રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૧૧.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૫૭૨૦ સામે ૮૫૭૯૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૫૫૭૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૩૯૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩ પોઈન્ટના ઘટાડા સાથે ૮૫૭૦૬ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૩૯૦ સામે ૨૬૩૪૧ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૬૩૩૬ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૨૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩ પોઈન્ટના ઘટાડા સાથે ૨૬૩૮૭ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ફુગાવો ઘટતા રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટિ રેપો રેટમાં ઘટાડો કરશે તેવી ધારણાંએ આજે સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર અફડાતફડીના અંતે સામાન્ય ઘટાડા સાથે બંધ રહ્યું હતું. અમેરિકા-ભારત વેપાર કરાર પર ચર્ચા, વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા શરૂ થયેલી ધીમી ગતિની લેવાલી તથા આવતા સપ્તાહે મળનારી રિઝર્વ બેન્કની બેઠક પહેલા ભારતીય શેરબજારના મુખ્ય ઈન્ડાઈસિસે ગઈકાલે નવી ઊંચાઈઓને સ્પર્શી હતી, જો કે આજે ફંડોની સાવચેતી જોવા મળી હતી.
આજે ફંડો દ્વારા ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવતા શરૂઆતી તબક્કામાં આવેલો સુધારો ધોવાઈ ગયો હતો અને મુખ્ય ઈન્ડાઈસિસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. સ્થાનિક સ્તરે વ્યાજ દરમાં કોઈપણ ઘટાડો ઉપભોગ માંગમાં વૃદ્ધિ કરાવશે તેવી અપેક્ષા ઉપરાંત અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર ઘટાડાશે તો વિદેશી રોકાણ પ્રવાહ ભારત તરફ ફરી શરૂ થવાની પણ આશા રખાઈ રહી છે.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, શુક્રવારે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડ્યો હતો, જયારે અમેરિકામાં ક્રૂડ ઓઈલનો સ્ટોક ૧૯ લાખ બેરલ્સ ઘટયો હોવાના અહેવાલે વૈશ્વિક ક્રૂડઓઈલના ભાવ ઉંચકાયા હતા.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ઓટો, હેલ્થકેર, મેટલ, એફએમસીજી, સર્વિસીસ, કંઝ્યુમર ડિસ્ક્રેશનરી, કોમોડિટીઝ, બેન્કેક્સ અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૧૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૯૭ અને વધનારની સંખ્યા ૧૯૬૦ રહી હતી, ૧૬૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૦૭%, સન ફાર્મા ૧.૧૭%, કોટક બેન્ક ૦.૭૯%, સ્ટેટ બેન્ક ૦.૬૯%, હિંદુસ્તાન યુનિલિવર ૦.૬૫%, અદાણી પોર્ટ્સ ૦.૫૩%, ટેક મહિન્દ્ર ૦.૪૬%, બજાજ ફાઈનાન્સ ૦.૩૮%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૨૧%, આઈટીસી લિ. ૦.૧૧% અને ટીસીએસ લિ. ૦.૦૯% વધ્યા હતા, જ્યારે મુખ્યત્વે પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૩૫%, ઈટર્નલ લિ. ૦.૮૩%, ભારતી એરટેલ ૦.૭૦%, એક્સિસ બેન્ક ૦.૫૫%, ઈન્ફોસિસ લિ. ૦.૪૧%, ટ્રેન્ટ લિ. ૦.૪૧%, બીઈએલ ૦.૩૬% અને બજાજ ફિનસર્વ ૦.૩૫% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સામે લાર્જકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૦.૦૨ લાખ કરોડ વધીને ૪૭૪.૩૫ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૧ કંપનીઓ વધી અને ૧૯ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય અર્થતંત્ર અંગે આઈએમએફના તાજેતરના ઘટાડેલા અંદાજો શેરબજાર માટે નજીકના સમયમાં મિશ્ર પણ મહત્ત્વના સંકેત આપે છે. એક તરફ, ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકાસ પામતા અર્થતંત્રોમાંનું એક હોવા છતાં, જીડીપી વૃદ્ધિ દરમાં ઘટાડો, રૂપિયાની નબળાઈ અને ૫ ટ્રિલિયન ડોલર અર્થતંત્રના લક્ષ્યમાં થયેલો વિલંબ બજારમાં ટૂંકા ગાળાના માનસિક સ્વભાવને થોડું દબાણમાં મૂકી શકે છે. વિદેશી રોકાણકારો માટે રૂપીયાનું અવમૂલ્યન નકારાત્મક બનતું હોવાથી ૨૦૨૬-૨૦૨૭ દરમિયાન રૂપિયો વધુ નબળો રહેવાની સંભાવના બજારમાં અસ્થિરતાને વધારી શકે છે.
માત્ર જીડીપી વૃદ્ધિ ઘટવાથી બેંકિંગ-ફાઈનાન્સ, ઓટો સેક્ટર, આઈટી અને રિયલ એસ્ટેટ જેવા અગ્રણી ક્ષેત્રોમાં દબાણ વધી શકે છે. કુલ મળીને, વૈશ્વિક પરિબળો અને ચલણની અનિશ્ચિતતા બજારમાં ટૂંકા ગાળાનું સાવચેતીભર્યું માહોલ જાળવી શકે છે. પરંતુ લાંબા ગાળે, ભારતીય શેરબજારની બંધારણીય વૃદ્ધિ હજુ પણ મજબૂત દેખાય છે. બીજા ક્વાર્ટરમાં ભારતના જીડીપી વૃદ્ધિ દર ૮.૨% નોંધાયો છે. સરકારી આંકડા મુજબ, ગત નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં તે ૫.૬% હતો. આગામી દિવસોમાં ઓક્ટોબર ૨૦૨૫ માટે ભારતના ઔદ્યોગિક ઉત્પાદનના ડેટા જાહેર થશે તેના પર ભારતીય શેરબજારની નજર રહેશે.
તા.૦૧.૧૨.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૨૮.૧૧.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૬૩૮૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૬૨૦૨ પોઈન્ટના પ્રથમ અને ૨૬૦૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૬૪૦૪ પોઈન્ટ થી ૨૬૪૭૪ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૬૦૮૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- અદાણી પોર્ટસ ( ૧૫૨૮ ) :- પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૯૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૮૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૪૪ થી રૂ.૧૫૫૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૫૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- ભારત ફોર્જ ( ૧૪૪૬ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૪૨૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૦૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૫૭ થી રૂ.૧૪૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૩૯૫ ) :- રૂ.૧૩૭૩ નો પ્રથમ તેમજ રૂ.૧૩૬૦ બીજા સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૦૮ થી રૂ.૧૪૧૮ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- જીન્દાલ સ્ટીલ ( ૧૦૫૫ ) :- આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૬૭ થી રૂ.૧૦૮૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૨૩ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- સ્ટેટ બેન્ક ( ૯૮૩ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા પબ્લિક બેન્ક સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૫૦ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૯૦ થી રૂ.૧૦૦૩ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- વોલ્ટાસ લિ. ( ૧૩૬૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ હાઉસહોલ્ડ એપ્લાયેન્સીસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૮૦ આસપાસ સપોર્ટથી રૂ.૧૩૪૭ થી રૂ.૧૩૩૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૦૪ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- ઓરબિંદો ફાર્મા ( ૧૨૨૭ ) :- રૂ.૧૨૪૭ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૨૫૪ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૨૦૮ થી રૂ.૧૧૯૪ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- ટાટા કન્ઝ્યુમર ( ૧૧૭૬ ) :- ટી એન્ડ કૉફી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૦૩ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૬૦ થી રૂ.૧૧૪૭ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- એચડીએફસી બેન્ક ( ૧૦૧૩ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૩૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૯૭ થી રૂ.૯૮૫ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૪૫ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- અદાણી એનર્જી ( ૯૯૯ ) :- રૂ.૧૦૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૪૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૮૪ થી રૂ.૯૭૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૪૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

