London,તા,23
જો રૂટ ભારતનાં વનડે પ્રવાસ અને આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી માટે એક વર્ષથી વધુ સમય બાદ ઈંગ્લેન્ડની ટીમમાં પરત ફર્યો છે. રૂટ છેલ્લે આ ફોર્મેટમાં ભારત દ્વારા આયોજિત વનડે વર્લ્ડ કપમાં જોવા મળ્યો હતો. ઓલરાઉન્ડર અને ટેસ્ટ કેપ્ટન વેઈન સ્ટોક્સની ટીમમાં પસંદગી કરવામાં આવી નથી.
આ મહિનાની શરૂઆતમાં ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ દરમિયાન તે હેમસ્ટ્રિંગની ઈજામાંથી સાજો થઈ રહ્યો છે. જોસ બટલર ચેમ્પિયન્સ ટ્રોફી અને ભારતીય પ્રવાસમાં ટીમનું નેતૃત્વ કરશે. ઈંગ્લેન્ડ ભારતનાં પ્રવાસમાં પાંચ ટી-20 અને ત્રણ વનડે રમશે. ભારત સામે ઈંગ્લેન્ડની ટી-20 સિરીઝ 22 જાન્યુઆરીથી શરૂ થશે જ્યારે વનડે સિરીઝ 6 ફેબ્રુઆરીથી શરૂ થશે.
ઈંગ્લેન્ડની વનડે ટીમ
જોસ બટલર (કેપ્ટન), જોફ્રા આર્ચર, ગસ એટક્ધિસન, જૈકબ બેથેલ, હેરી બ્રુક, બ્રાઈડન કાર્સ, બેન ડકેટ, જેમી ઓવરટોન, જેમી સ્મિથ, લિયમ લિવિંગસ્ટોન, આદિલ રશીદ, જો રૂટ, સાકિબ મહમૂદ, ફિલ સોલ્ટ, અને માર્ક વુડ.
ઈંગ્લેન્ડ ટી-20 ટીમ
જોસ બટલર (કેપ્ટન), રેહાન અહેમદ, જોફ્રા આર્ચર, ગુસ એટક્ધિસન, જેકબ બેથેલ, હેરી બ્રુક, બ્રાઈડન કાર્સ, બેન ડકેટ, જેમી ઓવરટોન, જેમી સ્મિથ, લિયામ લિવિંગસ્ટોન, આદિલ રશીદ, સાકિબ મહમૂદ, ફિલ સોલ્ટ, અને માર્ક વુડ.