Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Financial Technology ને સ્માર્ટ બનાવતી હકેથોનનું સફળ આયોજન

    November 17, 2025

    Adani Ports ના ડિરેક્ટર કરણ અદાણીનું પ્રેરક પ્રવચન

    November 17, 2025

    Adani આસામમાં પરિવર્તનશીલ ઉર્જા પ્રકલ્પોમાં રુ.63,000 કરોડનું રોકાણ કરશે

    November 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Financial Technology ને સ્માર્ટ બનાવતી હકેથોનનું સફળ આયોજન
    • Adani Ports ના ડિરેક્ટર કરણ અદાણીનું પ્રેરક પ્રવચન
    • Adani આસામમાં પરિવર્તનશીલ ઉર્જા પ્રકલ્પોમાં રુ.63,000 કરોડનું રોકાણ કરશે
    • અદાણી સિમેન્ટ TNFD ભલામણો સ્વીકારનાર ભારતની પ્રથમ સિમેન્ટ કંપની બની
    • Ahmedabad ની ઝાયડસ હૉસ્પિટલને સતત સાતમી વખત શ્રેષ્ઠ હૉસ્પિટલનો એવોર્ડ મળ્યો
    • Surendranagar લીંબડી ભલગામડા ગેટ પાસે ક્રેન હડફેટે 108 એમ્બ્યુલન્સને નુકસાન
    • Surendranagar ના મુળી તાલુકાના લીમલી ગામે ગૌચર જમીન પર ખનિજ ચોરી અંગે દરોડા
    • Amreli વડેરા ગામે પશુપાલકના વાડામાં હિંસક પ્રાણી ખાબકયા : 8 ઘેંટાના મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, November 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લાઈફ સ્ટાઇલ»ટ્રમ્પની ડિનર પાર્ટીમાં Nita Ambaniની સાડીની ચર્ચા
    લાઈફ સ્ટાઇલ

    ટ્રમ્પની ડિનર પાર્ટીમાં Nita Ambaniની સાડીની ચર્ચા

    Vikram RavalBy Vikram RavalJanuary 21, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    અમેરિકન પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહ પહેલા અમેરિકામાં એક પ્રાયવેટ ડિનર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે દુનિયાભરના નેતાઓ વોશિંગ્ટન પહોંચી રહ્યા છે. આ દરમિયાન મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ ડિનરમાં જોવા મળ્યા હતા. હંમેશા પોતાના ટ્રેડિશનલ લૂકથી લોકોનું દિલ જીતી લેતા નીતા અંબાણી બ્લેક કલરની સિલ્કની સાડી અને સુંદર જ્વેલરીમાં જોવા મળ્યાં હતાં. હાલ સોશિયલ મીડિયામાં પણ તેની ભારે ચર્ચા થઈ રહી છે. 

    કાંચીપુરમ સાડીમાં 100થી વધુ આધ્યાત્મિક રચના

    આ ડિનર પાર્ટી પ્રસંગે નીતા અંબાણીએ સ્વદેશ બ્રાન્ડની કાંચીપુરમ સાડી પહેરી હતી. જેમાં ગોલ્ડન-સિલ્વર વર્ટિકલ લાઇન્સ હતી. તેમજ પિંક બોર્ડર સાડીને એક વાયબ્રન્ટ ટચ આપી રહી હતી. આ સાડીમાં કાંચીપુરમના ભવ્ય મંદિરોથી પ્રેરિત 100થી વધુ આધ્યાત્મિક અને ઐતિહાસિક પ્રતીકોને સામેલ કરવા ઊંડું સંશોધન કરીને તેનો સમાવેશ કરાયો હતો. આ સાડી સાથે તેમણે બ્લેક કલરનો ફૂલ સ્લીવ્ઝ વેલ્વેટ બ્લાઉઝ પહેર્યો હતો. બ્લેક સિલ્ક સાડી સાથે નીતા અંબાણીએ પહેરેલા 18મી સદીના પરંપરાગત ભારતીય ઘરેણાંએ ચાર ચાંદ લગાવી દીધા હતા. એ જોઈને લાગતું હતું કે જાણે તેઓ ભારતનો આત્મા વૈશ્વિક મંચ પર લઈ ગયાં હતાં. 

    નીતા અંબાણીની જરૂરિયાત પ્રમાણે આ સાડી નેશનલ ઍવૉર્ડ વિનર આર્ટિસ્ટ બી. ક્રિશ્નામૂર્તિએ ડિઝાઇન કરી હતી. આ સાડી ડિઝાઇન કરવા તેમણે ખૂબ જ સમજદારીથી કેટલીક રચનાઓ પસંદ કરી હતી. જેમ કે, ઈરુથલાઈપક્ષી (ભગવાન વિષ્ણુનું પ્રતિનિધિત્વ કરતું બે માથા ધરાવતું બાજ), અમરત્વ અને દિવ્યતાના પ્રતીકસમું મયિલ તેમજ પૌરાણિક પ્રાણીઓની કેડી સોર્ગાવસલ (જે ભારતની સમૃદ્ધ લોકકથાઓની વાત કરે છે). 

    આ સાડીને મોડર્ન લૂક આપવા નીતા અંબાણીએ મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલો બિલ્ડ-અપ નેકલાઇન વેલ્વેટ બ્લાઉઝ પહેર્યો હતો, જેની સ્લિવ્સમાં સુંદર મણકાકામ પણ કરાયું હતું. આનાથી ઉત્તમ ટાઇમલેસ સોફિસ્ટિકેશન શું હોઈ શકે!

    200 વર્ષ જૂનો સુંદર નેકલેસ પહેર્યો

    આ માસ્ટરપીસ સાથે તેમણે દક્ષિણ ભારતમાં બનેલું 200 વર્ષ જૂનું પોપટના આકારનું પેન્ડન્ટ પણ પહેર્યું હતું. આ પેન્ડન્ટને લાલ-લીલા રંગના મણકા સાથે કુંદન ટેકનિકથી નીલમણિ, માણેક તેમજ હીરા-મોતીને સોનામાં જડવામાં આવ્યા હતા. આ યુનિક કોમ્બિનેશન થકી નીતા અંબાણીએ ભારતની ભવ્ય પરંપરાને વધાવવાની સાથે આપણા કલાકારોનું સન્માન કર્યું હતું. એટલું જ નહીં, આ રીતે તેઓ ફરી એકવાર આપણી ભવ્ય કારીગરીને વૈશ્વિક મંચ પર લઈ ગયા હતા. આ સાથે જ તેમણે નેકલેસ સાથે મેચ કરતી વીંટી અને બુટ્ટી પણ પહેરી હતી. આ સિવાય ઘણી તસવીરોમાં તેમણે કાળા રંગનો કોટ પહેર્યો હતો જે ખૂબ જ સુંદર લાગે છે, જેના પર ફર વર્ક પણ છે.

    આ સાથે જ નીતા અંબાણીએ વિન્ગ્ડ આઇલાઇનર, બ્લશ, આઇશેડો, ન્યુડ લિપ શેડ સાથે મિનિમલ મેકઅપ પણ કર્યો અને બન હેરસ્ટાઇલ સાથે લૂક પૂર્ણ કર્યો હતો. જ્યારે મુકેશ અંબાણીની વાત કરીએ તો તેમણે બ્લેક બ્લેઝર, મેચિંગ ટ્રાઉઝર, સફેદ શર્ટ અને ડાર્ક કલરની ટાઈ પહેરી હતી. 

    Nita Ambani's saree
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    શ્રેષ્ઠ ઔષધો અને તેના ઉપયોગો

    November 15, 2025
    આંતરરાષ્ટ્રીય

    નબળી જીવનશૈલીને કારણે ‘Vitamin D’ની ઉણપ થાય છે

    November 14, 2025
    લેખ

    ૧૪ નવેમ્બરને “World Diabetes Day : ૧૦માંથી ૭ વ્યક્તિમાં ડાયાબિટીસની સમસ્યા

    November 13, 2025
    અન્ય રાજ્યો

    સોય વિના જ Diabetes ટેસ્ટ થશે

    November 7, 2025
    આંતરરાષ્ટ્રીય

    Eyes થી હૃદયનાં જોખમ વિશેની ચેતવણી આપી શકાય

    November 5, 2025
    હેલ્થ

    શિયાળામાં શરીર સ્વસ્થ રાખવા સવારે ખાલી પેટ પીવો આમળાનું આ આયુર્વેદિક ડ્રિંક

    October 29, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Financial Technology ને સ્માર્ટ બનાવતી હકેથોનનું સફળ આયોજન

    November 17, 2025

    Adani Ports ના ડિરેક્ટર કરણ અદાણીનું પ્રેરક પ્રવચન

    November 17, 2025

    Adani આસામમાં પરિવર્તનશીલ ઉર્જા પ્રકલ્પોમાં રુ.63,000 કરોડનું રોકાણ કરશે

    November 17, 2025

    અદાણી સિમેન્ટ TNFD ભલામણો સ્વીકારનાર ભારતની પ્રથમ સિમેન્ટ કંપની બની

    November 17, 2025

    Ahmedabad ની ઝાયડસ હૉસ્પિટલને સતત સાતમી વખત શ્રેષ્ઠ હૉસ્પિટલનો એવોર્ડ મળ્યો

    November 17, 2025

    Surendranagar લીંબડી ભલગામડા ગેટ પાસે ક્રેન હડફેટે 108 એમ્બ્યુલન્સને નુકસાન

    November 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Financial Technology ને સ્માર્ટ બનાવતી હકેથોનનું સફળ આયોજન

    November 17, 2025

    Adani Ports ના ડિરેક્ટર કરણ અદાણીનું પ્રેરક પ્રવચન

    November 17, 2025

    Adani આસામમાં પરિવર્તનશીલ ઉર્જા પ્રકલ્પોમાં રુ.63,000 કરોડનું રોકાણ કરશે

    November 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.