New Delhi,તા.30
પર્વતીય રાજયોમાં ભારે હિમવર્ષા વચ્ચે હવે ત્રણ દિવસ માટે ઉતર ભારતનાં રાજયોમાં કોલ્ડવેવનું એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. પંજાબ,હરીયાણા, દિલ્હી તથા રાજસ્થાનમાં તા.2 જાન્યુઆરી સુધી કોલ્ડવેવની સ્થિતિ રહેવાનું હવામાન વિભાગે જાહેર કર્યું છે.સાથોસાથ ગાઢ ઘુમ્મસ સર્જાવાનું પણ જણાવાયું છે.
હવામાન વિભાગનાં રીપોર્ટ પ્રમાણે દેશના મધ્ય તથા પૂર્વીય ભાગોમાં પણ આવતા ત્રણથી પાંચ દિવસ સુધી તાપમાનમાં તબકકાવાર ઘટાડો થવાની સંભાવના છે.મધ્ય ભારતનાં રાજયોમાં તાપમાનમાં 3 થી 5 ડીગ્રીનો ઘટાડો થશે.
પાંચ દિવસ આ સ્થિતિ રહેશે. પૂર્વ ભારતમાં ત્રણ દિવસ તાપમાન 3 થી 4 ડીગ્રી ઘટશે. મહારાષ્ટ્રમાં ન્યુનતમ તાપમાનમાં 2 થી 4 ડીગ્રીનો ઘટાડો થશે. 1 જાન્યુઆરીએ ફરી વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સક્રિય થશે અને હિમાચલ પ્રદેશ સહિતના રાજયોમાં ફરીથી હિમવર્ષા થવાની સંભાવના છે.