રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૧૨.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૫૫૨૪ સામે ૮૫૫૩૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૫૩૪૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૩૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૬ પોઈન્ટના ઘટાડા સાથે ૮૫૪૦૮ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૨૦૬ સામે ૨૬૨૨૮ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૬૧૫૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૧૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૨ પોઈન્ટના ઘટાડા સાથે ૨૬૧૬૪ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ઇન્ડેક્સ બેઝડ ભારતીય શેરબજારમાં અસ્થિર ચાલ જોવા મળી હતી. નવેમ્બર માસના ઈન્ફ્રાસ્ટ્રકચર ઉદ્યોગના સારા આંકડા, ભારત-ઓમાન ટ્રેડ ડિલ બાદ હવે ન્યુઝિલેન્ડ સાથે એફટીએ વાટાઘાટ પૂર્ણ થયાની પોઝિટીવ અસરે શરૂઆતી તબક્કામાં ઐતિહાસિક સપાટીની નજીક ટ્રેડ થયા બાદ દિવસના અંતે ફંડો દ્વારા ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
અમેરિકાના વેનેઝુએલામાં તખ્તા પલટાની કવાયત અને રશિયાના યુક્રેન પર ફરી હુમલાને લઈ એક તરફ જીઓપોલિટીકલ ટેન્શન યથાવત્ રહેતાં અને બીજી તરફ કેલેન્ડર વર્ષ ૨૦૨૫ના અંત પૂર્વે વૈશ્વિક ફંડો હોલી-ડે મૂડમાં આવી જતાં વૈશ્વિક બજારોમાં અથડાતી ચાલ સાથે ભારતીય શેરબજારમાં પણ આજે સેન્સેક્સ, નિફટી બેઝડ રેકોર્ડ તેજી બાદ બજાર કોન્સોલિડેશનના તબક્કામાં સરકતું જોવાયું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, બુધવારે ભારતીય મૂડી બજારમાંથી વિદેશી ભંડોળના પ્રવાહ વચ્ચે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે નબળો પડ્યો હતો. જોકે, આરબીઆઈની મુખ્ય પ્રવાહિતા જાહેરાત અને વિદેશી બજારમાં અમેરિકન ચલણની નબળાઈને કારણે ઘટાડો મર્યાદિત રહ્યો હતો, જયારે અમેરિકા તથા વેનેઝુએલા વચ્ચે તણાવ વધતાં ક્રૂડઓઈલના ભાવમાં ઉછાળો નોંધાયો હતો.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૪% ઘટીને બંધ રહ્યા હતા. સેક્ટરલ ઈન્ડાયસીસમાં મુખ્યત્વે બીએસઈ પર માત્ર ટેલિકોમ્યુનિકેશન, રિયલ્ટી, કોમોડિટીઝ અને મેટલ સેક્ટરમાં ઉછાળો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૩૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૪૬ અને વધનારની સંખ્યા ૧૮૪૧ રહી હતી, ૧૫૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ટ્રેન્ટ લિ. ૨.૩૬%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૮૭%, મારુતિ સુઝુકી ૦.૬૬%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૫૬%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૩૪%, બજાજ ફાઈનાન્સ ૦.૩૪%, ટીસીએસ લિ. ૦.૩૦%, બીઈએલ ૦.૧૮, ઈટર્નલ લિ. ૦.૧૪% અને એક્સિસ બેન્ક ૦.૦૭% વધ્યા હતા, જ્યારે ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ ૧.૦૫%, સન ફાર્મા ૧.૦૧%, એશિયન પેઈન્ટ ૦.૮૩%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૮૨%, હિન્દુસ્તાન યુનીલીવર ૦.૮૦%, ટાટા સ્ટીલ ૦.૫૩%, બજાજ ફિનસર્વ ૦.૫૧%, એચસીએલ ટેકનોલોજી ૦.૪૨%, ઈન્ફોસીસ લિ. ૦.૩૪% અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૨૯% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૦.૭૦ લાખ કરોડ ઘટીને ૪૭૫ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૩ કંપનીઓ વધી અને ૧૭ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજારની ભાવિ દિશા જોવામાં આવે તો લાંબા ગાળે રૂઝાન સકારાત્મક રહેવાની સંભાવના છે. ભારતની વિશાળ યુવા લોકસંખ્યા, ઝડપી શહેરીકરણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધતું રોકાણ અને નીતિગત સુધારા ભારતીય અર્થતંત્ર માટે મજબૂત આધાર પૂરો પાડે છે. ખાસ કરીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ક્રાંતિ ભારતમાં ટેક્નોલોજી, સોફ્ટવેર, મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં નવી તકો ઊભી કરી શકે છે. જો કે એઆઈ ક્ષેત્રમાં હાલ થોડી અતિઉત્સાહ જેવી સ્થિતિ છે, છતાં જે કંપનીઓ વાસ્તવિક અને વ્યવહારુ એઆઈ સોલ્યુશન્સ પર કામ કરી રહી છે તે લાંબા ગાળે રોકાણકારોને સારું વળતર આપી શકે છે. ચિપ્સ, હાર્ડવેર, પાવર અને ડેટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલી કંપનીઓ ભારતીય બજારમાં આગામી વર્ષોમાં મુખ્ય ગતિશીલ પરિબળ બની શકે છે.
બીજી તરફ, ટૂંકા ગાળામાં બજારમાં અસ્થિરતા રહેવાની શક્યતા પણ નકારી શકાય નહીં. વૈશ્વિક સ્તરે વ્યાજદર, ભૂરાજકીય તણાવ, ક્રૂડ ઓઈલના ભાવ અને વિદેશી મૂડી પ્રવાહ જેવા પરિબળો ભારતીય શેરબજાર પર અસર કરી શકે છે. તેમ છતાં, ચીનની વૈશ્વિક અસર ધીમે ધીમે ઘટતી જતાં ભારત માટે વૈકલ્પિક મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય ચેઇન હબ બનવાની તક વધી રહી છે, જે બજાર માટે હકારાત્મક સંકેત છે. સોનાની તેજી અને ક્રિપ્ટોકરન્સીની હાજરી પણ સૂચવે છે કે રોકાણકારો વૈકલ્પિક એસેટ્સ તરફ ધ્યાન આપી રહ્યા છે, પરંતુ ઇક્વિટી ખાસ કરીને ફંડામેન્ટલ અને વિકાસલક્ષી કંપનીઓ લાંબા ગાળે મુખ્ય પસંદગી બની રહેશે. કુલ મળીને, સુધારા અને સાવચેતી સાથે ભારતીય શેરબજાર મજબૂત વૃદ્ધિ તરફ આગળ વધે તેવી સંભાવના છે.
તા.૨૬.૧૨.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૨૪.૧૨.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૬૧૬૪ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૬૨૭૨ પોઈન્ટના પ્રથમ અને ૨૬૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૬૦૮૮ પોઈન્ટ થી ૨૬૦૦૮ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૬૦૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- સિપ્લા લિ. ( ૧૪૯૪ ) :- ફાર્મા સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૭૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૬૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૦૪ થી રૂ.૧૫૧૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- વોલ્ટાસ લિ. ( ૧૩૯૫ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૩૭૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૬૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૦૪ થી રૂ.૧૪૧૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- એક્સીસ બેન્ક ( ૧૨૨૫ ) :- રૂ.૧૨૦૩ નો પ્રથમ તેમજ રૂ.૧૧૯૪ બીજા સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૩૪ થી રૂ.૧૨૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૧૯૪ ) :- પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૦૩ થી રૂ.૧૨૨૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૭૩ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- અદાણી એનર્જી ( ૯૯૬ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા પાવર ડિસ્ટ્રીબ્યુશન સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૭૩ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૦૭ થી રૂ.૧૦૧૩ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૫૬૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રીફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૮૮ આસપાસ સપોર્ટથી રૂ.૧૫૪૭ થી રૂ.૧૫૩૪ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૦૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- હેવેલ્સ ઇન્ડિયા ( ૧૪૨૩ ) :- રૂ.૧૪૪૩ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૫૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૪૦૯ થી રૂ.૧૩૯૭ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૫૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૩૫૯ ) :- પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૮૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૪૭ થી રૂ.૧૩૪૦ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ટાટા કન્ઝ્યુમર ( ૧૧૭૫ ) :- ટી એન્ડ કૉફી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૯૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૬૩ થી રૂ.૧૧૫૦ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૦૯ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- જીન્દાલ સ્ટીલ ( ૯૯૮ ) :- રૂ.૧૦૧૩ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૧૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૮૭ થી રૂ.૯૮૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૨૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

