રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૭.૧૧.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૫૬૦૯ સામે ૮૫૭૪૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૫૪૭૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૮૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૮૫૭૨૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૩૮૧ સામે ૨૬૪૦૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૬૩૧૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯ પોઈન્ટના ઉછાળા સાથે ૨૬૩૯૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અંદાજીત ૧૪ મહિનાની લાંબી રાહ જોયા બાદ, ભારતીય શેરબજારે આજે ગુરુવારે ઇતિહાસ રચ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સ તેના બાવન સપ્તાહની ઉચ્ચ સ્તરને પાર કરી સેન્સેક્સે પહેલીવાર ૮૬૦૫૫ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૨૬૪૯૫ પોઈન્ટની નવી ઐતિહાસિક સપાટી નોંધાવી હતી. અમેરિકાના તાજેતરના આર્થિક આંકડા થોડા નબળા આવતા અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા ડિસેમ્બર મહિનામાં વ્યાજદરમાં ઘટાડો કરે તેવી અપેક્ષાએ વિશ્વના અન્ય બજારોમાં પણ તેજીનો માહોલ જોવા મળ્યો હતો, જેની સીધી અસર ભારતીય બજારના સેન્ટિમેન્ટ પર પડી હતી.
વિશ્વની સરખામણીમાં ભારતનો આર્થિક વિકાસ દર ખૂબ જ સારો હોવાથી મજબૂત જીડીપી વૃદ્ધિને કારણે કંપનીઓની કમાણી વધવાની અપેક્ષા તેમજ તાજેતરમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં મોટાભાગની ભારતીય કંપનીઓએ સારા પરિણામો રજૂ કર્યા હોવાને લીધે સ્થાનિક બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. વ્યાજદર ઘટવાની આશાએ વિદેશી રોકાણકારોની સાથે સ્થાનિક સંસ્થાગત રોકાણકારોની સતત ખરીદી પણ બજારને મજબૂત ટેકો આપ્યો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ડિસેમ્બરમાં યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડા અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નીતિમાં નરમાઈની અપેક્ષાઓ મજબૂત હોવા છતાં, આયાતકારો તરફથી અમેરિકન ચલણની માંગમાં વધારો થવાને કારણે ગુરુવારે ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે નબળો પડ્યો હતો, જયારે રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામની શક્યતા વધતાં ક્રૂડના ભાવ ઘટી ચાર સપ્તાહની નીચી સપાટીએ રહ્યા હતા.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ફાઈનાન્શિયલ સર્વિસીસ, ફોકસ્ડ આઇટી, આઈટી, બેન્કેકસ અને ટેક સેક્ટરમાં ઉછાળો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૪૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૫૯ અને વધનારની સંખ્યા ૧૯૮૯ રહી હતી, ૧૯૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે બજાજ ફાઈનાન્સ ૨.૨૭%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૨૪%, બજાજ ફિનસર્વ ૧.૧૧%, હિન્દુસ્તાન યુનિલિવર ૧.૦૫%, એચસીએલ ટેકનોલોજી ૦.૮૨%, ઇન્ફોસિસ લિ. ૦.૫૪%, એચડીએફસી બેન્ક ૦.૫૪%, લાર્સેન લિ. ૦.૫૧%, આઈટીસી લિ. ૦.૪૨% અને કોટક બેન્ક ૦.૩૯% વધ્યા હતા, જ્યારે મારુતિ સુઝુકી ૧.૪૨%, ઇટર્નલ લિ. ૧.૩૫%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૧૫%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૧.૧૪%, ટાટા સ્ટીલ ૦.૯૭%, ટીસીએસ લિ. ૦.૮૧%, ટેક મહિન્દ્રા ૦.૬૭%, ટ્રેન્ટ લિ. ૦.૫૫%, ભારતી એરટેલ ૦.૫૨% અને પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૪૯% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ઓક્ટોબર માસમાં આપેલો ૬.૬% જીડીપી ગ્રોથનો અંદાજ યથાવત્ રાખ્યા સાથે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) દ્વારા નોંધવામાં આવ્યું છે કે ટેરિફ સહિતના બાહ્ય પડકારો વચ્ચે પણ ભારત મજબૂત આર્થિક ગતિ જાળવી રાખશે, જ્યારે આવતા વર્ષ માટેનો અંદાજ ૬.૪%થી ઘટાડીને ૬.૨% કર્યો છે. આઈએમએફના મુજબ રિટેલ ફુગાવો નીચો છે અને આવનારા મહિનાઓમાં સ્થિર રહેશે, જેના કારણે ભાવ નિયંત્રણ અને નીતિગત નિર્ણયો લેવા માટે આરબીઆઈને સગવડ રહેવાની શક્યતા છે. આથી, આગામી મોનીટરી પોલિસી મીટિંગમાં વ્યાજદર ઘટાડાની સંભાવના પણ વધી છે.
આઈએમએફે જણાવ્યું કે બાહ્ય અનિશ્ચિતતા છતાં ભારતનું અર્થતંત્ર મજબૂત મોમેન્ટમ સાથે આગળ વધી રહ્યું છે. તેણે જૂન ક્વાર્ટરની સમીક્ષા કરતા જણાવ્યું કે ગત વર્ષના ૬.૪% મજબૂત ગ્રોથ બાદ પણ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ભારતે ૭.૮% ગ્રોથ હાસલ કર્યો હતો, જે મજબૂત આંતરિક માંગ અને નીતિગત સપોર્ટનું પરિણામ છે. ઘરેલું અર્થવ્યવસ્થામાં સુધારા અને મજબૂત વપરાશ પ્રવૃત્તિઓ આગામી માસોમાં પણ ગ્રોથને ટેકો આપશે. તાજેતરમાં અનેક વૈશ્વિક અને સ્થાનિક એજન્સીઓએ પણ ભારતના ગ્રોથ આઉટલૂકમાં વધારો કર્યો છે અથવા અંદાજ યથાવત રાખ્યો છે.
તા.૨૮.૧૧.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૨૭.૧૧.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૬૩૯૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૬૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૨૬૫૩૫ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૬૩૦૩ પોઈન્ટ થી ૨૬૨૩૨ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૬૪૭૪ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- હેવેલ્સ ઇન્ડિયા ( ૧૪૪૧ ) :- કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિકસ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૨૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૧૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૫૪ થી રૂ.૧૪૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૬૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- ઓરબિન્દો ફાર્મા ( ૧૨૪૩ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૨૨૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૧૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૨૫૭ થી રૂ.૧૨૬૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- ટાટા કન્ઝ્યુમર ( ૧૧૮૪ ) :- રૂ.૧૧૬૦ નો પ્રથમ તેમજ રૂ.૧૧૪૪ બીજા સપોર્ટથી ટી એન્ડ કૉફી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૯૩ થી રૂ.૧૨૦૨ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- અદાણી ગ્રીન ( ૧૦૩૯ ) :- પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૪૭ થી રૂ.૧૦૫૫ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૦૮ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- એસબીઆઈ કાર્ડ્સ ( ૮૮૮ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા નોન બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૮૭૦ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૮૯૪ થી રૂ.૯૦૪ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- અદાણી પોર્ટ્સ ( ૧૫૧૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૩૭ આસપાસ સપોર્ટથી રૂ.૧૫૦૩ થી રૂ.૧૪૯૭ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૫૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૩૯૯ ) :- રૂ.૧૪૨૩ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૩૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૩૮૭ થી રૂ.૧૩૮૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૩૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- જીન્દાલ સ્ટીલ ( ૧૦૪૫ ) :- આયર્ન એન્ડ સ્ટીલ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૮૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૦૨૮ થી રૂ.૧૦૧૫ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- એચડીએફસી બેન્ક ( ૧૦૧૩ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૦૩ થી રૂ.૯૯૪ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૪૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- ઝાયડસ લાઈફસાયન્સીસ ( ૯૪૨ ) :- રૂ.૯૬૪ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૯૭૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૨૭ થી રૂ.૯૧૯ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૭૯ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

