Islamabadતા.૧૫
પાકિસ્તાનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટ યોજાવા જઈ રહી છે. આ સમિટમાં ભાગ લેવા માટે ચાર સભ્યોનું ભારતીય પ્રતિનિધિ મંડળ પહેલા જ પાકિસ્તાન પહોંચી ચુક્યું છે. આ માટે ભારત તરફથી વિદેશ મંત્રી એસ જયશંકર પણ પાકિસ્તાન પહોંચી ચુક્યા છે. આ પહેલા ભારતને લઈને નવાઝ શરીફનું દુઃખ છલકાયું છે. તેમણે ફરી એકવાર ભારત સાથે સારા સંબંધોની વકાલત કરી છે.
નવાઝ શરીફે કહ્યું કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એસસીઓ સમિટમાં ભાગ લેવા પાકિસ્તાન આવ્યા હોત તો સારું થાત. એક ઇન્ટરવ્યુ દરમિયાન નવાઝ શરીફે કહ્યું કે હું શરૂઆતથી જ ભારત સાથે સારા સંબંધોનું સમર્થન કરતો આવ્યો છું. મને આશા છે કે અમારી વચ્ચેના સંબંધો પુનર્જીવિત કરવાની તક મળશે. ઘણું સારું થાત જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જીર્ઝ્રં સમિટમાં ભાગ લેતે. મને આશા છે આવનારા સમયમાં મને પીએમ મોદી સાથે બેસીને વાતચીત કરવાની તક મળશે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે નવાઝ શરીફે ભારત સાથેના સંબંધોની વાત કરી હોય. તેમણે ભૂતકાળમાં પણ ઘણી વખત સંબંધો સુધારવા પર ભાર મૂક્યો છે.
આ પહેલીવાર નથી જ્યારે નવાઝ શરીફે ભારત સાથે સારા સંબંધોની વકાલત કરી હોય. તેઓ આ પહેલા પણ અનેક પ્રસંગોએ ભારત સાથે સંબંધો સુધારવાની વાત કરી ચૂક્યા છે. લાંબા સમય બાદ લંડનથી પાકિસ્તાન પરત ફર્યા બાદ નવાઝ શરીફે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે તેમનો દેશ દુનિયા પાસેથી પૈસા માંગી રહ્યો છે, જ્યારે ભારત ચંદ્ર પર પહોંચી ગયું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, “આજે ભારતની તિજોરીમાં ૬૦૦ અબજ ડોલર છે. ભારત જી-૨૦ની મેજબાની કરી રહ્યું છે, પરંતુ પાકિસ્તાન ચીન અને આરબ દેશો સહિત વિશ્વ પાસેથી ૧-૧ અબજ ડોલરની માંગ કરી રહ્યું છે. એવામાં તેમની સામે અમારી શું ઇજ્જત રહી ગઈ છે.”
મે ૨૦૨૪માં નવાઝ શરીફે ’ભારતને આપેલું વચન તોડવામાં પોતાની ભૂલ’ સ્વીકારી હતી. પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)ની બેઠકમાં નવાઝ શરીફે કહ્યું હતું કે, “પરમાણુ વિસ્ફોટ એક મોટો નિર્ણય હતો. તમે જાણો છો કે ભારતીય સંસદમાં એવી ખબર આપવામાં આવી કે પાકિસ્તાને પાંચ વિસ્ફોટો સાથે આજે જવાબ આપી દીધો. એ પછી વાજપેયી સાહેબ લાહોર આવ્યા. યાદ છે કે નહીં?” શરીફે કહ્યું, “વાજપેયી સાહેબે આવ્યા અને અમને આવીને વચન આપ્યું. એ વાત અલગ છે કે અમે વચન તોડ્યું. એમાં અમારો વાંક છે. અમે ગુનેગાર છીએ.”