Ukraine,તા.૩૧
યુક્રેન અને રશિયા વચ્ચે એકબીજાની ઉર્જા સુવિધાઓ પર હુમલા રોકવા માટે પ્રારંભિક સ્તરની વાતચીત થઈ રહી છે. ફાઈનાન્શિયલ ટાઈમ્સે પોતાના રિપોર્ટમાં આ મામલાની જાણકારી ધરાવતા લોકોને ટાંકીને આ જાણકારી આપી છે.
સૂત્રો અને યુક્રેનના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે યુક્રેન વાટાઘાટો ફરી શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જે ઓગસ્ટમાં કતાર દ્વારા દલાલી કરવામાં આવી રહી હતી. આમાં, બંને પક્ષો કરારની નજીક આવ્યા હતા, પરંતુ રશિયાના કુર્સ્ક વિસ્તારમાં યુક્રેન દ્વારા કરવામાં આવેલા હુમલા પછી આમાં અવરોધો આવ્યા હતા. એક રાજદ્વારીને ટાંકીને અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વાતચીત હજુ પ્રારંભિક તબક્કામાં છે, તેથી નક્કર કંઈ કહી શકાય નહીં.
ઉત્તર કોરિયા યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાની મદદ માટે સૈનિકો મોકલી રહ્યું હોવાની માહિતી મળ્યા બાદ દક્ષિણ કોરિયાએ તેમની દેખરેખ માટે સૈન્ય ટીમ મોકલવાનો નિર્ણય કર્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે ઉત્તર કોરિયાએ ૧૧ હજાર સૈનિકો રશિયા મોકલ્યા છે. આ દરમિયાન ઉત્તર કોરિયાએ તેના વિદેશ મંત્રી ચોઈ સોન હુઈને રશિયા મોકલ્યા છે. જો કે તેમની મુલાકાતનો હેતુ સ્પષ્ટ નથી.

