યુએસએના લાસ વેગાસમાં ક્ધઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શો 2025 માં એકથી એક ચઢિયાતી ટેક્નોલોજી રજૂ કરવામાં આવી રહી છે. વિશ્વભરમાં ફોર્ચ્યુન 500 માં સમાવિષ્ટ 323 કંપનીઓ જીવનને સરળ બનાવવા માટે નવી તકનીકો સાથે આવી છે. એક્ઝિબિશનમાં 1400 સ્ટાર્ટઅપ્સ પણ સામેલ છે.આ શો 11 જાન્યુ.સુધી ચાલશે.166 દેશોએ આ શોમાં ખાસ ભાગ લીધો છે.
ટેબ્લેટ ઘરની સ્વીચની જગ્યા લેશે
ઘરને સ્માર્ટ બનાવવા માટે, ચાઇનીઝ ટેક કંપની અકારાએ નવાં પેનલ હબ એસ-1 પ્લસ અને ટચ સ્ક્રીન ડાયલ વી-1 ને વિશ્વ સમક્ષ રજૂ કર્યા છે. આ બંને તકનીકો ઘરમાં હાલમાં ઉપયોગમાં લેવાતી સ્વીચોની જગ્યા લેશે. આ ઉપકરણ અકારા સ્માર્ટ હોમ એપ સાથે કનેક્ટ થશે. બધાં ઉપકરણો વાયરલેસ (વાયરની જરૂર વિના) રીતે કામ કરશે.
ઘરની અંદર પણ ભરપૂર હરિયાળી જોવા મળશે
કેનેડિયન કંપની પ્લાન્ટફોર્મે ઇન્ડોર ગાર્ડન રજૂ કર્યું છે. ગાર્ડનને ખાદ્ય અને કૃષિ ટેકનોલોજીમાં તેની ઉત્કૃષ્ટ નવીનતા માટે સીઇએસ ઈનોવેશન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ દુનિયાનું પહેલું સ્માર્ટ ઇન્ડોર ગાર્ડન છે જે ધુમ્મસમાંથી છોડ ઉગાડશે. તેને નાસાની એરોપોનિક્સ ટેક્નોલોજીની તર્જ પર ફોગપોનિક્સ ટેક્નોલોજી પર બનાવવામાં આવ્યું છે.
ફ્લાઈંગ બાઇક આવતાં વર્ષે લોન્ચ થશે
સીઈએસમાં ઉડતી રોયલ એનફિલ્ડ ફ્લાઈંગ ફ્લી સી-6 બાઈક દરેક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ બાઇકને આ લુક આપવા માટે કંપનીએ ક્વાલકોમ ટેકનોલોજી સાથે કરાર કર્યો છે. આ બાઈકમાં પ્રથમ વખત સ્નેપડ્રેગન ક્યુડબલ્યુએમ 2290 સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. યોજના અનુસાર તેને વર્ષ 2026માં લોન્ચ કરવામાં આવશે.
ક્લિનિંગ રોબોટ પાસે હાથ હશે
ચીની કંપની રોબોરોક સરોસ જે-70 એક એવો રોબોટ લાવી છે જેમાં યાંત્રિક હાથ છે. આ રોબોટનો ફાયદો એ છે કે જો સફાઈ કરતી વખતે બીજી કોઈ વસ્તુ સામે આવે તો રોબોટિક હાથ તેને દૂર કરી દેશે. ઓમનીગ્રીપ ટેક્નોલોજીથી સજ્જ આ રોબોટ મોપિંગ અને વેક્યૂમ ક્લિનિંગમાં મદદ કરશે.
મેટ પડી જવાનાં કિસ્સામાં તરત જ લોકોને જાણ કરશે
જો કોઈ ઘરમાં એકલું હોય અને પડી ગયું હોય, તો એઆઇ સજ્જ મેટ તેનાં પ્રિયજનોને જાણ કરશે. થાઈ કંપની એઆઇ એન્ડ રોબોટિક્સ વેન્ચર કંપનીએ મેટ-આરએક્સ મેટ બનાવ્યું છે. જો કોઈ વ્યક્તિ આ મેટ પર પડી જાય છે, તો તેની માહિતી ટેક્નોલોજીમાં પૂર્વ-સેટ ઈમરજન્સી કોન્ટેક્ટ દ્વારા તેનાં પ્રિયજનો સુધી પહોંચશે.