રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૧૦.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૫૫૬ સામે ૮૪૬૬૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૩૯૫૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૪૪ પોઈન્ટના ઘટાડા સાથે ૮૪૨૧૧ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૯૭૬ સામે ૨૫૯૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૭૩૩ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૬૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬૨ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૮૧૪ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજાર બે તરફી અફડાતફડીના અંતે ઘટાડા સાથે બંધ રહ્યું હતું. જીએસટીમાં કપાત, બજેટમાં રાહત તથા કોર્પોરેટ અર્નિગમાં દ્વીઅંકી વૃદ્ધીની અપેક્ષાએ આજે સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઇ હતી, જો કે ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ઘટાડો નોંધાયો હતો. અમેરિકા તથા ચીન વચ્ચે વેપાર તાણ હળવી થવાની શકયતા વધી જતા એશિયાના શેરબજારોમાં રોકાણકારોના માનસમાં સુધારો થયો હતો, જેની પાછળ ભારતીય શેરબજારમાં આજે સરુઆતી તબક્કામાં સેન્ટિમેન્ટ પોઝિટિવ જોવા મળ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની ઔદ્યોગિક, આર્થિક વૃદ્ધિનો નવો અધ્યાય શરૂ થયો હોવાનું અને મેઈક ઈન ઈન્ડિયાના મિશનમાં કોર્પોરેટ ઈન્ડિયા ઉત્સાહભેર જોડાઈ ગયા હોઈ સ્થાનિક સંસ્થાકીય અને રિટેલ રોકાણકારોના વધતાં વિશ્વાસ અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ પણ તક ચૂકી જવાના વસવસા વચ્ચે શેરોમાં ખરીદદાર બનવા લાગતાં બજારમાં ઇન્ડેક્સ બેઝડ બે તરફી અફડાતફડી જોવા મળી હતી.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા આગામી દિવસોમાં વ્યાજ દરમાં ઘટાડો થવાની અપેક્ષાએ ડોલર ઇન્ડેક્સ નબળો પડતા આજે ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં વધારો નોંધાયો હતો, જયારે વૈશ્વિક ક્રુડઓઈલનો માલભરાવો થવાની ધારણાંએ ઓપેક દ્વારા ઉત્પાદનમાં સાવચેતીભર્યો વધારો કરાશે તેવા અહેવાલે ક્રુડઓઈલના ભાવ વધતા અટકી સ્થિર જોવા મળ્યા હતા.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૯% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ, ટેલિકોમ્યુનિકેશન, ઓઈલ એન્ડ ગેસ, રિયલ્ટી, એનર્જી, ટેક, કેપિટલ ગુડ્સ અને કોમોડિટીઝ સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૪૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૨૩ અને વધનારની સંખ્યા ૧૮૫૩ રહી હતી, ૧૬૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં ભારતી એરટેલ ૧.૦૩%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૮૮%, બીઈએલ ૦.૮૪%, સન ફાર્મા ૦.૬૩%, આઈટીસી ૦.૩૦%, ટાટા સ્ટીલ ૦.૨૩%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૨૩%. મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૦.૧૪% અને ટ્રેન્ટ ૦.૦૯% વધ્યા હતા, જ્યારે મુખ્યત્વે હિંદુસ્તાન યુનિલિવર ૩.૨૦%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૯૨%, કોટક બેન્ક ૧.૭૨%, અદાણી પોર્ટ્સ ૧.૬૫%, ટાઈટન લિ. ૧.૫૭%, એચડીએફસી બેન્ક ૧.૪૧%, એક્સિસ બેન્ક ૧.૩૮%, એનટીપીસી ૦.૯૨%, બજાજ ફિનસર્વ ૦.૮૨%, મારુતિ સુઝુકી ૦.૭૮%, સ્ટેટ બેન્ક ૦.૭૭% અને ટેક મહિન્દ્ર ૦.૫૮% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૩૮ લાખ કરોડ ઘટીને રૂ.૪૬૮.૯૨ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૯ કંપનીઓ વધી અને ૨૧ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજારની ભાવિ દિશા હાલના મજબૂત લિક્વિડિટી પ્રવાહ અને મ્યુચ્યુઅલ ફંડોના વધતા સક્રિય રોકાણને ધ્યાનમાં લેતાં સકારાત્મક દિશામાં આગળ વધતી દેખાય છે. એસઆઈપી મારફતે સતત આવતા રોકાણે ઘરેલું મૂડીબજારની સ્થિતિને મજબૂત બનાવી છે, જેના કારણે બજાર વિદેશી રોકાણકારોના આધારથી વધુ સ્વતંત્ર બનતું જાય છે. પ્રાઈમરી માર્કેટમાં ફન્ડ હાઉસોની વધતી ભાગીદારી એ માર્કેટની ઊંડાણ અને સ્થિરતા બંનેમાં વધારો કરી રહી છે. આ ઉપરાંત, એન્કર ઈન્વેસ્ટમેન્ટ અને ક્વાલીફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર (QIB) સેગમેન્ટમાં વધેલા ફન્ડ ફ્લો સૂચવે છે કે લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી રોકાણકારો ભારતીય અર્થતંત્રના વિકાસ પર વિશ્વાસ ધરાવે છે.
આગામી મહિનાઓમાં અનેક નવી કંપનીઓ પોતાના આઈપીઓ લાવવાની તૈયારીમાં છે, જેના કારણે પ્રાઈમરી માર્કેટમાં સક્રિયતા વધુ તેજ બનવાની સંભાવના છે. આથી એકંદર બજાર માહોલ ઉત્સાહજનક રહેવાની શક્યતા છે, ખાસ કરીને એવા સેક્ટરોમાં જ્યાં વૃદ્ધિની સંભાવના વધુ છે, જેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફાર્મા, ફાઇનાન્સિયલ સર્વિસીસ અને કન્ઝ્યુમર ગુડ્સ. સ્થાનિક રોકાણકારોની મજબૂત હાજરી અને લિક્વિડિટી સપોર્ટને ધ્યાનમાં લેતાં, બજાર ટૂંકા ગાળાની અસ્થિરતા વચ્ચે પણ મધ્યમથી લાંબા ગાળે વૃદ્ધિશીલ દિશામાં આગળ વધે તેવી શક્યતા વધુ છે.
તા.૨૭.૧૦.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૨૪.૧૦.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૮૧૪ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૬૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૬૦૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૫૭૮૭ પોઈન્ટ થી ૨૫૬૭૬ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૬૦૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૩૭૭ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૩૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૩૯૩ થી રૂ.૧૪૦૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૦૯ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- ભારત ફોર્જ ( ૧૨૮૩ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૨૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૪૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૩૦૩ થી રૂ.૧૩૧૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૧૧૪૨ ) :- રૂ.૧૧૨૩ નો પ્રથમ તેમજ રૂ.૧૧૦૮ બીજા સપોર્ટથી આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૫૭ થી રૂ.૧૧૭૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- ઓરબિંદો ફાર્મા ( ૧૦૯૧ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૦૪ થી રૂ.૧૧૨૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૪૪ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- એસબીઆઈ કાર્ડ્સ ( ૯૩૭ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા નોન બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૮૯૮ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૫૩ થી રૂ.૯૬૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ગ્લેનમાર્ક ફાર્મા ( ૧૮૧૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૪૪ આસપાસ સપોર્ટથી રૂ.૧૭૯૭ થી રૂ.૧૭૮૮ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૬૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- અદાણી પોર્ટ્સ ( ૧૪૨૭ ) :- રૂ.૧૪૫૪ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૬૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૩૯૭ થી રૂ.૧૩૯૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૭૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- એક્સીસ બેન્ક ( ૧૨૪૨ ) :- પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૮૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૩૦ થી રૂ.૧૨૧૭ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- અદાણી ગ્રીન ( ૧૦૨૮ ) :- પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૫૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૯૭ થી રૂ.૯૮૫ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૬૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- સ્ટેટ બેન્ક ( ૯૦૩ ) :- રૂ.૯૨૩ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૯૩૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૮૯૦ થી રૂ.૮૭૮ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૩૯ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in