Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Health Tips: Morning Walk-Evening Walk,બંને સમયના ફાયદા વિષે

    July 15, 2025

    Yemen માં ભારતીય મહિલાની ફાંસીની સજા ટળી, બિઝનેસ પાર્ટનરની હત્યા કરવાનો છે આરોપ

    July 15, 2025

    હવે 65 વર્ષથી વધુ ઉંમરના લોકો એકલા હજ યાત્રા કરી નહી શકે : Helper’s Help is Required

    July 15, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Health Tips: Morning Walk-Evening Walk,બંને સમયના ફાયદા વિષે
    • Yemen માં ભારતીય મહિલાની ફાંસીની સજા ટળી, બિઝનેસ પાર્ટનરની હત્યા કરવાનો છે આરોપ
    • હવે 65 વર્ષથી વધુ ઉંમરના લોકો એકલા હજ યાત્રા કરી નહી શકે : Helper’s Help is Required
    • નેશનલ હેરલ્ડ કેસ : Sonia-Rahul સામે ચાર્જશીટ અંગે તા.29ના નિર્ણય
    • Aamir Khan ગીત લલકારશે : આગામી ફિલ્મમાં બે ગીત ગાશે
    • કસ્ટમ ડ્યુટી ઘટવાની રાહમાં US થી આયાત થયેલા ડ્રાયફ્રુટના કન્સાઇનમેન્ટ બંદરો પર અટકયા
    • આંતરરાષ્ટ્રીય પાયલોટ એસોસીએશને પણ તપાસ રીપોર્ટ સામે પ્રશ્ન ઉઠાવ્યા
    • Ahmedabad દુર્ઘટનાના ચાર સપ્તાહ પહેલા બ્રિટન એવીએશન ઓથોરીટીએ ફયુલ સ્વીચની ચેતવણી આપી હતી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»ઉસ્તાદ અમજદ અલી ખાનનું વારસાઈ ઘર બન્યું સૂરીલું ‘Music House’
    અમદાવાદ

    ઉસ્તાદ અમજદ અલી ખાનનું વારસાઈ ઘર બન્યું સૂરીલું ‘Music House’

    Vikram RavalBy Vikram RavalJanuary 10, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.10

    આ પૃથ્વી પર ઘણાં બધાં માનાંક (રેકોર્ડ) બનતા હોય છે. રમતગમત, ફિલ્મો, નાટક, સ્થાપત્યો, શિલ્પો, વાહનો, ગીત, સંગીત, નૃત્ય, સાહિત્ય સાહિત્યની અન્ય કળાઓ, અને કુદરત પણ રેકોર્ડ સ્થાપવાની હોડમાં હોય છે. કેટલાક સ્વાભાવિક પણે નોંધાઈ જાય છે અને ઘણાં તો રેકોર્ડ બનાવવા માટે શ્રમ કરતા હોય છે. સપ્તક સમારોહનો આરંભ થયો ત્યારે કલાકારોને વધાવવાના ઉપક્રમ થયા, શ્રોતાઓ રાજીના રેડ થઈ ગયા. અમદાવાદને શાસ્ત્રીય સંગીતનો સુપેરે, સન્મુખ વિગતવાર પરિચય થવા માંડ્યો પણ આવી તો કલ્પના જ કોઈએ કેવી રીતે કરી હોય કે, શાસ્ત્રીય સંગીત જે ગણ્યા ગાંઠ્યા લોકો માટેની જ પ્રવૃત્તિ છે તેને આટલો પ્રતિસાદ મળશે! હા, આ પણ એક રેકોર્ડ જ છે કે પ્રતિ વર્ષ એકથી તેર જાન્યુઆરી છેલ્લા પિસ્તાળીસ વર્ષોથી અવિરત સંગીત સાધના ચાલે અને સમય સાથે એ વઘુને વઘુ પ્રચલિત થતો જાય. ભારતીય સંસ્કૃતિની જય હો! પં.નંદન મહેતા અને વિદૂષી મંજુબહેનને નમન! ગત રાત્રિએ આર્કાઈવમાંથી ઉ.શાહિદ પરવેઝજીની સિતાર સંગત ઉ.ઝાકિર હુસેનજીનું તબલાં વાદન સાંભળવાનો લાભ મળ્યો. 

    સપ્તકની સ્વરસભા નવમી રાત્રિએ પણ જામી. મૂળ ગ્વાલિયરના ગૌરવપૂર્ણ પદ્મવિભૂષણ ઉ.અમજદ અલી ખાન અંતિમ સોપાને મંચસ્થ થયા. ભારતીય શાસ્ત્રીય સંગીતના આ સરોદવાદક સ્પષ્ટ અને ઝડપી એખરા તાન માટે પ્રખ્યાત છે. શાસ્ત્રીય સંગીત પરિવારની છઠ્ઠી પેઢીના વશંજોએ તેમની બસો વર્ષોની પરંપરા જાળવી રાખી છે. સરોજ એ અફઘાનના રબાબ નામના વાદ્યનું આગવું સ્વરૂપ છે જે એક લોકવાદ્ય હતું – જેને ઉ.અમજદ અલી ખાનના દાદાજી બસો વર્ષ પહેલાં લાવેલા. આ અગત્યનું ભારતીય વાદ્ય લાકડાંનું ‘‘વુડી’’ છે. તેના સ્વરો વધુ મધુરા છે. ઉસ્તાદજીએ દેશ-વિદેશે પોતાની અને દેશની સાખ વધારી છે. પં.રવિશંકરજી અને ઉ.ઝાકિર હુસેન જેવા યુગપ્રવર્તકો સાથે એમણે સંગત કરી છે. તેમને સંગીત નાટક અકાદમીનો પુરસ્કાર, બંગ વિભૂષણ આદિ સન્માન મળ્યાં છે. આરંભે એમણે રાષ્ટ્રપિતા ગાંધીજીને સમર્પિત ‘‘વૈષ્ણવજન’’ અને ‘‘રધુપતિ રાઘવ’’ રજુ કરી તેને મેડલીનું સ્વરૂપ આપ્યું. આ વરિષ્ઠતમ કલાકર્મીએ દિવંગત કલાકારોને સ્વરાંજલિ સમર્પવા હેતુ ઉ.ઝાકિર હુસેન અને વિદૂષી મંજુબહેનને સંભાર્યા. તેમણે સરોદવાદનમાં રાગ દુર્ગા એટલા માટે પસંદ કર્યો કે ભારતમાં થતા મહિલાઓના શોષણ અંગે જાણીને એમનું હૃદય દ્રવી ગયું છે. એમણે પીડિત નારીઓને રાગ દુર્ગા સમર્પિત કર્યો. અત્યંત ભાવુક થઈ એમણે કહ્યું કે દેશની મા દુર્ગા પણ શું લાચાર બની ગઈ હશે?ઋતુ ઋતુના ખેલ અલગ અલગ હોય છે. ગત આખું સપ્તાહ ઠંડીના સપાટા ચાલેલા. નવમી જાન્યુઆરીની સપ્તક બેઠકમાં ઠંડીનું જોર થોડું ઘટ્યું હોવાનું નોંધાયું. રસિકોના પરિધાન પર એની અસર દેખાઈ પણ એમના સંગીત પ્રત્યેના પ્રેમમાં જોમ જુસ્સો અને રસ તો યથાવત! બેઠકના પ્રથમ ચરણે પં.નંદન મહેતા તાલવાદ્ય સ્પર્ધાના વિજેતા પુણેના સ્વપ્નિલ સૂર્યવંશીએ તાકાતથી ભરપૂર પખાવજ એકલવાદન પ્રસ્તુત કર્યું. ગુરુ પં. નારાયણજીને સ્મરીને અને ઉ.ઝાકિર હુસેનજી તથા વિદૂષી મંજુબહેનને નમન કરીને તાલ ચૌતાલમાં પ્રસ્તુતિ કરી. પારંપરિક બંદીશો બોલ સહિત રજૂ કરી વાતાવરણમાં ઊર્જા ભરી દીધી. શિવપરણ વખતે ‘‘હર હર મહાદેવ’’ અને વિષ્ણુપરણ વખતે ‘‘હરિ ઓમ્‌’’ ના સ્વરો ઉચ્ચારી તેમણે જાણે કે ભક્તિપૂર્ણ માહૌલ પેશ કરી દીધો. હાર્મોનિયમ પર યશવંત થીટ્ટે ઉપસ્થિત રહ્યા. સંગીત અગાધ સાગર-અસીમ, અકળ, અસંદિગ્ધ 

    સંગીત સભાના દ્વિતીય મુકામે દિલ્હીથી વરિષ્ઠ બનારસ ઘરાનાની યુવા બંઘુબેલડી અમદાવાદ જેવા શ્રી સ્થળે ‘‘હાજરી ભરવા’’ આવી. દિવંગત પં.રાજન મિશ્રાના આ બે પનોતા પુત્રો રિતેશ મિશ્રા અને રજનીશ મિશ્રા પિતાશ્રી અને કાકાશ્રી પં.સાજન મિશ્રાના પગલે શાસ્ત્રીય કંઠ્યગાન ક્ષેત્રે કાઠું કાઢી રહ્યા છે. મિશ્રા પરિવારમાં પ્રવર્તતી સંગીતલહેરીની આ છઠ્ઠી પેઢી એ તેમણે કુટુંબમાં સંવાદિતા જાળવી રાખી છે. જ્ઞાનાચાર્ય પં.બડેરામદામ મિશ્રાના આશિષના પ્રતાપે વિવિધ ધર્મો અને સંસ્કૃતિ વચ્ચે સંવાદિતા સાધવાનું મહાન સ્વપ્ન તેઓ પૂરું કરી રહ્યા છે. રિતેશ અને રજનીશના સ્વરો મઘુર, રાગોનું જ્ઞાન અને યોગ્ય નોટ્‌સનો સાચો પ્રયોગ તેમને પ્રસ્તુતિમાં અગ્રેસર બનાવે છે. સ્વર્ગીય સંગીત રચના તેમના તન, મન, આત્માને તૃપ્ત કરે છે. સ્વરાંગન ગુરુકુળ અને રાસિપા સંસ્થાના કારણે તેઓ વઘુ પોંખાયા છે. તેમણે રાગ બિહાગડામાં બડાખ્યાલ વિલંબિત એકતાલમાં રજૂ કર્યો. બંદીશ ‘‘ચલી પ્યારી પ્યારે કો મિલન’’ પછી દ્રુતલય એકતાલમાં અર્થદાર તરાના પેશ કરી દ્રુતલય તીનતાલમાં ‘‘બાજો રે ડફ બાજો’’ પ્રસ્તુત કર્યું. ત્યારબાદ રાગ સુરા સુધ રઈમાં તીન તાલ દ્રુતલયમાં ‘‘મદમાતી કોયલિયા બોલે બાગમેં’’ દિલના ઊંડાણથી બુલંદ સ્વરે લલકાર્યું. સમાપને ‘‘જગત મેં જૂઠી દેખી પ્રીત’’ ભજનથી ભાવકોને ભાવસભર કરી દીધા. તબલાં પર અકરમખાન અને હાર્મોનિયમ પર સુમિત મિશ્રાએ ઉચિત સાથ નિભાવ્યો.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Gift City ધમધમશે : તૂર્તમાં પ્રથમ IPO લીસ્ટીંગ

    July 15, 2025
    અમદાવાદ

    Air India plane crash : પાઈલોટે ‘આત્મહત્યા’ કરવા વિમાન ક્રેશ કરાવ્યુ?

    July 14, 2025
    અમદાવાદ

    Ahmedabad:મંદિર ખસેડવા અમદાવાદ સિવિલના સુપરિન્ટેન્ડેન્ટે દાણા જોવડાવ્યા મુદ્દે વિવાદ

    July 14, 2025
    અમદાવાદ

    Ahmedabad plane crash: ૮ મેડિકલ વિદ્યાર્થી પરીક્ષા ન આપી શક્યા

    July 12, 2025
    અમદાવાદ

    Ahmedabad: મહિલા સાથે સંબંધ રાખવા દબાણ કરનાર આધેડની હત્યા કરાઈ

    July 12, 2025
    અમદાવાદ

    Chandkheda માં યુવકનું અપહરણ કરી ઢોર માર મારતા મોત

    July 12, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Health Tips: Morning Walk-Evening Walk,બંને સમયના ફાયદા વિષે

    July 15, 2025

    Yemen માં ભારતીય મહિલાની ફાંસીની સજા ટળી, બિઝનેસ પાર્ટનરની હત્યા કરવાનો છે આરોપ

    July 15, 2025

    હવે 65 વર્ષથી વધુ ઉંમરના લોકો એકલા હજ યાત્રા કરી નહી શકે : Helper’s Help is Required

    July 15, 2025

    નેશનલ હેરલ્ડ કેસ : Sonia-Rahul સામે ચાર્જશીટ અંગે તા.29ના નિર્ણય

    July 15, 2025

    Aamir Khan ગીત લલકારશે : આગામી ફિલ્મમાં બે ગીત ગાશે

    July 15, 2025

    કસ્ટમ ડ્યુટી ઘટવાની રાહમાં US થી આયાત થયેલા ડ્રાયફ્રુટના કન્સાઇનમેન્ટ બંદરો પર અટકયા

    July 15, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Health Tips: Morning Walk-Evening Walk,બંને સમયના ફાયદા વિષે

    July 15, 2025

    Yemen માં ભારતીય મહિલાની ફાંસીની સજા ટળી, બિઝનેસ પાર્ટનરની હત્યા કરવાનો છે આરોપ

    July 15, 2025

    હવે 65 વર્ષથી વધુ ઉંમરના લોકો એકલા હજ યાત્રા કરી નહી શકે : Helper’s Help is Required

    July 15, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.