Ahmedabad,તા.૧૬
ગુજરાત પોલીસબેડામાં ૪ પોલીસ કર્મચારીઓને ડીજીપી વિકાસ સહાયે સસ્પેન્ડ કરી દીધા છે. પ્રાથમિક વિગતો મુજબ ગુજરાત પોલીસમાં વહીવટદારોના મુદ્દે થયેલી તપાસ બાદ કાર્યવાહી સામે આવી છે.એસએમસીના વડા નિર્લિપ્ત રાયના વડપણ હેઠળની સમિતિએ સ્ફોટક રિપોર્ટ બાદ ડીજીપી એક્શન મોડમાં આવ્યા છે.
નિર્લિપ્ત રાયના સ્ફોટક રિપોર્ટ બાદ ડીજીપી એક્શનમાં આવતા ગુજરાત પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે.ડીજીપી વિકાસ સહાયે ૪ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. અમદાવાદમાંથી ૧૩ પોલીસ કર્મચારીની જિલ્લા બદલી કરાઈ હતી. ૧૩ પૈકી ૪ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા.
નોંધનિય છે કે, વિભાગની મંજૂરી વિના પોલીસકર્મીઓ અનેક વિદેશ પ્રવાસ કર્યા હતા. જેને લઈ હવે હેડ કૉન્સ્ટેબલ ફિરોજખાન પઠાણને સસ્પેન્ડ કરાયા છે. આ સાથે પોલીસ કોન્સ્ટેબલ હરવિજયસિંહ ચાવડા, મહિપતસિંહ ચૌહાણ, મહેન્દ્રસિંહ દરબારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.