New Delhi,તા.26
ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. જ્યાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ મેચ 23 ફેબ્રુઆરીએ દુબઈમાં રમાશે. આ મેચ પહેલાં ભારત અને પાકિસ્તાનની ટીમો ક્રિકેટનાં મેદાન પર આમને-સામને થવાની છે.
આ ટક્કર દિવ્યાંગ ચેમ્પિયન્સ ટ્રોફીમાં જોવા મળશે. દિવ્યાંગ ક્રિકેટ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 12 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી 2025 દરમિયાન શ્રીલંકાના કોલંબોમાં કરવામાં આવશે.
વાસ્તવમાં દિવ્યાંગ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને ઈંગ્લેન્ડની ટીમો ભાગ લઈ રહી છે. ટૂર્નામેન્ટ પહેલાં ભારતીય ટીમ જયપુરમાં ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લેશે.
ત્યારબાદ અંતિમ ટીમની પસંદગી કરવામાં આવશે.ડિસેબલ્ડ ક્રિકેટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના જનરલ સેક્રેટરી રવિ ચૌહાણે કહ્યું કે 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની ભાગીદારી સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ છે. આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ અમારાં ખેલાડીઓને તેમની પ્રતિભા દર્શાવવાની તક પૂરી પાડે છે.
સ્વયમના સ્થાપક-ચેરપર્સન સિમિનુ જિંદાલે કહ્યું, 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાને તેમની સફરમાં ટેકો આપતાં અમે ખૂબ જ ખુશ છીએ. આ ટુર્નામેન્ટ આ અનોખા ખેલાડીઓની મક્કમતા અને નિશ્ચયનું પ્રતિક છે.
દિવ્યાંગ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શેડ્યૂલ
12 જાન્યુઆરી :- ભારત-પાકિસ્તાન
13 જાન્યુઆરી :- ભારત-ઈંગ્લેન્ડ
15 જાન્યુઆરી :- ભારત-શ્રીલંકા
16 જાન્યુઆરી :- ભારત-પાકિસ્તાન
18 જાન્યુઆરી :- ભારત-ઈંગ્લેન્ડ
19 જાન્યુઆરી :- ભારત-શ્રીલંકા
21 જાન્યુઆરી :- ફાઇનલ