Mumbai,તા.13
રશ્મિ દેસાઈ ટીવીની ટોપ એક્ટ્રેસ પૈકીની એક છે. ટીનએજથી તે ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા લાગી હતી. આ દરમિયાન તેને ખરાબ અનુભવનો પણ સામનો થયો. એક્ટ્રેસે કાસ્ટિંગ કાઉચના અનુભવને શેર કર્યો છે. કરિયરના શરૂઆતી સમયમાં તેણે કાસ્ટિંગ કાઉચને ફેસ કર્યો હતો. ત્યારે તેની ઉંમર 16 વર્ષ હતી.
એક ઈન્ટરવ્યૂમાં રશ્મિએ કહ્યું, ‘મને ઓડિશન માટે બોલાવવામાં આવી હતી. હું ત્યાં ગઈ તો જોયું મારા સિવાય કોઈ અન્ય નહોતું. ત્યારે હું 16 વર્ષની હતી, તેણે મને બેભાન કરવાનો પ્રયત્ન કર્યો હતો. હું અનકન્ફર્ટેબલ હતી. ગમે તેમ કરીને ત્યાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો. થોડા કલાકો બાદ માતાને આ ઘટના વિશે જણાવ્યું. પછી આગલા દિવસે હું તે વ્યક્તિને મળવા ગઈ હતી ત્યારે માતાએ તેને પાઠ શીખવાડવા માટે થપ્પડ મારી હતી. કાસ્ટિંગ કાઉચ હકીકતમાં થાય છે. દરેક ઈન્ડસ્ટ્રીમાં ખરાબ અને સારા લોકો હોય છે. હું નસીબદાર છું કે આ બધા છતાં પણ મે ઘણા શાનદાર લોકો સાથે કામ કર્યું. તેમની સાથે મારો કામ કરવાનો અનુભવ સારો રહ્યો.’