Ahmedabad,તા.04
ખેડૂતે ખેતીની જમીન વેચાણ રાખી હોવાથી ખેડૂત અંગેનું પ્રમાણપત્ર મેળવવા દસ્ક્રોઇ પ્રાંત કચેરીમાં કુલ-૭ અરજીઓ કરેલ હતી, જે અરજીઓ રીજેક્ટ થતા ખુટતા કાગળો સાથે ફરીથી કુલ-૭ અરજીઓ કરેલ. જે પૈકી બે અરજીઓ દફતરે કેરલ અને બાકીની પાંચ અરજીના કામે અભિપ્રાય આપવા માટે પાંચ અરજીના કુલ રૃ.૭૫,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી
આરોપીએ દસ્ક્રોઇ મામલતદાર કચેરીનો અભિપ્રાય આપવા માટે પાંચ અરજીના કુલ રૃ.૭૫,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી
ખેડૂતની ફરીયાદ આધારે એસીબીએ લાચનું છટકું ગોઠવીને બીજલભાઇ બળદેવભાઇ ઠાકોર, હોદ્દો- કોમ્પ્યુટર ઓપરેટર, ( કરાર આધરીત), દસ્ક્રોઇ મામલતદાર કચેરી, તા-દસ્ક્રોઇને ઝડપી પાડયો હતો.