આજના સમયમાં એવા ઘણા એક્ટર અને એક્ટ્રેસ છે જેમણે બહારના હોવા છતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવી છે
Mumbai, તા.૨૩
આજના સમયમાં એવા ઘણા એક્ટર અને એક્ટ્રેસ છે જેમણે બહારના હોવા છતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવી છે. પોતાની એક્ટિંગથી એ કલાકારોએ લાખો ફેન્સ બનાવ્યા છે અને હવે તેઓ ફિલ્મમાં કામ કરવા માટે કરોડો રૂપિયા વસૂલે છે. આવા કલાકારોમાં કાર્તિક આર્યનનું નામ પણ સામેલ છે.આ પણ વાંચોઃ ૬ વખત એક જ નામથી બની ફિલ્મો, ૩માં તો હીરો પણ ન બદલાયો, છતાં રહી સુપરહિટઆજે નામથી લઈને પૈસા સુધી કાર્તિક પાસે કોઈ પણ વસ્તુની કમી નથી. તેણે વર્ષ ૨૦૧૧માં તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તેની પ્રથમ ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’ હતી, જેનું નિર્દેશન લવ રંજન દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ માટે કાર્તિકને માત્ર ૭૦ હજાર રૂપિયાની ફી મળી હતી. જોકે, આજે તે એક ફિલ્મ માટે કરોડો રૂપિયા લે છે.આજે એટલે કે ૨૨મી નવેમ્બરે કાર્તિકનો ૩૪મો જન્મદિવસછે. તેનો જન્મ ગ્વાલિયરમાં થયો હતો. જ્યારે તે ૧૦મા ધોરણમાં હતો ત્યારે તેણે નક્કી કરી લીધું હતું કે તે એક્ટર બનવા માંગે છે. જ્યારે કાર્તિક મુંબઈમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો હતો, તે જ સમયે તેણે એક્ટિંગમાં પણ હાથ અજમાવવાનું શરૂ કર્યું હતું.કોલેજના ત્રીજા વર્ષમાં તેને ‘પ્યાર કા પંચનામા’ માટે પસંદ કરવામાં આવ્યો, ત્યારબાદ તેણે કોલેજ છોડી દીધી. જોકે બાદમાં તેણે ફાઈનલ એક્ઝામ આપી હતી. રિપોર્ટ અનુસાર, જ્યારે કાર્તિક ‘પ્યાર કા પંચનામા’માં કામ કરી રહ્યો હતો ત્યારે તે મુંબઈના લોખંડવાલામાં રહેતો હતો. તેણે અહીં ભાડે ૨ મ્ૐદ્ભ ફ્લેટ લીધો હતો, જેમાં તે ૧૨ લોકો સાથે રહેતો હતો.‘પ્યાર કા પંચનામા’માં, કાર્તિકે ૫ મિનિટ ૨૯ સેકન્ડ લાંબો મોનોલોગ બોલ્યો, જેનાથી તેને ઘણી લોકપ્રિયતા મળી. આ મોનોલોગ દ્વારા તે ફેન્સ વચ્ચે જાણીતો થયો હતો. આ ફિલ્મનો બીજો ભાગ ૨૦૧૫માં રિલીઝ થયો હતો, જેમાં તેણે ૭.૮ મિનિટ લાંબો મોનોલોગ આપ્યો હતો.એક સમયે પોતાની પહેલી ફિલ્મ માટે ૭૦ હજાર રૂપિયા ફી લેનાર કાર્તિક આજે એવા સ્ટેજ પર છે જ્યાં તે એક ફિલ્મ માટે કરોડો રૂપિયા લે છે. તેની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા ૩’ ૧ નવેમ્બરના રોજ રીલિઝ થઈ છે. રિપોટ્ર્સનું માનીએ તો તેણે આ ફિલ્મ માટે ૪૦થી ૪૫ કરોડ રૂપિયાની ફી લીધી છે.