથે ૮૪૯૫૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૯૫૧ સામે ૨૬૦૦૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૯૭૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૮ પોઈન્ટના ઉછાળા સાથે ૨૬૦૬૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આખરે અમેરિકાના ૪૫ દિવસના શટડાઉનનો ફંડિંગ બિલ સાઈન કરી મંજૂરી આપતાં આખરે અમેરિકા પરના આર્થિક સંકટના વાદળો વિખેરવાના પ્રયાસો થતા તેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી હતી. બિહારમાં ભાજપ-જેડીયુના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનનો પ્રચંડ વિજયના ચૂંટણી પરિણામે દેશના આર્થિક વિકાસ માટેના મોદી સરકારના મિશનને સ્વિકૃતિ આપતાં સપ્તાહની શરૂઆતે ભારતીય શેરબજાર ઈન્ડેક્સ બેઝડ પોઝિટીવ ઝોનમાં બંધ રહ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ભારત-અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત વેપાર સોદા તેમજ આ અઠવાડિયાના અંતમાં જાહેર થનારા સ્થાનિક પીએમઆઈ ડેટા પૂર્વે સોમવારે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે મજબૂત બન્યો હતો, જયારે રશિયાના ઓઈલ મથકો પર યુક્રેનના હુમલાઓ વધતાં તથા અમેરિકામાં શટડાઉન પૂરૂ થતાં માંગ વધવાની આશા વધતાં ક્રૂડઓઈલના વૈશ્વિક ભાવમાં મજબુતાઈ જોવાઈ હતી.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ઓટો, પાવર, ફાઈનાન્સિયલ સર્વિસીસ, બેન્કેક્સ, કંઝ્યુમર ડિસ્ક્રેશનરી અને કેપિટલ ગુડ્સ સેક્ટરમાં ભારે ઉછાળો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૫૧૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૧૧ અને વધનારની સંખ્યા ૨૦૮૨ રહી હતી, ૨૧૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ઈટર્નલ લિ. ૧.૯૪%, મારુતિ સુઝુકી ૧.૩૪%, કોટક બેન્ક ૧.૨૬%, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૧.૧૧%, ટેક મહિન્દ્ર ૧.૦૬%, ટાઈટન કંપની લિ. ૦.૯૪%, લાર્સન લિ. ૦.૮૨%, એચડીએફસી બેન્ક ૦.૮૦%, એચસીએલ ટેકનોલોજી ૦.૭૮%, પાવર ગ્રીડ ૦.૭૭% અને બજાજ ફિનસર્વ ૦.૭૨% વધ્યા હતા, જ્યારે ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ ૪.૮૩%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૭૦%, એશિયન પેઈન્ટ ૦.૬૭%, બીઈએલ ૦.૫૭%, ટાટા સ્ટીલ ૦.૪૩% અને અદાણી પોર્ટ્સ ૦.૨૩% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મિડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૩.૨ લાખ કરોડ વધીને ૪૭૭.૧૪ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૦ કંપનીઓ વધી અને ૧૦ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજાર માટે આગામી બે વર્ષનો વ્યૂહાત્મક દૃષ્ટિકોણ મજબૂત રહેવાની શક્યતા છે, કારણ કે ભારતનો આર્થિક વિકાસ દર ૨૦૨૬માં ૬.૪૦% અને ૨૦૨૭માં ૬.૫૦% રહેવાની મૂડી’સે રજૂ કરેલી ધારણાએ બજારમાં વિશ્વાસનું વાતાવરણ વધુ મજબૂત બનાવ્યું છે. વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને અમેરિકાના ઊંચા ટેરિફ જેવા પડકારો છતાં ભારતની નિકાસે વૈવિધ્યકરણ વડે સ્થિરતા પામી છે. અમેરિકા તરફની નિકાસ ઘટી હોવા છતાં કુલ નિકાસમાં ૬.૭૫% નો વધારો તેની સાબિતી આપે છે. મજબૂત ઉપભોગ માંગ, માળખાકીય ક્ષેત્રમાં વધતા ઈન્વેસ્ટમેન્ટ, તથા નીચા ફુગાવાની સહાયથી સ્થાનિક સ્તરે અર્થવ્યવસ્થા સ્થિર રહી છે, જે શેરબજારમાં સતત સકારાત્મક પોઝિશનિંગ તરફ ઇશારો કરે છે. રોકાણકારોના વધતા વિશ્વાસ અને આંતરરાષ્ટ્રીય મૂડીપ્રવાહથી ભારતીય માર્કેટ વૈશ્વિક આંચકાઓ સામે વધુ રક્ષણાત્મક બની રહ્યું છે.
આગામી સમયગાળામાં શેરબજારનો ટ્રેન્ડ મુખ્યત્વે ઘરેલુ માંગ, સરકારનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડ્રિવન ખર્ચ અને એફપીઆઈ/ડીઆઈઆઈ પ્રવાહો પર આધારિત રહેશે. ખાનગી ક્ષેત્રની મૂડીગત ખર્ચ કરવાની ગતિ હજુ ધીમી હોવા છતાં, સરકારની પ્રોજેક્ટ પાઇપલાઇન અને સતત કેપેક્સ ચક્ર માર્કેટને સેક્ટરલ રીતે મજબૂત સપોર્ટ આપશે. બેન્કિંગ, કન્ઝ્યુમર, ઓટો, ઈન્ફ્રા અને કેપિટલ ગુડ્સ જેવા સેક્ટરમાં ઉત્સાહિત વલણ જોવા મળશે, જ્યારે ગ્લોબલ ટ્રેડ ટેંશન્સથી આઈટી અને નિકાસ આધારિત સેક્ટરમાં વોલેટિલિટી શક્ય છે. વૈશ્વિક વિકાસનો અંદાજ ૨.૫%-૨.૬% ની વચ્ચે હોવા છતાં ભારતનું આગેવાન સ્થાન જળવાઈ રહેવાની ધારણા છે. તેથી કુલ મળીને ભારતીય શેરબજાર મધ્યમથી લાંબા ગાળે મજબૂત, સ્થિર અને વૃદ્ધિમાર્ગી દિશામાં આગળ વધે તેવી શક્યતા છે.
તા.૧૮.૧૧.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૧૭.૧૧.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૬૦૬૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૬૦૦૬ પોઈન્ટના પ્રથમ અને ૨૫૮૮૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૬૦૮૮ પોઈન્ટ થી ૨૬૧૩૩ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૬૦૦૬ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- વોલ્ટાસ લિ. ( ૧૩૭૧ ) :- હાઉસહોલ્ડ અપ્લાયન્સીસ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૫૫ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૩૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૩૮૮ થી રૂ.૧૩૯૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૦૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- એક્સીસ બેન્ક ( ૧૨૫૩ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૨૩૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૧૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૨૬૭ થી રૂ.૧૨૭૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- ટાટા કન્ઝ્યુમર ( ૧૧૭૯ ) :- રૂ.૧૧૬૦ નો પ્રથમ તેમજ રૂ.૧૧૪૭ બીજા સપોર્ટથી ટી એન્ડ કોફી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૯૩ થી રૂ.૧૨૦૨ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- અદાણી એનર્જી ( ૧૦૨૮ ) :- પાવર ડિસ્ટ્રીબ્યુશન સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૪૩ થી રૂ.૧૦૫૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૯૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- એચડીએફસી બેન્ક ( ૯૯૭ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૭૪ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૦૮ થી રૂ.૧૦૧૩ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૩૮૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૯૪ આસપાસ સપોર્ટથી રૂ.૧૩૬૭ થી રૂ.૧૩૫૫ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૦૪ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- ઓરબિંદો ફાર્મા ( ૧૨૪૧ ) :- રૂ.૧૨૭૫ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૨૮૮ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૨૨૭ થી રૂ.૧૨૦૯ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- અદાણી ગ્રીન ( ૧૦૯૨ ) :- પાવર જનરેશન સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૧૨૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૦૭૮ થી રૂ.૧૦૬૫ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- જેએસડબલ્યુ સ્ટીલ ( ૧૧૭૬ ) :- આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૯૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૬૭ થી રૂ.૧૧૬૦ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૦૯ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- સ્ટેટ બેન્ક ( ૯૭૩ ) :- રૂ.૯૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૯૯૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૬૦ થી રૂ.૯૪૭ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૦૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

