Kodinarતા ૭
દેશનાં સિમાડાનું રક્ષણ કરવા સરકાર દ્વારા અગ્નિ વીર યોજનાં અમલમાં મુકાતાં કોડીનાર ઘાંટવડ ગામનાદલિત સમાજ ના ઉત્સાહી યુવાન પ્રફુલ ભાઈ જાદવ ભાઈ સોચા દેશ ની રક્ષા કાજે આર્મી માં જોડાવવા ટ્રેનિંગ માં ગયેલ અને ભારે મહેનત સાથે ટ્રેનિંગ પૂર્વ કરી પરત પોતાના માદરે વતન ઘાંટવડ આવવાં રવાનાં થતાં કોડીનાર નાં ઘાંટવડ ગામે પહોંચતા ગામ ના સમગ્ર ગ્રામજનો દ્વારા આર્મી જવાન નું ઉત્સાહ ભેર સ્વાગત કરીને ગામ માં ત્રિરંગા યાત્રા કાઢી ને ડી જે નાં તાલે નાચતાં ગાતાં લોકો, યુવાનો મહિલા અને ગામના આગેવાનો સગા સંબંધી જોડાઈ ને સ્વાગત કર્યું હતું આ તકે ગ્રામ પંચાયત નાં સરપંચ રફીક ભાઈ મહેતર તથા ન્યાય સમિતિ નાં ચેરમેન અશોક ભાઈ વાઢેર તેમજ સંતો મહંતો તથા મોટી સંખ્યામાં આગેવાનો તથા ગ્રામજનો હાજર રહીને વીર જવાન ને શાલ ફુલહારથી સ્વાગત કર્યું હતું