Ahmedabad, તા.30
અમદાવાદ શાહીબાગ શાહીબાગ ડફનાળા નજીક એન્ટી કરપ્સન બ્યુરોની કચેરી રાજયની સરકારી કચેરીઓમાં થતા ભ્રષ્ટાચારને ડામવાનું કામ કરે છે. સરકાર તરફથી સોંપવામાં આવતી સંવેદનશીલ તપાસો પણ આ કચેરી દ્વારા હાથ ધરાતી હોય છે.
રાજકોટ ગેમીંગ ઝોન દુર્ઘટના, લાંગા કેસ કે પછી કેપ્ટન અજય ચૌહાણની તપાસ તેના ઉદાહરણ છે. ભ્રષ્ટાચાર નિવારણ અને કસુરવારોની ધરપકડ કરવા સુધીની કાર્યવાહી એસીબી કરે છે.વર્ષ 2024 માં એસીબીએ લાંચ લીધી હોય અથવા તો અપ્રમાણસર મિલકતો વસાવી હોય તેવા કલાસ-1, 2 પર કાર્યરત 14 અધિકારી વિરૂદ્ધ ગુના નોંધ્યા છે.
મોટાભાગનાં કેસમાં આવા અધિકારીની સંપતિ ટાંચમાં લેવા સુધીની કાર્યવાહી થઈ છે. રાજયમાં એસીબીના કુલ 37 પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023 માં 20 થી પણ વધુ ગુના નોંધાયા હતા. જયારે વર્ષ 2024 માં આ સંખ્યા વધી છે.
ઘણા કેસમાં કસુરવાર અધિકારીઓ જેલના સળીયા ગણતા થઈ ગયા છે. કેટલાક બાબુઓને ફરજ મોકુફ કરાયા છે. એસીબીની તપાસ પદ્ધતિથી કેટલાંક લાંચીયા અધિકારીઓનાં પરિવારના સભ્યોને વિદેશ જતા રહેવા સુધીની નોબત આવી છે.
2024 નાં ટોપ 14 ભ્રષ્ટાચારી
(1)એસ.કે.લાંગા:
(નિવૃત તત્કાલીન કલેકટર ગાંધીનગર)
(વર્ષ 2008 થી 2019 દરમ્યાન રૂા.11.36 કરોડની પ્રમાણસર મિલકત વસાવી
(2)મનોજકુમાર સોલંકી:
(ડેપ્યુટી સીટી ઈજનેર, અમદાવાદ મ્યુ.કોર્પોરેશન)
(વર્ષ 2010 થી 2019 દરમ્યાન 2.70 કરોડની સરકારી આવક કરતા વધુની અપ્રમાણસર મિલકત વસાવી)
(3) સમીર મહેતા:
(તત્કાલીન ડેપ્યુટી ડાયરેકટર, જીઆઈસીએલ ગાંધીનગર)
(જીઆઈસીએલ)માં ડેપ્યુટી ડાયરેકટર હતા
તેમની સાથેના રૂચી ભાવસાર, એકઝીકયુટીવ એકાઉન્ટ બન્ને ભેગા મળીને વેન્ડરોને કોન્ટ્રાકટ આપીને રૂા.67.81 લાખની મિલકત
વસાવી)
(4) જીગર શાહ:
(કાર્યપાલક ઈજનેર પોલીસ આવાસ નિગમ)
(વડોદરા પોલીસ આવાસનાં કામકાજમાં ટેન્ડરનાં અવેજ પેટે રૂા.30 હજાર માગ્યા હતા)
(5) નિલેશ પટેલ:
(વડોદરા ફાયર બ્રિગેડ)
(સાધનો ઈન્સ્ટોલ થઈ ગયા બાદ, એન.ઓ.સી. મેળવવા માટે રૂા.2.25 લાખની લાંચ માગતા ઝડપાયા)
(6)કૈલાસ ભોયા:
(તત્કાલીન ટાઉન પ્લાનીંગ ઓફીસર, સુરત)
(2012 થી 2020 સુધીમાં વડોદરા, સુરત, જુનાગઢમાં સતાનો દુરૂપયોગ કરીને રૂા.1.57 કરોડની મિલકત વસાવી)
(7) નરેશ જાની:
(મદદનીશ નિયામક ખાણ-ખનીજ વિભાગ, સુરત)
(રોયલ્ટી પરમીટ મળ્યા બાદ કામ ચાલુ કરવા જતા રૂા.2 લાખની લાંચ માંગી)
(8) હર્ષદ પરમાર:
(આસીસ્ટંટ કમિશ્નર પીએફ કચેરી, વાપી)
(ખાનગી કંપનીનો પીએફ કેસ ઝડપથી ચલાવી નિકાલ કરવા રૂા.6 લાખ માગ્યા)
(9) રત્નાબેન ચૌધરી:
(નાયબ ઈજનેર ઉર્જા અને પેટ્રોકેમીકલ-સુરેન્દ્રનગર )
(વીજ મીટરમાં ચેડા કર્યા છે કહી દંડ 4 લાખ થશે, પતાવટ માટે રૂા.1.54 લાખ લીધા)
(10) સંજયકુમાર પટેલ:
(ઈન્ચાર્જ અધિક્ષક ઈજનેર, યુજીવીસીએલ, પાલનપુર)
(ટેન્ડર માટે રૂા.82 હજારની માંગણી કરી કુલ રૂા.50 હજાર સ્વીકારતા ઝડપાયા
(11) મનીષ પરમાર:
(નાયબ કાર્યપાલક ઈજનેર પીજીવીસીએલ-બરવાળા બોટાદ)
(કોમર્શીયલ કોમ્પ્લેકસમાં 4 વીજ કનેકશન લેવા રૂા.20 હજારની લાંચ લેતા ઝડપાયા)
(12) વલ્લભ પટેલીયા:
(સહાયક રાજય વેરા કમિશ્નર-જુનાગઢ-નાણા વિભાગ)
(ફરીયાદી પાસે બે વર્ષનાં અન્ડરસ્ટેકીંગ લેટર સર્ટીફીકેટ મેળવવા બાબતે રૂા.12 હજારની લાંચ માંગી)
(13) મનસુખ સાગઠીયા:
(ટીપીઓ રાજકોટ)
(2012 થી 2024 સુધીમાં સતાનો દુરૂપયોગ કરીને રૂા.24.31 કરોડની મિલકત વસાવી)
(14) પરેશ પંચાલ:
(નાયબ ઈજનેર પીજીવીસીએલ-સુરેન્દ્રનગર)
(ખેતરમાં વીજ કનેકશન આપવા રૂા.5 હજારની લાંચ લીધી)