કન્ઝયુમર ગૂડ્ઝ કંપનીઓએ (એફએમસીજી) તેમના ઉત્પાદનોની કિંમતોમાં વધારો કર્યો છે, પરંતુ શહેરી બજારોમાં સ્થિર માંગ અને ગ્રામીણ બજારોમાં સુધારાના સંકેતોને જોતા, કંપનીઓ વધેલી કિંમતનો સંપૂર્ણ બોજ ગ્રાહકો પર નાંખી નથી રહી. પેકેજ્ડ પ્રોડક્ટ્સનું વેચાણ કરતી કંપનીઓએ તેમના ઉત્પાદનોના ભાવ સિંગલ ડિજિટમાં વધાર્યા છે જેથી માંગને અસર ન થાય.
આ ક્ષેત્રની કંપનીઓના સુત્રોએ જણાવ્યું હતું કે, અમે ભાવમાં થોડો વધારો કર્યો છે. અમે ત્રીજા અને ચોથા ક્વાર્ટરની વચ્ચે કિંમતોમાં ૩ થી ૫ ટકા વધારો થવાની શક્યતા જોઈ રહ્યા છીએ. ડિસેમ્બરમાં કિંમતોમાં થોડો વધારો કરવામાં આવ્યો છે પરંતુ ચોથા ક્વાર્ટરમાં કિંમતો વધુ વધારવી પડશે પામ ઓઈલના ભાવમાં થોડી નરમાઈની રાહ જોવાઈ રહી છે, ત્યારબાદ કંપની ભાવ વધારશે.
જો કે સમગ્ર ભાવ વધારાનો બોજ ગ્રાહકો પર નાખવા માંગતા નથી. અમે ખર્ચ કાર્યક્ષમતા કાર્યક્રમના સંદર્ભમાં ઘણા પગલાં લઈ રહ્યા છીએ જેથી કંપની કાચા માલના ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને તેના ઉત્પાદનોની કિંમતોમાં અંદાજે ૫ થી ૭ ટકાનો વધારો કરી શકે.
કાચા માલના ભાવમાં ૧૮થી ૨૦ ટકાનો વધારો થયો છે. ગ્રામીણ બજારો હમણાં જ રિકવર થવા લાગ્યા છે અને શહેરી બજારોમાં હાલમાં માંગ સ્થિર છે. આવી સ્થિતિમાં, અમે કિંમતોમાં ખૂબ વધારો કરીને માંગ વૃદ્ધિને અસર કરવા માંગતા નથી. પામ ઓઈલના ભાવમાં વધારાને કારણે સાબુના ભાવમાં વધારો થયો છે. ખાદ્ય તેલની વાત કરીએ તો તેમાં સ્ટોકના આધારે ભાવમાં વધારો અથવા ઘટાડો કરાશે. ચામાં પણ ૨૫ ટકાનો વધારો થયો છે.