New York તા.6
ભારત અને ભારતીયો ‘અપના ટાઈમ આ ગયા હૈ’ એવું હવે વિશ્વાસપૂર્વક કહી શકે છે. વિશ્વની સંખ્યાબંધ વિખ્યાત અને અગ્રણી કંપનીઓના વડા તરીકે મૂળ ભારતીયો બિરાજી રહ્યા છે.
એમાં હવે એપલ કંપનીના ચીફ ફાઈનાુસ્યલ ઓફિસર (સીએફઓ) બનેલા કેવન પારેખનું નામ જોડાયું છે. આ પહેલી જાન્યુઆરીથી એપલના સીએફઓ બનેલા કેવન પારેખને વર્ષે 8.75 કરોડ રૂપિયાનો પગાર ચૂકવાશે એવું પણ જાહેર થયું છે.
પારેખ જૂન 2013માં એપલ કંપનીમાં જોડાયા હતા. અત્યાર સુધીમાં તેમણે ફાઈનેુશ્યલ પ્લોનિંગ એન્ડ એનેલિસિસ, સેલ્સ, માર્કેટિંગ અને રીટેલના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે કામગીરી બજાવી છે.
1972માં જન્મેલા મૂળ ભારતીય કેવન પારેખ યુનિવર્સિટી ઓફ મિશિગનમાંથી ઈલેકિટ્રકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવ્યા બાદ યુનિવર્સિટી ઓફ શિકાગોમાંથી એમબીએ કરી ચૂકયા છે.
એપલમાં જોડાતાં પહેલાં તેઓ થોમ્સન રાઈટર્સ અને જનરલ મોટર્સમાં ઊંચા હોદા પર કાર્યરત હતા. એપલમાં સીએફઓ તરીકે તેઓ લ્યુકા મેસ્ત્રીના અનુગામી બન્યા છે. એપલ કંપનીએ પારેખના નામની જાહેરાત ગત 27 ઓગસ્ટે જ કરી દીધી હતી.