GUJRAT,તા.01
દિવાળી બાદ પડતર દિવસની પળોજણ આવતા વર્ષે પણ જોવા મળશે. વિક્રમ સંવંત 2081માં 20 ઓક્ટોબર-સોમવારે દિવાળી, 21મીએ પડતર દિવસ જ્યારે 22 ઓક્ટોબર-બુધવારના બેસતું વર્ષ છે. અગાઉ વર્ષ 2023માં પણ પડતર દિવસ હતો.
પડતર દિવસ અંગે શાસ્ત્રવિદોનું માનવું છે કે ચંદ્રની કળાઓને 30 ભાગમાં વહેંચાયેલી છે. જ્યારે હકીકતમાં ચંદ્ર એ 30 કળાઓને 30 દિવસ કરતા ઓછા સમયમાં પુર્ણ કરી લે છે. આથી દર મહીને પંચાંગમાં એકાદ તિથીનો ક્ષય કે વૃદ્ધિ થતી જોવા મળે છે. વ્યવહારિક સરળતા ખાતર ચંદ્રની તિથી સૂર્યોદય સમયે જે હોય તેને આખા દિવસ માટે ગણી લેવામાં આવે છે. દિવસ દરમ્યાન તિથી બદલાઇ જતી હોય તેવું પણ શક્ય છે.
ધોકાને દિવસે સુર્યોદય સમયે હજુ અમાસ હોય છે અને નવા વર્ષની પહેલી તિથી શરૂ નથી થઈ હોતી. નવા વર્ષની શરૂવાત તો સવારે દેવ- દર્શનથી જ થવી જોઈએ એવી માન્યતા ને લીધે એ તુરત જ પછીના દિવસે સવારે પહેલી તિથી ચાલુ હોય એ દિવસને નવા વરસનો પહેલો દિવસ ગણવામાં આવે છે. આમ બે વરસની વચ્ચે બે માંથી એક પણ વરસનો ભાગ ન હોય એવો એક દિવસ ક્યારેક આવી જાય છે.

