Gondal તા.23
ગોંડલમાં રૂા.2.36 લાખનો ચેક રિટર્ન થવાના કેસમાં આરોપી ફીરોજભાઈ ખોરાણીને બે વર્ષની કેદની સજા અને ચેકની બે ગણી રકમ ચૂકવવા કોર્ટે હુકમ કરેલ છે. આ અંગેની વિગતો મુજબ ગોંડલમાં ગ્રીન પાર્કમાં રહેતા રાજેન્દ્રસિંહ ચંદુભા જાડેજા અને આરોપી જેતપુરના રહેવાસી ફીરોઝભાઈ દાઉદભાઈ ખોરાણી ટ્રાન્સપોર્ટનાં ધંધા અર્થે પૈસાની જરૂરીયાત હોય જેથી બે લાખ છત્રીસ હજાર પુરા આપેલ હોય આ રકમ પરત કરવા આરોપીએ રૂા.2,36,000ને ચેક ફરીયાદીને આપેલ અને ચેક બેંકમાં નાખતા રિટર્ન થયેલ હતો.
ફરીયાદીએ પોતાની કાયદેસરની લેણી રકમ પરત મેળવવા વકીલ મારફત આરોપીને નોટીસ આપેલ અને આરોપી દ્વારા નોટીસનો યોગ્ય જવાબ જે ચેક મુજબની રકમ ચુકવવા દરકાર કરેલ નહીં. જેથી ફરીયાદીએ ગોંડલની અદાલતમાં ફરીયાદ દાખલ કરેલ હતી.
જે કેસ ચાલી જતા ફરીયાદીના વકીલે કરેલ ધારદાર રજુઆતો ધ્યાને લઈ ગોંડલના ત્રીજા એડી. ચીફ જયુડી. મેજી. આર્યા રામકુમારે આરોપી ફીરોઝભાઈ દાઉદભાઈ ખોરાણીને 2 વર્ષની કેદ અને ફરીયાદીને ચેકને 2 ગણી રકમ ચુકવવાનો હુકમ કર્યો છે. ફરીયાદી વદી વકીલ તરીકે ગોંડલના વિજયરાજસિંહ જાડેજા તથા વૈશાલીબેન નગરીયા રોકાયેલ હતા.