New Delhi,તા.25
દેશમાં લગ્નજીવનની સમસ્યાઓ અને છુટાછેડાના વધી રહેલા પ્રમાણો વચ્ચે સુપ્રીમ કોર્ટે એક મહત્વના ચુકાદામાં જણાવ્યું હતું કે પતી પત્ની જો સ્વૈચ્છીક રીતે અલગ થયા હોય અને બન્ને વચ્ચે વન ટાઈમ સેટલમેન્ટ એટલે કે એક વખતના સમાધાનમાં જે રકમ ચુકવાઈ હોય તેમાં બાળકોના ભરણપોષણની રકમનો સમાવેશ થતો નથી.
વન ટાઈમ સેટલમેન્ટમાં કાયમી ભરણપોષણના બદલે પતિએ પત્નિને અલગ થતા સમયે એક ચોકકસ રકમ ચુકવવાની હોય છે અને તે બાદ તેની કોઈ જવાબદારી રહેતી નથી. તે સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ રીતે જણાવ્યું કે લગ્ન સમયે થયેલા બાળકોની જવાબદારીને નજરઅંદાજ કરી શકાય નહીં.
તેથી જ વન ટાઈમ સેટલમેન્ટમાં જ જો નિશ્ચિત થયું ન હોય તો બાળકો માટે પતિએ અલગથી રકમ ચુકવવાની રહેશે. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ કે.વી. વિશ્વનાથનની ખંડપીઠે કહ્યું કે જયારે બાળકોનો પ્રશ્ન આવતો હોય તો વન ટાઈમ સેટલમેન્ટનો મુદો આગળ ધરી શકાય નહીં.
આ કેસમાં પતિ અને પત્નિ વચ્ચે સમાધાનથી થયેલા છુટાછેટામાં વન ટાઈમ સેટલમેન્ટ પેટે રૂા.3 કરોડનું રકમ ચુકવાઈ હતી. અને બાદમાં પતિએ બીજા લગ્ન કર્યા જો કે પત્નિએ આ ચૂકાદો સ્વીકાર્યા પછી પણ ફરી સુપ્રીમમાં અરજી કરી સર્વોચ્ચ અદાલત સમક્ષ પતિએ રજુઆત કરી હતી કે તે તેના બન્ને પુત્રીઓ કે જે ડાયાબીટીક છે તેની જવાબદારી સંભાળવા તૈયાર છે.
નિયમીત રીતે તેને રકમ ચુકવવા તૈયાર હતા પરંતુ પત્નિએ હાઈકોર્ટમાં જ તેની જરૂર નહીં હોવાનું જણાવ્યું હતું. બાદમાં સર્વોચ્ચ અદાલતે બન્નેને સમાધાનમાં બેસીને બાળકોના ભરણપોષણ અંગે આદેશ આપ્યો હતો.