Kashmir,તા.13
પીએમ મોદીએ ટનલનું નિરીક્ષણ કર્યું અને તેનાં નિર્માણમાં ભૂમિકા ભજવનારા કામદારો સાથે વાતચીત કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોનમર્ગ ખાતે ઝેડ-મોર ટનલનું ઉદૃ્ઘાટન કર્યું જે લદ્દાખ સાથે તમામ કનેક્ટિવિટી માટે ચાવીરૂપ છે.
આ ટનલનું નામ બદલીને સોનમર્ગ ટનલ રાખવામાં આવ્યું છે, જે કાશ્મીરમાં આવેલું પ્રખ્યાત પ્રવાસી રિસોર્ટ છે જે આ પ્રોજેક્ટને કારણે વર્ષમાં ગમે ત્યારે જવામાં લોકોને મદદરૂપ થશે.
આ ટનલ, મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના કંગન શહેર સાથે સોનમર્ગને જોડે છે. શ્રીનગર-લેહ હાઇવે પર એક પ્રખ્યાત પર્યટન સ્થળ સોનમર્ગ નજીકનાં ગગનગીર ગામમાં આવેલું છે તેના નામ પર આ ટનલનું નામ સોનમર્ગ રાખવામાં આવ્યું છે.