વિશ્વ સ્તરે ભારતના અર્થતંત્ર પર વિશ્વાસ વધી રહ્યો છે. જાપાનની રેટિંગ એજન્સી **રેટિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફોર્મેશન (R&I)એ ભારતના સોવરિન રેટિંગને ‘BBB’માંથી ‘BBB+’ સુધી અપગ્રેડ કર્યું છે. આ અપગ્રેડ ભારત માટે એક મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે, જે દેશની મજબૂત આર્થિક વૃદ્ધિ અને સમજદાર નાણાકીય નીતિ પર વિશ્વનો વિશ્વાસ દર્શાવે છે. સરકારએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે અને જણાવ્યું છે કે, ભારત સમાવિષ્ટ વિકાસ અને નાણાકીય સ્થિરતા જાળવવા માટે પ્રતિબદ્ધ છે.
આ વર્ષે આ પહેલો એવો અપગ્રેડ નથી. S&Pએ ઓગસ્ટ ૨૦૨૫માં ભારતનું રેટિંગ ‘BBB-‘માંથી ‘BBB’ કર્યું હતું, જ્યારે મોર્નિંગસ્ટાર DBRSએ મે ૨૦૨૫માં ‘BBB (નીચું)’માંથી ‘BBB’ સુધી અપગ્રેડ આપ્યું હતું. હવે R&I દ્વારા અપગ્રેડ મળતા, આ વર્ષે ત્રીજી વખત કોઈ ગ્લોબલ ક્રેડિટ રેટિંગ એજન્સીએ ભારતનું રેટિંગ સુધાર્યું છે. આ સિદ્ધિ ભારતને વિશ્વના સૌથી ગતિશીલ અને સ્થિતિસ્થાપક અર્થતંત્રોમાંથી એક તરીકે મજબૂત સ્થાન અપાવે છે.