Morbi તા.૨૬
જુના હડમતીયા રોડ પર જાહેરમાં જુગાર રમતા ત્રણ જુગારીને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ રૂ ૪૩૦૦ જપ્ત કરી છે ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જુના હડમતીયા રોડ પર દેવીપુજકવાસના ઢોલા પાછળ રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા પ્રવીણ ઉર્ફે કન્યો વેલજીભાઈ વાઘેલા, અજય વીરજીભાઈ વાઘેલા અને રાકેશ ભાણજીભાઈ વાઘેલા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૪૩૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે