Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Tamil Nadu માં ગેસ સિલિન્ડર ભરેલ ટ્રક પલ્ટયો : ભયાવહ બ્લાસ્ટ

    November 11, 2025

    નિઠારી હત્યાકાંડમાં 19 વર્ષથી કેદ સુરેન્દ્ર કોલીને Supreme Court મુક્ત કર્યો

    November 11, 2025

    Terrorist Hafiz Saeed બાંગ્લાદેશ પહોંચ્યો

    November 11, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Tamil Nadu માં ગેસ સિલિન્ડર ભરેલ ટ્રક પલ્ટયો : ભયાવહ બ્લાસ્ટ
    • નિઠારી હત્યાકાંડમાં 19 વર્ષથી કેદ સુરેન્દ્ર કોલીને Supreme Court મુક્ત કર્યો
    • Terrorist Hafiz Saeed બાંગ્લાદેશ પહોંચ્યો
    • Trump ભારત પરના ટેરીફ ઘટાડશે! તૂર્તમાં ટ્રેડ ડીલ થવાનો મહત્વનો સંકેત
    • PM મોદી ભુતાનની મુલાકાતે: હાઇડ્રો પ્રોજેક્ટના ઉદ્ઘાટન
    • ભારત-આફ્રિકા વન-ડે સીરિઝમાં Shreyas Iyer વાપસી કરશે?
    • ગુજરાતી કપલના વેડિંગ શૂટમાં સ્પીકર લઈને નાચવા લાગ્યો Rohit Sharma
    • શમી સંપૂર્ણપણે ફીટ,તે ટીમમાં હોવો જોઈએ,Sourav Ganguly એ ટીમ સિલેક્શન પર ઊઠાવ્યાં સવાલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»આયુર્વેદશાસ્રના સાધક અનંતમાં સમાયા ડો.વી.ડી.શુક્લ પંચતત્વમાં વિલિન થયા
    જામનગર

    આયુર્વેદશાસ્રના સાધક અનંતમાં સમાયા ડો.વી.ડી.શુક્લ પંચતત્વમાં વિલિન થયા

    Vikram RavalBy Vikram RavalJanuary 1, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jamnagar,તા.01

    જામનગરને કર્મભૂમિ બનાવનાર વૈદ્ય-પ્રોફેસર-ડોક્ટર  વી.ડી.શુક્લ સાયબના અનુભૂત જ્ઞાનસભર ભવ્ય અને દિવ્ય જીવન વિષે જે જાણતા હોય તે મહાનિબંધ લખી શકે તેવા શાસ્રજ્ઞ હોઇ જ્ઞાનાગ્નિ અને વટવૃક્ષ સમાન શિતળતાના સમન્વય  સમાન શ્રી શુક્લ સાયબ આયુર્વેદ જે ને પાંચમો વેદ પણ કહે છે તેમના સાધક રહ્યા અને અનેક જીજ્ઞાસુઓ માટે તેમજ આતુરો માટે સમાધાન અને શમન આપતા રહ્યા હતા હજુય એ માની શકાતુ નથી કે પ્રો.વી.ડી.શુક્લ સાયબ આ લોક પર નથી…..કેમકે તેઓનો સ્પર્શ થાય ત્યારે અનુભવ થાય કે તેઓના રૂધીરાભિસરણ તંત્રમાં પરમ પાવની સરિતા વહેતી હતી જે અનંત મહાસાગરમાં સમાઇ ગઇ. શાસ્રો કહે છે કે ઉત્પતિ-સ્થિતિ-લય અમુક વખતે વિસ્મય કારક હોય છે તે વિસ્મયની પહેલે પાર એક એવો ધબકાર હોય છે એક એવો લય હોય છે જે પરમતત્વના પરમ આશિર્વાદ સમાન હોય છે,ડોક્ટર વી.ડી.શુક્લ સાયબના પરીવાર તો ખરાજ પરંતુ સંપર્કમાં આવનાર દરેક  આ ધબકારના સાક્ષી રહ્યા છે શાસ્રજ્ઞ કોઇપણ વયમાં થવાય બસ તેની અનુભવ સિદ્ધ જ્ઞાન પચાવવાની શક્તિ જોઇએ ,ડો.શુક્લ સાયબમાં તો તે વારસામાં હતુ કે શાશ્ર્વત જ્ઞાનાનુભુતિ જીવનને ધન્ય કરે છે અને તેઓ જીવન ધન્ય કરવાની સાથે અનેકના જીવનમાં આદરભર્યુ સ્થાન પામી ગયા છે લૌકિક જીવનમાં અગણિત લોકોને કોઇ પુછે કે વર્ષ ૨૦૨૪ની વસમી ઘડી કઇ કઇ….રહી….?? તો વૈદ્ય શ્રી શુક્લસાયબની વિદાયની વાત ચોક્કસ આવતી જ રહેશે

    તેઓના પુત્ર રત્ન(રત્ન સમાન છે માટે પુત્ર રત્ન) ડો.વિવેક શુક્લ એ આયુર્વેદને પચાવ્યુ છે અને હજુય ચિંતન-મનન-અનુભવથી નિત્ય નવનીત પ્રાપ્ત થાય એ જનસમુદાય માટે વહેંચતા રહે છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા આયુર્વેદ અધીકારી શ્રી વી.વી.શુક્લએ યુવાન વયના પરીપક્વ ચિકિત્સક છે જે આતુરોની દરેક વ્યાધીઓના શમન જાણે છે અને આપણા ભવ્ય વારસા સમાન શાસ્રને તેઓના પિતાશ્રી વી.ડી.શુક્લ સાયબના નિત્ય આશિર્વાદથી મુલ્યસભર સાચવણી કરી રહ્યા છે

    ૧-૬-૧૯૪૯ ના જન્મેલ પ્રોફેસર ડો. વી. ડી. શુકલએ જામનગરને તેમની કર્મભૂમિ બનાવેલ, તેઓએ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં ૧૯૬૫ માં વિદ્યાર્થી તરીકે શરૂઆત કરેલ. આયુર્વેદ માં બી.એસ.એ.એમ., એમ.એસ.એ.એમ. અને શિક્ષણ જગતની સર્વોચ્ચ ઉપાધિ પી.એચ.ડી પ્રાપ્ત કરી. ૧૯૬૮ માં યુનિવર્સિટી સ્તરે તેઓ એથલેટીકસ ક્ષેત્રે સ્થાપિત કરેલ રેકર્ડ આજ દિવસ સુધી અખંડ છે. તેમના માર્ગદર્શન હેઠળ અનેક દેશ-વિદેશના વિદ્યાર્થીઓ એમ.ડી. અને પી.એચ.ડી થયા. વહીવટી ક્ષેત્રે તેઓ આયુર્વેદ યુનિવર્સિટી ના સેનેટ મેમ્બર- ઇન્ચાર્જ ડીન ડાયરેકટર, વી.એમ.સી મેમ્બર, વિવિધ રાજયના લોક સેવા આયોગ, સંધ લોક સેવા આયોગ જેવી પ્રતિષ્ઠીત સંસ્થાઓમાં કામગીરી કરેલ. આયુર્વેદના પ્રચાર-પ્રસાર અર્થે તેઓ ઓલ ઇન્ડિયા રેડીયો, ટી.વી. ચેનલોમાં વક્તવ્યો આપ્યા. તેમના દ્વારા આયુર્વેદ ક્ષેત્રે લખવામાં આવેલ પુસ્તક ખુબ પ્રચલિત થયેલ. તેમને કુલ ૧૮૨ શોધ પત્ર પ્રકાશિત કર્યા. ભારતીય નૌ સેના, ભારતીય થળ સેના ખાતે માનદ સેવા આપેલ. ૨૦૦૧ માં વિશ્વની સૌથી ઉચી 32 ફુટની શેરડી ઉગાડીને તેઓ ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકર્ડમાં જગ્યા બનાવેલ. આયુર્વેદ ના નિષ્ણાંત હોવાથી વનસ્પતિ પ્રત્યે લાગણી ના લીધે શેરડી પછી ૨૫ ફૂટ ની મહેંદી ઉગાડી હતી. તેઓ સરલ હતા અને કુશળ ચિકિત્સક તરીકે ઓળખવામાં આવતા. યુનિવર્સિટી માં એક આદર્શ ગુરુ તરીકે તેમની છાપ હતી. શોધ બાબતે આર્યભટ્ટ સન્માન પ્રાપ્ત કરેલ. કામગીરી અન્વયે પ્રાઇડ ઓફ ઇન્ડીયાનું સન્માન પ્રાપ્ત કરેલ. આયુર્વેદ ક્ષેત્રે ઉમદા કારકિર્દી કરી તેઓ ૨૮-૧૨-૨૦૨૪ ના જગતથી વિદાઈ લીધી. તેમની ચિરવિદાય થી દેશ-વિદેશ ના તેમના વિધાર્થીઓ-દર્દીઓ મા શોક ની લાગણી છે. તેમની વિદાયથી થયેલ ખોટ પૂર્ણ નહી થઇ શકે.હા આ ખાલીપો ભરવો હોય તો નામ સ્મરણ અને જનસેવા બંને ને જીવનનો ધબકાર બનાવવો જોઇએ તો શ્રી વી.ડી.શુક્લ સાયબ હંમેશા સાથે હોવાની અનુભૂતિ થયા વગર રહેશે નહી

    Jamnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: ધ્રોલમાં પતિની આત્મહત્યાના આઘાતથી પત્ની પણ કૂવામાં કૂદી

    November 7, 2025
    જામનગર

    Jamnagar: ધંધામાં ભાગીદાર બનાવવાની લાલચ આપી રૂપિયા 35 લાખની છેતરપિંડી

    November 7, 2025
    જામનગર

    Jamnagar: ગુરુનાનકદેવજીની 556મી જન્મ જયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

    November 5, 2025
    જામનગર

    Jamnagar: બાંધકામના ધંધાર્થી ઉપર 11 શખ્સોનો હુમલો

    November 5, 2025
    જામનગર

    જામનગર-રાજકોટ હાઇવે પર ફલ્લાના પાટીયા પાસે બની હીટ એન્ડ રનની ઘટના

    November 4, 2025
    જામનગર

    Jamnagar ઘરકામ બાબતે માતાએ ઠપકો આપતા ગળેફાંસો ખાઇ તરૂણીનો આપઘાત

    November 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Tamil Nadu માં ગેસ સિલિન્ડર ભરેલ ટ્રક પલ્ટયો : ભયાવહ બ્લાસ્ટ

    November 11, 2025

    નિઠારી હત્યાકાંડમાં 19 વર્ષથી કેદ સુરેન્દ્ર કોલીને Supreme Court મુક્ત કર્યો

    November 11, 2025

    Terrorist Hafiz Saeed બાંગ્લાદેશ પહોંચ્યો

    November 11, 2025

    Trump ભારત પરના ટેરીફ ઘટાડશે! તૂર્તમાં ટ્રેડ ડીલ થવાનો મહત્વનો સંકેત

    November 11, 2025

    PM મોદી ભુતાનની મુલાકાતે: હાઇડ્રો પ્રોજેક્ટના ઉદ્ઘાટન

    November 11, 2025

    ભારત-આફ્રિકા વન-ડે સીરિઝમાં Shreyas Iyer વાપસી કરશે?

    November 11, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Tamil Nadu માં ગેસ સિલિન્ડર ભરેલ ટ્રક પલ્ટયો : ભયાવહ બ્લાસ્ટ

    November 11, 2025

    નિઠારી હત્યાકાંડમાં 19 વર્ષથી કેદ સુરેન્દ્ર કોલીને Supreme Court મુક્ત કર્યો

    November 11, 2025

    Terrorist Hafiz Saeed બાંગ્લાદેશ પહોંચ્યો

    November 11, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.