Amreli,તા.11
અમરેલી ખાતે છેલ્લા 48 કલાકથી ચાલતા નારી સ્વાભિમાન આંદોલનનાં પ્રથમ તબકકામાં પુર્વ ધારાસભ્ય અને પુર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ અમરેલીની પાટીદાર પીડિત યુવતીને ન્યાય અપાવવા ધરણા યોજી અમરેલી શહેર અડધો દિવસ બંધ રાખવાનું એલાન આપતા આજે શનિવારે અમરેલી શહેર બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડયો હતો. જયાં સુધી પીડિત પાટીદાર યુવતીને ન્યાય નહી મળે ત્યાં સુધી લડત શરૂ રહેશે તેમ પરેશ ધાનાણીએ જણાવ્યું છે.
અમરેલી ખાતે છેલ્લા 48 કલાકથી ચાલતા નારી સ્વાભિમાન આંદોલનનો પ્રથમ તબક્કાનું ધારણા કાર્યક્રમ પુર્ણ જાહેર કરી અમરેલીના પુર્વ ધારાસભ્ય અને પુર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ એક્વા નાની બાળકીના હાથે લીંબુ પાણી પીધુ હતું. અને ત્યાર બાદ ઉપવાસી છાવણીને સંબોધીને જણાવ્યું હતું કે, પીડિત યુવતીને ન્યાય આપવા માટે થઈ છેલ્લા 48 કલાકના ઉપવાસ કરવા છતાં અને કહેવાતી સંવેદન સરકારની સંવેદના જગાડવામાં પોતે નિષ્ફળ રહયા છે.
નારી સ્વાભિમાન આંદોલનનો પ્રથમ તબક્કાનું ધારણા કાર્યક્રમ પુર્ણ જાહેર થયા બાદ આગામી સોમવારથી હવે સુરતથી બીજા તબક્કાનો પ્રારંભ કરવાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આ લડાઈમાં કોંગ્રેસ પક્ષની નથી , પરંતુ નારીના સ્વાભિમાનની લડાઈ છે તેમાં તમામ સામાજિક આગેવાનો, વેપારી આગેવાનોને આ ન્યાયની લડતમાં સહભાગી થવા જાહેર આમંત્રણ આપ્યું હતું.
આજે બંધની અપીલને લઇ અમરેલી બંધ રાખનાર સૌ કોઈ વેપારીઓનો પણ આ તકે આભાર માન્યો હતો. અને જ્યાં સુધી પીડિત યુવતીને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ આંદોલન શરૂ રાખવામાં આવશે તેમ અંતમાં જણાવ્યું હતું.
આજે અમરેલી ખાતે છેલ્લા 48 કલાકથી ચાલતા નારી સ્વાભિમાન આંદોલનનો પ્રથમ તબક્કાનું ધારણા કાર્યક્રમ પુર્ણ જાહેર કરવા માટેના કાર્યક્રમમાં ઉનાના પુર્વ કોંગી ધારાસભ્ય પુંજાભાઈ વંશ, માજી સાંસદ વિરજી ઠુંમર, યુવા કોંગ્રેસના પ્રમુખ સંદીપ ધાનાણી, કોંગ્રેસ અગ્રણી નરેશ અધ્યારૂ, અર્જુનભાઇ સોસા, નંદલાલ ભડકણ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પુર્વ ચેરમેન ટીકુભાઈ વરૂ તથા મનુભાઈ આદરોજા, સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.