રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૫.૧૧.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૯૦૦ સામે ૮૫૦૦૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૪૫૩૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૫૭૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૧૩ પોઈન્ટના ઘટાડા સાથે ૮૪૫૮૭ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૧૭૦ સામે ૨૬૧૮૭ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૬૦૪૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૬૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૬૦૫૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકાએ રશીયાના ઓઈલની ખરીદી અટકાવવા ભારત સહિતના દેશોને આપેલી ચીમકી વચ્ચે હવે રશીયાએ ભારે ડિસ્કાઉન્ટમમાં ભારતને ઓઈલ વેચવા કરેલી ઓફર અને અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાના ગત સપ્તાહના અંતે પતનને લઈ ઓઈલ આયાત મોંઘી બનવાના જોખમે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની દરમિયાનગીરીએ ડોલર મોટાપ્રમાણમાં વેચાયાના અહેવાલો વચ્ચે ફંડોની નફારૂપી વેચવાલી ચાલુ રહેતા ભારતીય શેરબજારમાં ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
અમેરિકા અને ભારત વચ્ચે હાલ તુરત ટ્રેડ ડિલમાં થઈ રહેલા વિલંબ વચ્ચે વૈશ્વિક બજારોમાં એક તરફ સોના-ચાંદીના ભાવો તૂટવા સાથે ક્રિપ્ટો માર્કેટમાં પણ કડાકો ચાલુ રહેતાં ફંડોનું ઈક્વિટી બજારો તરફ રોકાણ વધવાની અપેક્ષા છતાં આજે ભારતીય શેરબજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ફેડ દ્વારા નીતિગત ટિપ્પણીઓ બાદ વ્યાજદરમાં ઘટાડાની શક્યતાઓ વધતા મંગળવારે ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડ્યો હતો, જ્યારે વૈશ્વિક ક્રૂડઓઈલના ભાવ ઘટયા પછી ફરી વધી આવ્યા હતા.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ માત્ર રિયલ્ટી, મેટલ, કોમોડિટીઝ, હેલ્થકેર, ટેલિકોમ્યુનિકેશન, કેપિટલ ગુડ્સ અને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૪૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૭૬ અને વધનારની સંખ્યા ૨૦૯૫ રહી હતી, ૧૭૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં બીઈએલ ૧.૫૭%, સ્ટેટ બેન્ક ૧.૩૩%, ટાટા સ્ટીલ ૦.૬૪%, ઈટર્નલ લિ. ૦.૫૩%, ભારતી એરટેલ ૦.૪૬% અને રિલાયન્સ ૦.૨૨% વધ્યા હતા, જ્યારે મુખ્યત્વે ટાટા મોટર્સ પેસેન્જર વેહિકલ્સ ૧.૬૨%, ટ્રેન્ટ લિ ૧.૫૯%, ઈન્ફોસીસ લિ. ૧.૨૫%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૯૯%, એચડીએફસી બેન્ક ૦.૯૨%, એચસીએસ ટેક ૦.૮૨%, કોટક મહિન્દ્ર બેન્ક ૦.૮૨%, બજાજ ફાઈનાન્સ ૦.૮૦%, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૦.૭૪%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૭૩%, આઈટીસી ૦.૭૨%, ટીસીએસ ૦.૬૬% અને ટાઈટન કંપની લિ. ૦.૫૫% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે લાર્જકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧૧ હજાર કરોડ ઘટીને ૪૬૯.૪૧ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૬ કંપનીઓ વધી અને ૨૪ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ટેક્સ દરમાં ઘટાડો, આવકવેરા રાહત તથા મોનિટરી પોલિસી હળવી થવાના સંયોગી પ્રભાવથી દેશમાં કન્ઝમ્પ્શન આધારિત વૃદ્ધિ મજબૂત બનતા એસ એન્ડ પી ગ્લોબલ રેટિંગ્સે ભારતની વૃદ્ધિ અંગેનો વિશ્વાસ યથાવત્ રાખતાં ચાલુ નાણાં વર્ષ માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ ૬.૫% પર જ રાખ્યો છે, જ્યારે આવતા વર્ષની વૃદ્ધિ ૬.૭% રહેવાની શક્યતા દર્શાવી છે. સપ્ટેમ્બર ત્રિમાસિકના જીડીપી આંકડા ૨૮ નવેમ્બરે જાહેર થવાના છે, એ પહેલા જ એસ એન્ડ પીએ તેના ‘ઈકોનોમિક આઉટલૂક એશિયા-પેસિફિક’ રિપોર્ટમાં જણાવ્યું છે કે અમેરિકાના ટેરિફ હોવા છતાં ભારતનો સ્થાનિક માંગ આધારિત ગ્રોથ સ્થિર અને મજબૂત રહ્યો છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પણ ચાલુ વર્ષે ૬.૮% વૃદ્ધિનો અંદાજ આપ્યો છે, જે ગયા વર્ષની ૬.૫% વૃદ્ધિ કરતા વધારે છે. એસ એન્ડ પીએ આગાહી કરી છે કે જો ભારત – અમેરિકા ટ્રેડ ડીલ પર સકારાત્મક પ્રગતિ થશે તો વેપાર સંબંધોમાં રહેલી અનિશ્ચિતતા ઘટશે, વિશ્વાસ વધશે અને લેબર-ઈન્ટેન્સિવ સેક્ટરોમાં તેજી જોવા મળશે. આ ઉપરાંત, જૂન મહિનામાં આરબીઆઈએ વ્યાજ દરોમાં ૦.૫૦% ઘટાડો કરીને રેપો રેટને ૫.૫% સુધી ઘટાડ્યો હતો – જે ત્રણ વર્ષની સૌથી નીચી સપાટી છે. નવરાત્રીના આરંભથી લાગુ કરાયેલા જીએસટી સ્ટ્રક્ચરલ ફેરફારોને પરિણામે આવતા મહિનાઓમાં ઉપભોગમાં વધુ તેજીની સંભાવના છે.
તા.૨૬.૧૧.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૨૫.૧૧.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૬૦૫૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૬૧૭૩ પોઈન્ટના પ્રથમ અને ૨૬૨૦૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૬૦૦૬ પોઈન્ટ થી ૨૫૯૭૯ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૬૨૦૨ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- એચસીએલ ટેક્નોલોજી ( ૧૬૦૭ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૭૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૬૨૨ થી રૂ.૧૬૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૬૩૬ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૩૬૫ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૩૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૩૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૩૭૪ થી રૂ.૧૩૮૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- ઓરબિન્દો ફાર્મા ( ૧૨૧૩ ) :- રૂ.૧૧૯૩ નો પ્રથમ તેમજ રૂ.૧૧૮૫ બીજા સપોર્ટથી ફાર્માસ્યુટિકલ્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૨૪ થી રૂ.૧૨૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- એચડીએફસી બેન્ક ( ૯૯૫ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૦૩ થી રૂ.૧૦૧૩ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૭૫ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- જેએસડબ્લ્યુ એનર્જી ( ૪૭૮ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા પાવર જનરેશન સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૪૬૦ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૪૮૫ થી રૂ.૪૯૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ટેક મહિન્દ્ર ( ૧૫૦૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૩૭ આસપાસ સપોર્ટથી રૂ.૧૪૯૪ થી રૂ.૧૪૮૮ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૫૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- એક્સિસ બેન્ક ( ૧૨૭૩ ) :- રૂ.૧૨૯૪ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૩૦૩ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૨૬૦ થી રૂ.૧૨૫૫ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૧૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- ટાટા કન્ઝ્યુમર ( ૧૧૮૧ ) :- ટી એન્ડ કોફી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૦૮ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૬૮ થી રૂ.૧૧૬૦ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- અદાણી એનર્જી ( ૯૭૮ ) :- પાવર ડિસ્ટ્રિબ્યુશન સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૯૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૭૦ થી રૂ.૯૬૪ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૯૭ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- ટાટા ટેક્નોલોજી ( ૬૭૧ ) :- રૂ.૬૮૬ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૬૯૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૬૬૩ થી રૂ.૬૫૬ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૦૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

