Jamnagar,તા.13
ઘરે થી નીકળી ગયેલ માનસિક અસ્થિર મહિલા ને મદદે આવતી જામનગર ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ.૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન મહિલા ઓની મદદ માટે ૨૪*૭ કલાક કાર્યરત છે.
તા.-૧૧/૧૨/૨૦૨૪ ના સવારે ૮:૪૦ આસપાસ ૧૮૧ મહિલા હેલપલાઇન પર જામનગર ના ખંભાળિયા હાઇવે રસ્તા પર જતા એક જાગૃત નાગરિક નો કોલ આવેલ, જેમણે જણાવેલ કે એક અજાણી, મહિલા અડધી રાત્રે ઘર ની બહાર નીકળી ગયેલ અને ગુમસુમ રસ્તા પર એકલી મળી આવેલ છે. આ મહિલાને મદદ અને સુરક્ષિત આશ્રય માટે ૧૮૧ WHL પર કોલ કરવામાં આવેલ.
જાગૃત નાગરિકના કૉલ પછી, ૧૮૧ WHL ટીમના કાઉન્સિલર કોમલ વિષ્ણુસ્વામી, મહિલા પોલીસ ASI તારાબેન ચૌહાણ અને પાઈલોટ સુરજીતસિંહ વાઘેલા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા. પીડિતાને રેસ્ક્યુ કર્યા બાદ તેમને ઈમોશનલ સપોર્ટ અને મૈત્રીપૂર્ણ વાતાવરણ પૂરૂ પાડવામાં આવ્યું. આ દરમિયાન પીડિતાએ તૂટક ભાષામાં પોતાનું નામ આશુબેન (નામ બદલાવેલ) જણાવ્યું. તમામ પ્રયાસો પછી, પીડિતાના પરિવારના સંપર્કમાં આવવા સફળતા મળી અને પીડિતાનું તેના પરિવાર સાથે સુખદ પુનઃસ્થાપન કરાવવામાં આવ્યું.
આમ, એક માનસિક રીતે અસ્થિર મહિલાને મદદ કરી તેમના પરિવાર પાસે સુરક્ષિત પહોંચાડી જામનગર 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમે માનવતા નું શ્રેષ્ઠ ઉદાહરણ પુરું પાડ્યું.