Ahmedabad,તા.૧
ડિસેમ્બરની પહેલી તારીખ આવતા જ ગુજરાતની જનતા પર મોંઘવારીનો માર પડ્યો છે. ગુજરાતીઓના ફરી એકવાર ખિસ્સા ખાલી થવા જઈ રહ્યાં છે. કારણ કે, ૧ ડિસેમ્બરે ગુજરાત ગેસના સીએનજીના ભાવમાં વધારાની જાહેરાત કરાઈ છે. કુલ દોઢ રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છે. નવો ભાવ વધારો આજથી અમલમાં રહેશે.
ગુજરાત ગેસ તરફથી જાહેર કરાયેલા નોટિફિકેશનમાં જણાવ્યું કે, ગુજરાત ગેસના સીએનજીમાં આજથી ૧.૫૦ રૂપિયાનો વધારો કરાયો છે. આજથી સીએનજીનો ભાવ ૭૭ રૂપિયા અને ૭૬ પૈસાનો ભાવ રહેશે. જોકે, દેશના અન્ય રાજ્યો કરતા આ ભાવ વધારા પછી પણ ગુજરાતમાં સીએનજીનો ભાવ ઓછો છે.